________________
કચ્છ જૈન સાહિત્યને જરાતી સ્વાહિત્યમાં ફાળે. [૩
વાઘ અને નૃત્ય એ ત્રણે નાદાને આધીન છે. ચક્રવત્તિના નવ નિધિઓમાં શંખ નામને જે નવ નિધિ છે તેમાંજ નાટક સહિત, વાદ્ય અને ગીત પ્રકટ થાય છે. લેકર નમતમાં બણ પ્રકારના સ્વની ઉત્પત્તિ એ રીતે વર્ણવેલી છે. લેકમાં તે સંગીતાદિની ઉત્પત્તિ મહાદેવ થકી માનેલી છે. નીતિશાસ્ત્રમાં લખે છે કે સૂડાદિ બંધના કમની રીતિમાં નિપુણ વાગતાલમાં વિચક્ષણ અને શૃંગારાદિ રસ તથા ગીતમાં વિશેષ જાણનાર જે ભૂપ હેય તેજ સભાને આભૂષણ ભૂત થાય.
સરિના મુખથી એ પ્રમાણે નાદનું સ્વરૂપ સાંભળી પ્રસન્ન થએલા રાજાએ અનાહત નાદ ફરીને અનાહત નાદનું સ્વરૂપ પૂછ્યું. ત્યારે સૂરિએ કહ્યું કે,
સ્વરૂપ. “જે બ્રાસ્થાન અને બ્રધ્રાગ્રંથિ કહેવાય છે તેના મધ્ય ભાગમાં પ્રાણ રહે છે; પ્રાણ અગ્નિમાંથી ઉત્પન્ન થાય છે અને અગ્નિ તથા વાયુના સંગથી અનાહત નાદ પેદા થાય છે. તે તાદ નિ બિંદુને ભેદ કરનાર કહેવાય છે. જે ઘંટનાદ છેવટના ભાગમાં ધીમે પડતાં મધુર લાગે છે તે અનાહત નાદ પણ મધુર જાણવો. તે નાદ સર્વ દેહમાં વ્યાપક છે અને નાસિકામાં રહેલ છે. તે સર્વ ભૂતને પ્રત્યક્ષ દેખાય છે પણ ઓળખ્યામાં આવતું નથી. ' જ્યાં સુધી ભેગીનું મન અનાહત નાદમાં લીન નથી થયું ત્યાં સુધી તેની ઇન્દ્રિયના વિષય અને ક્રોધાદિક કષાયની સ્થિતિ છે. એ વિષે યોગીનું વાકય છે કે, “પુરૂષના મસ્તકરૂપી તુંબડા અને શરીરમાંની કુંડળણ નાડી નામની વેણુમાંથી જે અનાહત નાદ નીકળે તેનું મેગી પુરૂ ધ્યાન ધરે છે. ગાયનાના વિષયમાં પણ સૂરિનું એવું અદ્ભુત જ્ઞાન જોઈ રાજા તેમને સર્વ કળાના પારગામી માનવા લાગ્યો. '
આમ શબ્દ પાંડિત્ય, સંગીત, નાદ, અનાહત નાદ આદિઅંગે જેન સાહિત્યમાં ઘણું વર્ણવેલ છે, તેના નમુના રૂપે પ્રસ્તુત ગ્રંથમાંથી આ લીધું છે. નાટય કળાની ઉત્પત્તિ માટે જૈન ગ્રંથમાં એમ જોવામાં આવે છે, કે શ્રી
રૂષભદેવના પુત્ર ભરત રાજાને આયનામહેલમાં કેવળજ્ઞાન થયું, નાટયની ઉત્પત્તિ. તેનું નાટક આષાઢભૂતિએ એવું તાદશ તન્મયપણે ભજવ્યું કે
આષાઢભૂતિ આદિ બધાં નાટકપાત્ર ભરત આદિની દશા પામ્યાં, અર્થાત્ બધાં સંયમવાન થઈ કેવલ્ય પામ્યાં. અસલ નાયકની તાદશ પ્રતિકુતિ રૂપ, અસલ વસ્તુનું તાદશ પ્રતિબિંબ એમાં દાખવ્યું. આવા તાદશ નાટકની ઉત્પત્તિ આષાઢભૂતિથી થયાનું જણાય છે. સંસાર-ભવરૂપી મેટું નાટક છે, એમ પરમાર્થ બંધનાર કલ્પિતપાત્ર રૂ૫ ઉચ્ચપ્રતિને શ્રાવ્ય નાટકમાં “સમયસાર,” “ઉપમિતિભવપ્રપંચ,” “મધ ચિંતામણી” “મેહવિવેક,” આદિ અનુપમ નાટકો છે.