________________
૩૮૦] જેન કેન્ફરન્સ હેરલ્ડ
[ ડીસેમ્બર આ ગામમાં આ ખાતાને વિવા ઉપર મોટે ભાગે જોવામાં આવે છે. તે તથા ભેટની રકમ આવે તે જૈન દેરાવાસી તથા સ્થાનકવાસી તથા વિષ્ણવ તથા સ્વામીનારાયણ જેઓના હસ્તક આવે તેઓ પોતાના ખાતામાં લઈ જાય છે તથા મકાનો પણ જૈન સ્થાનક્વાસીની મોટા પ્રમાણમાં વસ્તી હોઈ દબાવી પડેલા જોવામાં આવે છે. માટે જ આ ખાતાને ઉપજ કરતાં, ખર્ચ વિશેષ જોયામાં આવે છે.
સદરહુ ખાતાની, થોડી મુદત થયાં પ્રથમના વહીવટ કર્તા વોહરા હરજીવન લાલચંદ પાસેથી વહીવટ લઈ, બાર ગૃહસ્થોની કમીટી નીમી, તેને હાથ તળે એક મુનીમ રાખી વહીવટ ચલાવે શરૂ કરેલ છે, તે પણ આ ખાતાની કોઈપણ ગૃહસ્થ દેખરેખ રાખતે હેય, તેવું જોવામાં આવતું નથી, માટે આ ખાતું દિન પ્રતિ વધારે નબળી સ્થિતિમાં આવી જવા સંભવ છે. - આ ખાતું તપાસીને જે ખામીઓ દેખાણું તેનું સુચનાપત્ર મહાજન સમસતના આગેવાન ગૃહસ્થને આપેલ છે.
છલ્લે ખેડા તાબે ગામ માતરના શ્રી સાચાવ ઉર્ફ સુમતિનાથજી માં : રાજના દેરાસરજી ના વહીવટને લગતો રીપોર્ટ. - સદરહુ દહેરાસરજીના વહીવટ કર્તા છે. આણંદજી કલ્યાણજી તરફથી આદધ સુરચંદના હસ્તકને સંવત ૧૯૫૯-૬૦-૬૧-૬૨ ની સાલને હિસાબ અમોએ જોતાં સદરહુ વહીવટ કર્તાના હસ્તકમાં વહીવટ આવ્યો ત્યાર પહેલાં દહેરાસરજીમાં મહા જુજ મીલકત હતી પણ હાલના વહીવટ કર્તાએ પિતાના કીમતી વખતને ભેગ આપી ખા સારી સ્થિતિમાં લાવી મુક્યું છે તેથી તેમને પુરેપુર ધન્યવાદ ઘટે છે. મજકુર વહીવટ તો છે વૃદ્ધ તથા દુરના રહીશ હોવાથી દહેરાસરજીમાં અશાતના થઈ નામાની સ્થિતિ એકદમ બગડી ગઈ છે. તે સુધારવા માટે હમારે ઘણાએક વખત રોકાવું પડયું તે તપાસ કરતાં ત્રીજોરી ખાને રૂ. ૩૪૦૦) ની મેટી રકમ લેણું પડી પણ તેટલા રૂપીઆ ત્રીજોરીમાં નહીં હોવાથી વહીવટ કતને પુછતાં તેમણે રૂા૩૨૦૦) ની રકમ વટાવેખાતે લખવાની બતાવી તે જોતાં ખયોગ્ય હોય તેમ લાગે છે. આ સિવાય ગંભારાની પેટી (નાની ત્રીજેરી) માં પણ રૂા. ૧૨૫ ઉપરાંતની રકમ ઘટે છે તે સંબંધી પુછતાં વહીવટ કર્તાએ જણાવ્યું છે તે પેઢીને વહીવટ ના -વાણીઆ શાક ચુનીલાલ ભિખાભાઈ કરે છે. તે ગામના વહીવટ કર્તાને પુછતાં હજુ અને તેનેસંતોષકારક ખુલાસે મળ્યો નથી માટે અમે આ બાબત ઉપર લાગતાવળગતાઓનું ધ્યાનખેંચીએ છીએ કે ઉપરના ગંભારની પેટીની રકમ જેને અંગે લાગે તેની પાસેથી વસુલ કરવી. આ વહીવટના સંબંધમાં કેટલાક સુધારો કરવા જેવો છે તેનું સુચનાપત્ર ભરી આપવામાં આવ્યું છે માટે આશા છે કે વહીવટ કર્તા ગૃહસ્થ તે ઉપર ધ્યાન આપી યોગ્ય સુધારે તાકીદે કરશે.
ચુનીલાલ નાનચંદ,
. એ. જે. કે.
.