________________
શ્રી જૈન શ્વેતાંબર મદિરાવળી.
પ્રથમ બાગ,
આ પુસ્તકમાં ગુજરાત, કાઠીઆવાડ, કચ્છ અને મારવાડ દેશના દેરાસરોની (ઘર દેરાસર સુધાંત) હકીકત આપવામાં આવેલી છે. મુંબઈની કેન્ફરન્સ ઓફીસ તરફથી મહાન ખર્ચ કરી શરૂ કરવામાં આવેલ ડીરેકટરીનું અમૂલ્ય તેમજ પ્રથમ ફળ રૂપે આ પુસ્તક જૈન સમાજના હિત માટે બહાર પાડવામાં આવેલ છે. હિંદુ
સ્તાનમાં આવેલા આપણું પવિત્ર ક્ષેત્રની ધાત્રા કરવા જનાર જિન ભાઈઓને આ પુરતક એક સુંદર ગાઈડ (મીયા) તરીકે થઇ પડવા સંભવ છે. આ પુસ્તક રોયલ સાઈઝ ર૬૦ પાનાનું સુંદર કપડાના પુંઠાથી બંધાવેલુ છે. બહાર ગામથી મંગાવનારને વી. પી થી મોકલવામાં આવશે. મૂલ્ય ફકત રૂ. ૧-૮-૦ રાખવામાં આવેલ છે.
છપાવી પ્રગટ કરનાર ગિરગામ
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ
મુંબઈ
શ્રી જૈન ધર્મ પવેશ પોથી.
- ભાગ ૧. ભાગ ૨, ભાગ ૩, ભાગ ૪. અમારા તરફથી જૈન ધર્મની સીરીઝ બહાર પડવાની છે જેમાંની “શ્રી જેના ધર્મની પહેલી ચાપડી” એ નામનું પુસ્તક છપાઈ પ્રસિદ્ધ થઈ ગયું છે. જે પુસ્તકશાળામાં ગુજરાતી પાંચમી ચોપડી સુધી શીખેલા બાળકને વાતે તૈયાર થએલ છે, ત્યાર પછીના કલાસને વાસ્તે બીજી, ત્રીજી એ પ્રમાણે પુસ્તકે બહાર પડશે. ગુજરાતી પાંચમી ચોપડીથી ઓછા અભ્યાસવાળાં બાળકોને માટે “શ્રી જૈન ધમાં પ્રવેશ થિી” એ નામે પુસ્તકના પહેલા, બીજે, ત્રીજા અને ચોથા ભાગ છપાઈ તૈયાર થાય છે. સદરહુ પુસ્તકોમાં નાનાં બાળકોની રૂચિને અનુકુળ થાય. એવી રીતે મળાક્ષરથી માંડીને સાધારણ વાંચનનું જ્ઞાન થાય, એટલે અ. ભ્યાસ રાખવામાં આવશે. શરૂઆતથી જૈને બાળકોની અભિરૂચિ શ્રી જૈન ધર્મ તરફ વળે, અને તેને શ્રી જૈન ધર્મનો પરિચય થાય, એ આ પુસ્તકને મળ ઉદેશ છે. તેને અનુસરી બાળકની શકિત અનુસારે વાચન, અને કવિતાના પાઠ આપવામાં આવશે. વિષયને લગતાં બાળકોને પ્રિય થાય, એવાં શ્રી જૈન ધર્મ સંબંધી ચિત્રો પણ તૈયાર કરવામાં આવે છે, જેઓને શાળામાં ચલાવવા માટે, અથવા પોતાનાં બાળકોને માટે પુસ્તક જોઇએ. તેમણે નીચેને સરનામે મંગાવી લેવું.
શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રમક વર્ગ–પાલીતાણું.