________________
૩૭૬ ] જૈન કેન્ફરન્સ હેડ.
[ ડિસેંબર - મુંબઈ યુનીવર્સીટીના રજીસ્ટ્રાર તરફથી જૈન ગ્રેજ્યુએટસ એસોસીએશનના સેક્રેટરી પર આવેલા પત્રનું ભાષાંતર
નં. ૨૧૨૦ સને ૧૯૦૭–૮
મુંબઈ ૧૦ અકબર ૧૯૦૭ જૈન ગ્રેજ્યુએટસ એસોસીએશનના સેક્રેટરી ગ્ય,
શ્રી મુંબઈ સાહેબ,
આ યુનીવર્સીટીના સંસ્કૃત અભ્યાસક્રમમાં જિનસાહિત્ય દાખલ કરવા સંબંધી તા. ૪થી જુલાઈના તમારા પત્ર સંબંધે મારે તમને જણાવવાનું કે સીન્ડીકેટે બી. એ. અને એમ. એ.ની પરીક્ષામાં સને ૧૯૧૦ થી ૧૯૧૪ સુધી પાંચ વર્ષ માટેના ઐચ્છિક અભ્યાસક્રમ માટે નીચે પ્રમાણેના પુસ્તકેની ભલામણ કરવાને ઠરાવ કર્યો છે:
બી. એ. (ઐચ્છિક સંસ્કૃત) - ૧ મલ્લિસેન કૃત સ્વાવાદ્ મંજરી ૨ જીનદત્ત કૃત વિવેક વિલાસ
એમ, એ. ૭ જૈન તત્વજ્ઞાન.
અ. કુંદકુંદાચાર્યકૃત પ્રવચનસાર, અમૃતચંદ્રસૂરિની ટીકા સહિત. બ. સર્વાર્થસિધ્ધિ નામે ટીકસહિત ઉમાસ્વાતિકૃત તત્વાધિગમસૂત્ર.. ક. વિદ્યાનંદિ કૃત અષ્ટસહસ્ત્રી,
(સહી) પરદુનજી મરજી દસ્તુર
યુનીવર્સીટી રજીસ્ટ્રાર
શેઠ ગોકળભાઈ મળચ દેના દેહોત્સર્ગ
- તેઓ વિશનગરના વતની હતા. જાત મહેનતથી જ તેમણે ધન પેદા કર્યું હતું. બનારસ પાઠશાળાના મકાન માટે અને બીજી રીતે તે સંસ્થાને તેમણે સારી મદદ કરી છે. તેમણે મુંબઈમાં જૈન બોડિંગ માટે એક મકાન ભાડે લઈ ગોઠવણ કરી છે, અને રૂ. ૭૫૦૦૦) આપવા કબૂલ કર્યું છે, જે વચન પાળવાનું તેમના પુત્રને માથે આવ્યું છે. તેમના બે સગાઓને મોટી રકમનો વારસો તેમને મળેલો, જે તેમણે પિતાના ઉપગમાં નહિ લેતાં, જાહેર સખાવતેમાં વાપરવાને વિચાર પ્રદશિત કર્યાનું જણાયું છે. તેઓ સાહેબ અત્રેની કેન્ફરન્સ ઓફીસના અંગની સલાહકારક કમીટીના મેમ્બર હતા અને કેન્યુરન્સના તેમજ જેન કોમના હિતના કાર્યમાં આગળ પડતો ભાગ લેતા હતા. તેમના દેહોત્સર્ગથી મુંબઈની જેન કામમાં એક આગેવાન ગ્રહસ્થની ખામી પડી છે. તેમના પુત્ર તેમની જેવાજ કેમનું હિત કરનારા અને ઉદાર નીવડે એવી આશા છે.