________________
જૈન કારન્સ હેરલ્ડ.
[ ફેબ્રુઆર.. શ્રી પાંચમી જૈન શ્વેતામ્બર કાન્ફરન્સની સ્વાગત કમીટીના ચેરમેન.
નગરશેઠ. ચીમનભાઇ લાલભાઇનું ભાષણ.
मंगलाचरणम्.
अर्हन्तः शिवमंगलं विद्यतां सिद्धश्व सिद्धिंगताः । आचार्या जिनधर्मकर्मनिरता सूत्राब्धिपारंगताः || तुर्या वाचक संज्ञका मुनिवरा पंचत्रताराधकाः ।
संतुष्टा व्रतिनो भवन्तु धरणौ संघस्य शान्तिप्रदाः || १ | પ્રિય જૈન બાંધવા ! સુશીલ બહેન! અને સંભાવિત ગૃહસ્થા ! આજના માંગળિક પ્રસ`ગે આપને સર્વેને અત્ર એકઠા થયેલા જોઇ મને અતિ ઉપજે છે. અત્રેની સ્વાગતકમીટીએ મારા કરતાં વધારે લાયકાત ધરાવનારા પુરુષો આ શહેરમાં હાવા છતાં મને સ્વાગતકમીટીના પ્રમુખનું માનપ્રદ પદ સેાંપ્યું. છે, તે સારૂ તે કમીટીના સર્વ સભાસદેાના તેમજ સકળ સઘને આભાર માનુ છું. અમારી આમંત્રણપત્રિકાને માન આપી હિંદુસ્થાનમાંથી જૂદા જૂદા પ્રતિનિધિઓ જે જૈનકામના શ્રેય અર્થે વિચાર કરવા અત્રે એકઠા થયા છે, તે સર્વેને હૃદયથી અને સન્માન પૂર્વક, સ્વાગત (Reception) કમીટીના પ્રમુખ તરીકે આવકાર આપવાની ઉત્તમ ફરજ બજાવતાં મારા હૃદયમાં જે આનંદની ઉર્મિઓ ઉછળે છે, તે દર્શાવવાને પુરતા શબ્દો નથી. સકળસંઘના ચુનંદા વીરપુત્રાને આવકાર આપવાના આવા ઉત્તમ પ્રસંગ જે મને પ્રાપ્ત થયા છે, તેથી હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું, અને મારી આખી જીંદગીમાં જ્યારે જ્યારે હું આ પ્રસંગનું સ્મરણુ કરીશ, ત્યારે મારૂ હૃદય આનંદથી ઉભરાઇ જશે, કારણ કે જે ચતુર્વિધ સંઘને તીર્થંકર ભગવાન્ પણ “ નમા તિથ્થસ ” કહી નમસ્કાર કરે છે, તે સંઘની યથાશક્તિ ભક્તિ કરવા કરતાં કર્યા બીજો ધમ ( ફરજ ) ઉત્તમ હાઇ શકે ?
{
ખંધુએ ! ગઈ વખત ગુજરાતની પ્રાચીન રાજધાની પાટણ શહેરમાં આ કાન્ફરન્સ ખીરાજવાને ભાગ્યશાળી થઇ હતી, અને આ વખતે તેજ ગુજરાતની નવીન ( અર્વાચીન ) રાજધાની અમદાવાદ-રાજનગરમાં તે આમંત્રિત થઇ છે, તેપણુ
એક સારી આશાની નીશાની છે. આ કેન્સ એ પ્રાચીન અને નવીન ખન્નેના સંગમરૂપ છે. જુનામાં જે આવકારદાયક હાય તે રાખી, નવામાં જે ઈષ્ટ હાય તેનું ગ્રહણ કરી, આગળ વધવામાંજ આપણી ઉન્નતિ સમાયેલી છે. તે સૂત્ર કેન્ફરન્સના નેતાઓ અને આગેવાના પણ સ્વીકારે છે.