________________
(૨૨). તેમનું સ્થાન મોજુદ છે. એને કવલદ્રહ કહે છે. અહીંથી પટણા પાછું આવવું. ત્યાંથી પાડલીપર જવું.
૮૨ પાડલીપુર, એક ગાઉ બગીચામાં દાદાજીનું સ્થાન છે. શાસ્ત્રમાં એને પાડલીપુર નગર કહે છે. અહીં સ્થૂલભદ્ર તથા સ્થાવસ્થા થયા હતાં પાછું પટણા જવું. ત્યાંથી બાકીપુર જંકશન મૈલ છ જવું ભાડું રૂ. -૧-૩ બાકીપુરથી ભાઈલ ૫૭ ગયાજી જવું ભાડું રૂ ૭-૧૨-૦
ગયાજીથી પગ રસ્તે સડકે ૧૦ ગાઉ સહરઘાટી જવું પછી સડક નથી ત્યાંથી ૪ ગાઉ હન્ડરગંજ અને ત્યાંથી ૧ ગાઉ હટવરીયા ગામ જવું. - ૮૩ હટવરીયા (ભદિલપુર નગર),
શાસ્ત્રમાં આ સ્થાનને ભદિલપુર નગર તીર્થ કહ્યું છે. દસમા ભગવાનનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન, એમ ચાર કલ્યાણક અહીં થયાં છે. હાલ તીર્થ વિછેદ છે. ખેત્ર ફરસના થાય છે. ગામની પાસે નાનો પહાડ છે. તેના ઉપર દેરાસર છે તેમાં અગાઉ મૂર્તિ બીરાજમાન હતી પણ હાલમાં નથી, પથ્થર ઉપર પ્રાચીન લીપી પાલી અક્ષરથી ઘણું લખેલું છે. જણસ ભાવ મળે છે. અહીંથી પાછું ઉપર મુજબના પગરસ્તે થઈ ગયાછ આવવું. ત્યાંથી ભાઈલ ૨૪૩ રેલમાર્ગે અલાહાબાદ જવું, ત્યાંથી પગરસ્તે પસા ગાવ ( કેસંબી નગરી) જવું.
૪ પપાસા ગાંવ (કસબી નગરી). ' 'જંગલ છે, અને શાસ્ત્રમાં કોસંબી નગરી તીર્થ કહ્યું છે. અહી છઠ્ઠા ભગવાનના અવન, જન્મ, દીક્ષા અને કેવળ, એમ ચાર કલ્યાણક થયેલાં છે, હાલ તીર્થે વિચ્છેદ છે, ખેત્ર ફરસન થાય છે. જણસ કાંઈ મળતી નથી, જતાં રસ્તામાં બજાર આવે છે. ત્યાં નાના સરખા પહાડ ઉપર ડીગંબરીના મંદીર છે, અને નીચે ધર્મશાળા છે, અહીંથી અલાહાબાદ જવું,