________________
હ૭૭] ર૩ મી નેશનલ કેનસ અને જૈન. [૩૧૯ દુર્લક્ષ કરવાના જે ગુનાહ કર્યા છે, તેથી તેઓને પિતાને, તેમજ આખા દેશને મોટું નુકશાન થયું છે. “અહિંસા પરમો ધર્મ” ને સિદ્ધાંત એટલે જનાવર કે પ્રાણીઓ બચાવવામાં ઉપયોગી છે, તેના કરતાં મનુષ્ય પ્રાણીને બચાવવામાં તે વધુ ઉપયોગી છે. દેશના દુખે પીડાતા કરેડો માણસને બચાવવા, તેમની જીંદગી સુખી કરવાના રસ્તા શોધવા, તેઓ પરના મોટા કરે ઓછા કરાવવા, તેઓ પર પડતા જૂલ નિર્મૂળ કરવા, તેઓને ખાવાને પુરતું અનાજ મળે એવી ગોઠવણ કરાવવી, વિગેરે બાબતે અહિંસા પર ધર્મના સિદ્ધાંતને જેમ મોટા ટેકારૂપ છે, તેમ તે રાજ્યદ્વારી બાબતે સાથે સંબંધ ધરાવે છે, અને તેથી તે જાણવાની અગત્ય ઘણી જ મોટી છે. એનાજ ઉપર તમારી આબરૂ, ધન, ગાડી, ઘેડા. મંદિરે, ધર્મ, માતા, પત્ની ને દેશના બચાવને આધાર છે, અને તે જાણવાની અગત્ય છે.
અમે ઇચ્છીએ છીએ કે જેને કેમમાં એવા અનેક રાજ્યદ્વારી નો જન્મ પામે, અને પોતાના દેશ બંધુઓના દુખે દુર કરવામાં દેવરૂપ થાઓ.
રાષ્ટ્રિય કેસના ઇતીહાસમાં પહેલીવાર આવતા ડીસેમ્બર માસમાં પિતે નક્કી કરેલા સ્થાન કરતાં અવરસ્થાને-રેન શ્રીમતથી ભરપુર સૂર્યપુર નગરમાં તે મળશે. નાગપુરમાં નરમ વિચારના અને આકળા વિચારના રાજ્ય દ્વારીઓની માહમાહેની ફાટપુટના સબબે નાગપુર ખાતે કેન્સેસ ભરવાનું માંડી વળાયું છે, અને સુરતે પૂર ઉત્સાહથી તેનું કામ ઉપાડી લીધું છે. અમે એ માટે સુરતના જૈન ઝવેરીને તેમજ બીજા દેશહિતૈષી નરેને ધન્યવાદ આપી ઈચ્છીએ છીએ કે જૈન યુવાને તેમજ આગેવાને પણ પિતાના એક બંધુએ ઉપાડેલા આ મહાભારત કામમાં મદદ આપવા પૂર ઉત્સાહથી બહાર પડે. જેન વકીલે, જેન ગ્રેજ્યએટે, અને જેન શાળાઓએ, પિતામાંથી મેટી સંખ્યામાં વક્તાઓ, વોલેન્ટીયરે, અને કાર્યદક્ષ માણસો બહાર પાડી, દેશબંધુઓના કામમાં મદદ આપવાની જરૂર છે, અને તેમ થશે તે જે નવી રાજ્યદ્વારી જાગૃતિ દેશના ચારે તરફ ફેલાઈ છે, તેમાંથી પાછળ રહી જવાની બીક જેન કેમને માથેથી દુર થશે. ' 1 સુરતના આગેવાનેના હાથમાં કોન્ટેસની તૈયારી માટે ઘણોજ થોડો વખત છે. તે વખતે તેઓને કેન્ચેસની ફતેહ માટે જે મહા મહેનત કરવી પડશે તે અમારી નજર બહાર નથી, અને તે માટે અમે તે આગેવાનોને ખાત્રી આપીએ છીએ કે જૈન કેમ પણ એ મહેનત અને મુસીબતમાં પિતાને હિસ્સો લેવા તૈયાર છે. સુરત નિવાસી જેને અમે આગ્રહપૂર્વક અરજ કરીએ છઈએ કે તેઓએ તનથી બને તે તનથી, ધનથી બને તે ધનથી, મનથી બને તે મનથી, જે રીતે બને તે રીતે દરેક મદદ કેસને આપવી, અને જેને પણ દેશ સેવામાં પાછળ પડતા નથી એ સાબિત કરવું.