________________
૧૯૦૭] * મરહૂમ શેઠ પ્રેમચંદ રાયચંદ,
[ર૦૫ દેશાવરના વેચનારાઓ ઉપર પણ પત્ર વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે. વળી અમરચંદ પી. પરમાર આ સંબંધમાં જ ખાસ પુને ગયેલા છે. તેઓએ જે સ્તુત્ય પ્રયાસ કરેલ. છે તે માટે તેઓને ખરેખર ધન્યવાદ ઘટે છે અને સર્વે જૈન ભાઈઓને આગ્રહ પૂર્વક વનતિ કરીએ છીએ કે તેઓએ ઉકત છબી વેચનારાઓને કેઈપણ રીતે ઉત્તેજન આપવું નહિ એટલું જ નહિ પણ જ્ઞાતિ યાને સંઘ દ્વારા લખાણ ચલાવી તેને વેચતા બંધ કરવા તજવીજ કરવી. સરકાર તરફથી પણ આ બાબતમાં આપણને વેગ્ય મદદ મળે છે તેથી ઘણું જ ખુશી થવા જેવું છે.
જદી જુદી બાબતમાં આવી રીતે સતત પ્રયાસ કરવામાં આવશે તેજ આપણી કોન્ફરન્સમાં થયેલા ઠરાવો અમલમાં મેલાતા જોવાને ભાગ્યશાળી થઈશું.
મરહૂમ શેઠ પ્રેમચંદ રાયચંદઈસ્ટ ઈન્ડિયા કંપનીના પ્રતિનિધિ વિલિયમ બેન્ટિક, અને બંગાળી સાધુ પુરૂષ રાજા રામમોહનરાય આર્યોદયને ગર્ભ રચતા હતા, બ્રિટીશ શહેનશાહતને વિશ્વાસ હિંદના હિતમાં હુંફતો હતો, વિચિક્ષણ અને ચાણક્ય દેશી નૃપતિએ પોતાનું ભાવિ ઉન્નત કરવાના પ્રયોગો અજમાવવાની તૈયારી કરતા હતા, ઈગ્રેજો સુડા મટી શકદેવ બની, અચ રે રામને પાઠ કરતા કરતા ચારે દિશામાં ઉડાઉડ કરતા હતા, સ્વદેશી વ્યાપારની ત્રીજોરી પારકાના હાથમાં ગઈ હતી, મુસલમાની, અને તે પછીના અમલમાં નગર અને બંદરે વિવિધ સંકટોથી તૂટતાં સાગર તીરે નવાં નગર અને બંદરો રચાતાં હતાં. કેથેરાઈનને પહેરામણીમાં મળેલ મચ્છીમારને બેટ ચોરાશી બંદરનો વાવટો ફરકાવવાની તૈયારીમાં હતો, સુરતની સુરત ઝાંખી બનતી હતી, તે વખતે “ગોકુલ સરખા ગોપી પરામાં” રાજાબાઈ નામની એક વૈિશ્ય સુંદરીએ, આપણું ચરિત્ર નાયકને પ્રસ ઈ. સ. ૧૮૩૧.
પ્રેમચંદભાઈની બાલ્યાવસ્થામાં એમના માતાપિતાની આર્થિક સ્થિતિ એટલી બધી સારી નહતી; આગ અને રેલથી પાયમાલ થએલા સુરત શહેરના બજાર અને ચાટામાં દલાલી કરી સાંજને છેડે પોતાના ગુજરાન જેટલું રાયચંદ શેઠ માંડ માંડ પેદા કરતા એટલે પ્રેમચંદભાઈ એમના પુત્ર કે ત્રિની માફક પારણામાં પિઢવાને કે “આયા”ના સંબંધમાં આવવાને ભાગ્યશાળી નહોતા થયા; ચાર પાંચ વર્ષનાં થતાં તેઓને તે વખતની
ગામઠી નિશાળમાં બેસાડયા. ખપ જેનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તેઓ કંપની સરકારની બર્ડ ઓફ એજ્યુકેશનની શાળાના જ્ઞાનનો લાભ લેવાને ભાગ્યશાળી નીવ. ડયા હતા. આ વખતે રાયચંદ શેઠે સુરત છોડી મુંબઈમાં એમના એક સગા સાથે સહિયારામાં વેપાર ધંધો શરૂ કર્યો, અને પ્રેમચંદભાઈને એક ધર્માદા નિશાળમાં ભણવા મૂક્યા. ગુજરાતી જ્ઞાન મેળવી પ્રેમચંદભાઈએ અંગ્રેજી જ્ઞાન પણ સંપાદન કર્યું. એટલામાં સુભાગ્યે રાયચંદ શેઠના ભાગિયાને પોતાના કામકાજમાં મદદ તરિકે એક અંગ્રેજી ભણેલાની જરૂર જણાઈ. આ જગાએ પ્રેમચંદભાઈની ગોઠવણ થઈ