________________
(૨૩) ૮૫ અલાહાબાદ (પ્રયાગ) (પુરમતાલ તીર્થે).
શહેરમાં બજારની અંદર ઉતરવાને ઘણી ધર્મશાળાઓ છે, અહીથી પગ રસ્તે બે ગાઉ ઉપર કીલ્લો છે; શાસ્ત્રમાં એને પુરમતાલ નગર તીર્થ કહ્યું છે. પહેલા ભગવાનનું કેવળજ્ઞાન કલ્યાણક અહીં થએલું છે. હાલ તીર્થ વિચ્છેદ છે, ખેત્ર ફરસના થાય છે; કીલ્લાની અંદર ૧ તાખાના છે તેમાં સાદા પાષાણના મોટા ચરણ (પગલાં) રાખેલાં છે. તેના ઉપર કોઈપણ લખેલું નથી તેમજ કાંઈ ચીન્હ પણ નથી, જ્ઞાની મહારાજ જાણે એ કેમ છે. પણ પંડયા લેકેના કહેવા મુજબ લેક એ ચરણના દર્શન વિગેરે કરે છે. શહેરથી ત્રણ ગાઉ ઉપર પગ રસ્તે મુઠીગંજ છે.
( ૮૬ મુઠીગંજ, ધરમશાળા તથા શીખરબંધ દેરાસર થયું છે પણ તેમાં પ્રતિષ્ઠા થયાનું જણાયું નથી, એને પ્રયાગજી પણ કહે છે. અહીંથી પાછુ અલાહાબાદ આવવું. ત્યાંથી ૫૫ મિલ મીરજાપુર જવું ભાડુ રૂ. ૧–૧૧-૬.
૮૭ મીરજાપુર, સ્ટેશનથી અડધો ગાઉ શહેર છે. બુઢનાથ મહાદેવની પાસે ધરશાળા તથા દેરાસરજી છે. બગીચામાં દાદાજીનું મંદીર છે. અહીંથી માઇલ ૪૦ ઇસ્ટઈડીંઆ રેલ માર્ગે મુગસરાય જકશન જવું ભાડુ રૂ. -૭ ૯ ત્યાંથી માઈલ ૧૦ બનારસ જવું ભાડુ રૂ.૧-૨-૬.
૮૮ બનારસ (કાસી) શહેરમાં સુતટેલેમાં ધર્મશાળા છે, રામઘાટ ઉપર શ્રી કુશલાજીનું મેટું દેરાસર ત્રેવીસમા ભગવાન સામળીયાનું છે તથા બીજા ૮ મળી અહીં દેરાસર છે, ચાર ભગવાનના મળી સોળ કલ્યાણક અહીં થયેલાં છે તે કલ્યાણક તીર્થ જુદે જુદે સ્થળે છે તેની વિગત. પગરસ્તે જવાય છે, ગંગાનદી નીચે વહે છે. શ્રી વિજય જૈન સંસ્કૃત પાઠશાલા છે.