________________
૧૯૦૭]
ધાર્મિક હિસાબ તપાસણી ખાતું. '' રાજ કુમળી વયના જાનવરોને રખડતાં નહી મુકવા બંદેબત થયેલ છતાં પણ એકાદ બે દિવસના જન્મેલાં ઘેટાં, બકરાંઓ મુકી ચાલ્યા જાય છે. તેથી એવા લઘુનયના જાનવરોની એક મોટી સંખ્યા એકત્ર થાય છે. જેને પુખ્ત ઉમરના કરી સાયલા, વીંછીઆ, બટાદ વગેરે પાંજરાપોળમાં મોકલવામાં આવે છે, પણ તે લેકે સંઘરતા નથી તેથી આ ખાતાના ખર્ચ વધી જાય છે.
ગામના પ્રમાણમાં સદરહુ પાંજરાપોળ નાની ગણવામાં આવે છે. પણ અંદર ખાતે બેહોળા વિસ્તારવાળી છે માટે ઉપજ વધારવા ગામમાં બનતા પ્રયત્ન કરવા છતાં ગામની સ્થિતિ સાધારણ હોવાથી વધી શકતી નથી. તેમજ બાહાર ગામ જઈ મદદ મેળવવા જે બાહોશ માણસ કોઈપણ જોવામાં આવતા નથી તેથી દિન પ્રત્યે આ ખાતાના અંગે દેવું વધતું જતું જોવામાં આવે છે.
પાંજરાપોળનું મકાન પથરથી સારી બાંધણીનું પણ જીર્ણ થયેલ છે. આ સ્થળમાં પાંજરપાળ રાખવાની ખાસ અગત્ય છે. માટે તેને સંગીન પાયા ઉપર લાવવા તજવીજ નહિ થાય તે તે ખાતું બંધ પડી જઈ હજાર જીવની હાનિ થવાનો સંભવ છે. માટે હિંદુસ્થાનમાં વસ્તા દરેક જૈન બંધુઓને મારી નમ્ર વિનંતી છે કે બહળી જૈન વસ્તીવાળા ગામે ની પાંજરાપોળને પુન્ય ઉપાર્જન કરવા જે મદદ કરવામાં આવે છે તેમ આવા સ્થળોની પાંજરાપોળોને મદદ કરવામાં આવે તે વિશેષ પુન્ય ઉપાર્જન કરી હજારે જેના પ્રાણ ઉગરશે. માટે દરેક જૈન બંધુએ આ ખાતાને પિત ની શક્તિ મુજબ મદદ આપશે તે થે.ડી મુદતમાં આ ખાતું સંગીન પાયા ઉપર આવી જશે.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેનું સુચના પત્ર વહીવટ કર્તા ગ્રહને આપવામાં આવેલ છે તે ઉપર તાકીદે ધ્યાન આપી યોગ્ય બંદોબસ્ત કરશે. જીલ્લા કાઠીયાવાડ મધ્યે આવેલા ગામ થાનગઢ મથેના શ્રી અજીત
નાથજી મહારાજના દેહેરાસરજીને રીપોર્ટ સદરહુ ખાતાના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા મહેતા કુંવરજી હસરાજ તથા કોઠારી જીવરાજ બેહેચર તથા શા દેવરાજ શવગણ તથા શા પોપટ ટોકરસી હસ્તકને સંવત ૧૮૫થી સંવત ૧૯૬૨ ના આશો વદ ૦)) સુધીનો હીસાબ અમે તપાસ્યું. તે જોતાં વહીવટનું નામ એકંદર ખાતે ખતવી વહીવટની તેમજ ખાવાની પુરેપુરી દેખરેખ રાખી, જેમ જેમ ખામીઓ દેખાતી જાય છે તેમ તેમ તન મનથી સુધારો કરતા જોવામાં આવે છે, તે બહુ ખુશી થવા જેવું છે.
. આ સ્થળે મુનિ મહારાજનું કોઈ કોઈ વખતે વિચરવું થાય છે, તથા જૈનશાળા નહિ હૈ વાથી ધાર્મિક જ્ઞાન ઓછું જોવામાં આવે છે પણ આ સ્થળમાં વસ્તા દરેક જૈન બંધુઓ સુતા ને ધર્મિષ્ઠ હોવાથી કોઈપણ પ્રકારની અશાતના થતી જોવામાં આવતી નથી. આવા સ્થળે ખાસ જૈનશાળા થવાની પુરેપુરી અગત્ય છે. તે ઉપર આગેવાન ગ્રહસ્થોએ તાકીદે ધ્યાન આપવું જોઇએ.
આ ખાતામાં દરેક બાબતમાં સંપ તથા બંદોબસ્ત રાખવા માટે વહીવટ કર્તા ગ્રસ્થાને તેમજ સંઘ સમસ્તને ધન્યવાદ ઘટે છે.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણ તેનું સુચના પત્ર વહીવટ કર્તા ગૃહસ્થોને આપવામાં આવ્યું છે તે ઉપર વહીવટ કર્તા ગૃહસ્થ તાકીદે ધ્યાન આપી એગ્ય સુધારો કરશે એવી સંપૂર્ણ આશા છે.