Book Title: Jain Shwetambar Conference Herald 1907 Book 03
Author(s): Gulabchand Dhadda
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 412
________________ a] જૈન કોન્ફરન્સ હિસ્ટડા [ડીસેમ્બર - બીજે ગ્રંથ આપણે બુદ્ધિસાગર લઈએ. એ પણ ઈતિહાસ પરત્વે કાંઈક નવું અજવાળું નાખે છે, પણ એના ગર્ભમાંથી આપણને ૨. બુદ્ધિસાગર. વિશેષ કાંઈ જુદું શીખવાનું મળે છે. એ ગ્રંથ માળવાના " હાકેમના ટ્રેઝરર, એની સંગ્રામસિંહ, શુદ્ધ સરળ સંસ્કૃતમાં વિક્રમ સંવત્ ૧૫૦ માં લખેલ છે. તેનું ગુજરાતીમાં ભાષાંતર મહું પ્રોફેસર મણિભાઈએ કરેલ છે. ગ્રંથનું નામ, “બુદ્ધિસાગર એટલે બુદ્ધિને સાગરે એવું છે. ધર્મ, અર્થ, કામ અને મેક્ષ, એ ચાર પ્રસિદ્ધ પુરૂષાર્થને અનુસરી તેણે ધર્મ, નય (રાજપ્રકરણ), વ્યવહાર, અને પ્રકીર્ણ (પરચુરણ) એવા ચાર ભાગ બાંધ્યા છે. ગ્રંથને ઉદ્દેશ એવો છે કે, ટુંકામાં પણ શાસ્ત્રને બરાબર અનુસરીને, સર્વ બાબત ઉપર (ધર્મ, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ સંકેચ} ગૃહસ્થ, બ્રહ્મચારી, યતિ, ઇંદ્રિયનિગ્રહ, ગુરૂ-ઉપાસક, માતાપિતા, રાજારાણી, મત્રી, અધિકારી, પ્રજાસેવક, સર્વોપદેશ, વાહન–અશ્વ-હાથી પરીક્ષા, હાથી લક્ષણ, સ્ત્રી, સામુદ્રિક, વૈદક, નિમિત્ત, શકુન, જાતિ, રત્નપરીક્ષા, હઠયોગ, રાજગ, લિય, વૈરાગ્ય, મોક્ષ, ઈત્યાદિ છેડી ડી સમજુત આપવી. કે જેથી વાંચનાર સારે સભ્ય ગૃહસ્થ થાય. અને અંતે પરમપુરૂષાર્થ-મોક્ષ પામવા ગ્ય થાય, સંગ્રામસિંહ જેન ધમી છે, તથાપિ તેણે ધર્મ સંબધે પણ જે ઉપદેશ કર્યો. આ છે, તે સર્વ ધર્મના અનુયાયીને પસંદ પડવા એગ્ય છે. ખરા જૈન લેખકેની ખુબી. એ છે. તેઓના લેખો પ્રાયઃ સાર્વજનિક હોય છે. જેને ચારિત્ર કહે છે, તે બંધાવા મનુષ્યનું હૃદય અતિ વિસ્તારવાળું, અને શુદ્ધ થવું જોઈએ, તેને સત્યનિષ્ઠા, અને પ્રમાણિક બુદ્ધિ, તથા વિસ્તીર્ણ પ્રેમભાવ એટલાનું પરિશીલન જોઈએ. તે પછી વ્યવહાર એગ્ય આચાર વિચાર કળા જાણવા જેઈએ. અને સર્વને દીપાવનાર એવા ધર્મ માર્ગમાં તેની શ્રદ્ધા મૂળથી દ્રઢ જોઈએ. આવી સર્વ વાતનું જ્ઞાન સહજમાં, ટુંકામાં, અને શુદ્ધ રીતે થાય, તે માટે પ્રાચીન સમયમાં આવા ટુંકા ટૂંકા ગ્રંથે બાળકના હાથમાં મુકવામાં આવતા કે જેથી તેમને ઉપદેશ મળવા ઉપરાંત તેમાંના સરળ કાવ્ય, સહજ તેમને મેઢ રહી નિરંતર યાદ આવી, તે ઉપદેશને વિસરવા પણું ન દે. પ્રાંતિક કોન્ફરન્સ. મારવાડ દેશના ગેલવાડ પ્રાંતમાં પ્રાંતિક કેન્ફરન્સ માગસર વદ ૭-૮-૯ ના દીવસે ભરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428