________________
૩૫૮ ]. જૈન કોન્ફરન્સ હેર,
[ ડિસેમ્બર વખત સ્થપાવાની હીલચાલ ચાલે છે તેમ સાંભળ્યા છતાં, હજુ સુધી નમુનેદાર વેતામ્બર જૈન બેડીંગ મુંબઈ જેવા મોટા શહેરમાં સ્થપાયેલું જેવાને આપણે ભાગ્યશાળી થઈ શક્યા નથી. બેડીંગ એક ભાડાની ચાલ જેવી જ હેવી જોઈએ. અઠવાડીઆમાં ત્રણથી ચાર કલાક બલ્ક તેથી પણ વિશેષ ધાર્મિક કેળવણીના અભ્યાસ માટેની તેમાં ભેજના થવી જોઈએ. શારીરિક કેળવણી પ્રાપ્ત થઈ શકે તે માટે કસરતશાળા હોવી જોઈએ, તેમજ બેડીંગને અંગે એક લાઈબ્રેરી તથા રીડીંગરૂમ પણ હોવી જોઈએ. તારદેવ ઉપર આવેલ દિગમ્બર જૈન બોડીંગ આ સર્વ સગવડ પુરી પાડે છે ત્યારે કવેતામ્બર જૈન બડગ આમાંની એકપણ સગવડ થયેલી જોતાનથી તે આપણને શરમાવનારૂં જ ગણવું જોઈએ. * પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ, જે શાળા ખાનગી ગૃહસ્થ તરપૂથી સ્થપાયેલ હોય તે ધાર્મિક શિક્ષણને અભ્યાસક્રમમાં દાખલ કર્યાથી ધર્મ સંબંધી જ્ઞાન મેળવી શકશે અને સરકારી હોય તે, તેઓને જૈન શાળામાં શિક્ષણ લેવાની જરૂર પડશે.
હાઈસ્કૂલ અને કેલેજમાં અભ્યાસ કરનારા બેડીંગમાં અપાતી ધાર્મિક કેળવણીને લાભ લઈ શકશે પરંતુ અન્ય જૈન ભાઈઓ પણ ધર્મનું જ્ઞાન મેળવી શકે તેવી રીતને પ્રયાસ થવાની જરૂર છે. આ વગ સાધુ મહારાજાઓના ઉપદેશ દ્વારાએ લાભ લઈ શકે તે ઉપરાંત સગવડ પડે તે વખતે સામાયક કરીને ધર્મ શાસ્ત્રનો અભ્યાસ કરી શકે તે હેતુ લક્ષમાં રાખી જૈન સાહિત્યનાં પુસ્તકો છપાવી સસ્તી કીમતે વેચાતા કરવાની જરૂર છે. સદ્ભાગ્યે જૈન સાહિત્યને મુંબઈ, કલકતા તથા મદ્રાસ યુનીવર્સીટીમાં દાખલ કરવામાં આવે છે તેને લાભ લઈ શ્રીમાન જેનેએ અને સાહિત્યના શેખીન યુવાન ગ્રેજ્યુએટેએ પિતાની ફરજ બજવવા સત્વર જાગૃત થવાની જરૂર છે. હાલના સમયને અનુકૂળ-પાશ્ચિમત્ય, સર્વને ઉપયોગી થઈ પડે તેવી પદ્ધતિથી મૂળ ગ્રંથે અને તેની ટીકા નેટ્સ સાથે પ્રગટ કરાવવા માટે સારી એવી રકમ ઈનામ તરીકે આપવાનું જાહેર કરવું જોઈએ અને પ્રકટ થયેલાં પુસ્તકો જુજ કીમતે મળી શકે તેવા પ્રકારની ગોઠવણ થવી જોઈએ. આમાં આપણે જુદે જુદે ઠેકાણે અનામત પડેલા જ્ઞાન ખાતાના હજારો રૂપીઆને ઘણી જ સારી રીતે ઉપગ કરી શકીએ.
આ પ્રસંગે એક સૂચના કરવાની જરૂર જણાય છે, અને તે એજ કે વેટરીનરી કોલેજમાં અભ્યાસ કરવા ઈચ્છા રાખનારા જૈન યુવકને સ્કોલરશિપ આપી તેની તર ખેંચવાની જરૂર છે. તેથી તેઓ કમાણીનું સાધન પ્રાપ્ત કરી પિતાની જીંદગી સુખેથી ગાળી શકશે અને જુદે જુદે ઠેકાણે ચાલતી પાંજરાપોળામાં વેટરીનરી ડોકટરોની જે ખામી છે અને જેથી કરીને હેરેની આવક જેટલું જ મરણનું પ્રમાણ થવા જાય છે તેને આપણે દુર કરી શકીશું.
વેતાંબર જૈન કોન્ફરંસના ફંડ પિકી કેળવણીનું ફંડ તદન ખલાસ થઈ ગયું છે તેને વિચાર કરી, શ્રીમાન ગૃહસ્થ આ અતિ ઉપયેગી ફંડને પુષ્ટ બનાવવા બનતા પ્રયાસ કરશે એવી ઈચ્છા ફરીથી પ્રદશિત કરી આ લેખ સમાપ્ત કરૂ છું.