Book Title: Jain Shwetambar Conference Herald 1907 Book 03
Author(s): Gulabchand Dhadda
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 406
________________ ૩૬૦ ] જૈન કન્ય ન્સ હેરલ્ડ [ ડીસેમ્બર પૂર્વનું બ્રાહ્મણ અને જૈન ધર્મનું વૈરવિરોધ બતાવનારું વાક્ય અર્થશઃ દૂર થતું દેખીએ છીએ, અનુભવીએ છીએ, બધા અરસ્પરસ ભાવે ભેટીએ છીએ, મળીએ છીએ, હળીએ છીએ, એ શું ઓછો આનંદ છે? પ્રભુ આપણું એકય સાંધે ! એજ્યમાં આપણી કૃતાર્થતા છે. જૈન સાહિત્ય ગુજરાતિ સાહિત્ય સાથે ઐકય જ સાંધે છે જે આપને આગળ પ્રતીત થશે. બંધુઓ, હું મારા વિષય શરૂ કરૂં તે પ્રથમ, આપણા સાક્ષરે જૈન સાહિત્ય અંગે શું કહે છે, તે જણાવીશ. ગઈ કાલેજ આપણું નામવર વિદ્વાન પ્રમુખ સાહેબે જૈન ગ્રંથકારેએ ગુજરાતી સાહિત્યને જબરે આધાર આપ્યાનું પિતાના વિદ્વતા ભર્યા ભાષણમાં જણાવેલું આપને યાદ છે. . મહેમ શ્રીયુત્ ગવર્ધનરામ ત્રિપાઠી કહે છે કે, “(શતક ૧૪ મું) ગુજરાતમાં સ્વર્ગસ્થ શ્રીયુત્ તેજસિંહના એક ગ્રંથ વિનાના સર્વ ગ્રંથ માત્ર જૈન ગોવર્ધનરામ સાધુઓના રચેલા છે. એ ગ્રંથે પણ મોટા ભાગે ધર્મસાઅને જેન હિત્યના અને સંસ્કૃત સાથે પ્રાકૃતમાં પણ છે. એ સાધુઓએ સાહિત્ય તેમના ગચ્છોને આશ્રય પામી આટલે સાહિત્ય વૃક્ષ ઉગવા દિધે છે. ઈત્યાદિ.” “ગુજરાતી સાહિત્યનું મૂળ પ્રથમ પાયું, તે વેળા ટીવીના બાદશાહો, ગુજરાતના સુબાઓ, અને અન્ય નાના મેટા સરદારને વિગ્રહ આ યુગના આરંભથી ૧૩૫૦ સુધી ચાલ્યું, અને તેને ક્ષોભ ઝાલાવાડ, જુનાગઢ, ગંડળ, વિગેરે કાઠીઆવાડના ગામોમાં અને બાકીના ગુજરાતમાં ચાલી રહ્યો હતો. તેવામાં જૈન ગચ્છના ચાર પાંચ સાધુઓ ઉક્ત ગુજરાતી સાહિત્યના એકલા આધાર ભૂત હતા. તે પછીના પચીસેક વર્ષમાં....................પણ બીજા. પાંચેક જૈન સાધુઓ એવા આધારભૂત હતા.” “જૈન સાધુઓ જેટલી સાહિત્યધારા ટકાવી શક્યા તેનો કોઈ અંશ પણ અન્ય વિદ્વાનેમાં કેમ ન દેખાય ? એઓ કયાં ભરાઈ બેઠા હતા?” જૈન ગ્રંથકારની ભાષા તેમના અસંગ જીવનના બળે શુદ્ધ અને સરળરૂપે, તેમના સાહિત્યમાં પુરે છે, ત્યારે આખા દેશના પ્રાચીન ભીલ આદિ અનાર્ય જાતિઓ, અને રાજકર્તા મુસલમાનવર્ગ એ ઉભયના સંસર્ગથી, બ્રાહ્મણ, વાણી ની નવી ભાષા કેવી રીતે જુદું ધાવણ ધાવી, બંધાઈ, એ પણ તેમના (બ્રાહ્મણાદિ સંસારીઓના) આ ભ્રમણના ઇતિહાસથી સમજાશે. એ સાધુઓની અને આ સંસારીઓની ઉભયની ગુજરાતી ભાષા આમ જુદે જુદે રૂપે બંધાવા પામી.” (શતક ૧૫ મું ઉત્તરાર્ધ). પાટણ નગરમાં જૈન સાધુઓ પ્રથમની પેઠે પાછા સંસ્કૃત પ્રાકૃતમાં સાહિત્યને રચવા લાગ્યા હતા. અને રાજકીયસ્થાન મટી, એ પણ તે કાળે તીર્થ નહીં તે તીર્થ જેવું જ આ સાધુઓએ કરેલું જણાય છે.” સ્વ છે. ત્રિક

Loading...

Page Navigation
1 ... 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428