________________
જન કન્ફરન્સ. હેર, . “
[ડીસેમ્બર દેશના ઇતિહાસને ઘણે ભાગ આપણને સમજાય એમ છે એમાં અણહીલપુર વસાવ્યું, ત્યારથી કુમારપાળના રાજ્યના અંત સુધી પૃથ્વીનું રક્ષણ કરવામાં અગ્રેસર ગણાતા નામાંક્તિ છત્રીશ ક્ષત્રિય કુલે પૈકી, ચાવડાદિ કુલેની, સંક્ષિપ્ત માહિતી આપેલી છે. સિદ્ધરાજ જયસિંહને બંગાળામાં આવેલા મહત્સવપુર (મહાબકપુર)ના રાજા મદનવર્મા સાથે મેળાપ થવાનું આ પ્રબંધમાં જોવામાં આવે છે. જે બના (General (ghan ) જનરલ કનીંગહામના હિંદુસ્થાનના પ્રાચીન ભૂગળમાંની હકીકત (Archeologicel, Her . . ને પુષ્ટિ આપે છે. વળી જુદા જુદા દેશના રાજાઓની સાથે યુદ્ધ કરી, દેશ સર કરવા, વિદ્યા કળા કૌશલ્યાદિને ઉત્તેજન આપવું, નીતિ અને દયા ધમને પ્રકાશ કરી હિંસાદિ દુષ્ટ કાર્યો બંધ પાડવાં, શ્રી સોમેશ્વરને શ્રી શત્રુંજયાદિ તીર્થોના જીર્ણોદ્ધાર કરવા, અને શ્રાવકનાં બાર ગ્રા લેવાં, ઈત્યાદિ નાના પ્રકારના વિષેનું મરમ વિવેચન આ ગ્રંથમાં આપેલું છે; એટલું જ નહિ પણ તે કાળમાં વિદ્યા-કળા કેટલી ઉજવળ સ્થિતિને પામેલી હતી, અને રાજ્ય વૈભવાદિ દેશ સ્થિતિ કેવા પ્રકારની હતી, ઈત્યાદિ બાબતનું આ પ્રબંધ ઉપરથી સહજ જ્ઞાન થાય છે. વધારે શું? પણ તે સમયની રાજકીય, ધાર્મિક અને સામાજીક સ્થિતિનું આ પ્રબંધ , એક ઉત્તમ ચિત્ર છે. અને તે વાંચતાં આપણે જાણે તેજ ભાગ્યશાળી સમયમાં છીએ કે શું, એવો ભાસ થવા જાય છે. આ ગ્રંથના વીશ વિભાગ છે. અને બધા ભાગ ઈતિહાસના પરમ સાધન રૂપ છે. વર્તમાન શેલીએ ઇતિહાસ ચરિત્ર લખવાને પૂર્વે આ દેશમાં પ્રચાર નહોતે, છતાં પ્રસિદ્ધ પુરૂષનાં ચરિત્ર કાવ્ય રૂપે લખવાં, તેમના પ્રબંધે જવા, અથવા એમના રાસ રચવા. એ રીતને થોડે ઝાઝે અશે, કોઈ અવલંખ્યા હોય તે તે જૈન સાધુઓ જ હતા. અને સાહિત્યનું મુખ્ય અંગ જે ઇતિહાસ તેનું રક્ષણ કરવાને દા કરનારામાં એની ગણના થવી એગ્ય છે. તેઓએ સંગ્રહી, રચી રાખેલા લેખે હાલમાં આપણને આપણા દેશને ઈતિહાસ રચવામાં આધારભૂત થયેલા છે. મી. ફાર્બસે રાસમાળા રચી ઇતિહાસ પ્રતિ જે પ્રકાશ પાડે છે તે એ રાસ આદિને લઈને. આમ જૈન સાહિત્ય ગુજરાતી સાહિત્યને મોટો અવર્ણભ આપ્યાનું આથી પ્રતીત થાય એમ છે. Prof. Tawney લખે છે કે, “ The testimony of Jain Sadhus is often ca nfirmed by inscriptions and other evidence of a trustworthy kind.” જૈન સાધુઓની શાખ શિલાલેખ અને બીજા વિશ્વાસ રાખવા લાયક પુરાવાથી પુરવાર થાય છે. સાહિત્યનાં અંગ શબ્દ પાંડિત્ય, સંગીત, નાદ એ આદિના છેડા નમુના રૂપ દાખલા પ્રબંધમાંથી આપણે ટાંકીએ તો પ્રસ્તુત ગણાશે.
એક દિવસ કુમારપાળ રાજા સભામાં બેઠેલા હતા. તેવામાં એક પંડિત - બે કે “પર્જન્યની પેઠે રાજા સર્વ ભૂતોને આધાર છે. પર્જન્ય શબ્દ પાંડિત્ય વગર કદાચિત રહેવાય ” એ સાંભળી કુમારપાળ બે, “અહે !
રાજાને મેઘની ઉપામ્યા!” આ વાકયમાં રાજાએ સર્વ વ્યાકરણ