Book Title: Jain Shwetambar Conference Herald 1907 Book 03
Author(s): Gulabchand Dhadda
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 424
________________ ૭૭૮] - જૈન કેન્ફરન્સ હેરડ, [ડીસેમ્બર આ વહીવટમાં કેટલાક સુધારો કરવા જેવું છે, તેનું સુચનાપત્ર ભરી આપવામાં આવ્યું છે. માટે આશા છે કે વહીવટ કર્તા ગૃહરથ તે ઉપર તાકીદે ધ્યાન આપી યોગ્ય સુધારો કરશે. જલે ખેડા તાબે કપડવંજ મધ્યે આવેલી શ્રી પાંજરાપોળને રીપેટ. સંદરહુ પાંજરાપોળના વહીવટ કર્તા શેઠ મીઠાભાઈ ગુલાબચંદની પેઢીના હસ્તકને સંવત ૧૮ર ની સાલ સુધીનો હિસાબ અમોએ આશ પડતો ઉતાર્યો છે. કારણ સદરહુ હિસાબ સંવત ૧૮૫૭ ની સાલથી તૈયાર નથી, અને તે પાર થતાં ઝાઝે વખત લાગે તેમ હોવાથી, હાલ તરત આશરા પડને ઉતારી લઈ ચેકસ તપાસવાનું હિસાબ તૈયાર થયાથી કરી તપાસણી ઉપર રાખ્યું છે. ઉપરની પાંજરાપોળ શેઠ મીઠાભાઈ ગુલાબચંદે તેિજ બધાવેલ છે. અને તેને વહીવટ તેમના નામની પેઠી થી કરવામાં આવે છે. આ પાંજરાપોળમાં કેટલાક સુધારો કરવા જેવો છે. તેનું સુચનાપત્ર ભરી આપવામાં આવ્યું છે. માટે આશા છે કે વહીવટ કર્તા ગૃહસ્થ તે ઉપર તાકીદે ધ્યાન આપી યોગ્ય સુધારે કરશે. જલે ખેડા તાબે ગામ કપડવંજ મધ્યે આવેલી શ્રી શેઠ મીઠાભાઈ કલ્યાણજી ની ઉ સંધની પેઢીને વહીવટને લગતે રીપેટ. સદરહુ પેઢીના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શેઠ જમનાદાસ કરમચંદ તથા શેઠ જમ નાદાસ ખુશાલદાસ તથા શેઠ બાલાભાઈ દલસુખભાઈ તથા શેઠ વાડીલાલ દેવચંદ તથા શેઠ પ્રેમચંદ રતનજીના હસ્તકને સંવત ૧૮૬૨ ની સાલને હિસાબ અમેએ તપાસ્યા છે. (કારણ આ પેઢી તેજ સાલથી, નવી સ્થાપવામાં આવી છે.) નામું ચેખું રાખી રીતે સર રાખવામાં આવ્યું છે. પેઢીમાં જે જે સંસ્થાના નામથી નાણું ભરવામાં આવે છે, તે નાણું તે સંસ્થાના વહીવટ કર્તા ગૃહસ્થોથી માગણી પ્રમાણે તરત આપી દેવામાં આવે છે, તેમ છતાં ગામ મધ્યેની ધામિક સંસ્થાને વહીવટ પેઢી મારફતે લાવવામાં આવતું નથી તેમજ જુદી જુદી સંસ્થાઓના વહીવટ કર્તા ગૃહ પેઢીમાં સામેલ થતા નથી, તે બહુજ દીલગીર થવા જેવું છે. આશા રાખીએ છીએ જે આ રીપોર્ટ તથા આપેલા સુચનાપત્ર ઉપર ધ્યાન આપી દરેક વહીવટ કર્તા ગૃહસ્થ પેઢીમાં સામેલ થઈ, દરેક વહીવટ પેઢી મારફતે જેનશૈલી પ્રમાણે ચલાવવામાં આવશે શેઠ બાલાભાઈ દલસુખભાઈએ પોતાના હસ્તકનો શ્રી અજીતનાથજી મહારાજના દેહેરા સરજીને, વહીવટ પેઢીમાં છે, તેથી પેઢીમાં પતે પુરતી દેખરેખ રાખે છે તેથી તેમને પુરેપુરે ધન્યવાદ ઘટે છે. પેઢીના વહીવટના સંબંધમાં કેટલાક સુધારો કરવા જેવો છે, તેનું સુચનાપત્ર ભરી આપવામાં આવ્યું છે માટે આશા છે કે વહીવટ કર્તા ગૃહસ્થો, તે પર બાન આપી તાકીદે મેગ્ય સુધારે કશે.

Loading...

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428