________________
૧૯૦૭] કેળવણી
[ ૩૫૭ આપવાનું કામ ઘણું જ સહેલું થઈ પડે છે. તેઓ કેળવાયેલ હશે તોજ બાળકની માનસિક શારીરિક, નૈતિક અને ધાર્મિક કેળવણી તરy લક્ષ આપી શકશે. કેળવાએલી સ્ત્રીઓ બચ્ચાંઓની તરફ અયોગ્ય હાલ કે લાડ કરતાં અટકશે. બચ્ચાંઓને વહેલાં વહેલાં પરણાવી લ્હાવો લેવાની લાલસાને ત્યાગ કરશે. પતિના પિતાને દુરૂપયેગ કરાવતાં પોતાના બાળકોના અને બીજાઓના ભલા અર્થે તે વપરાય તેવા પ્રયત્ન આદરશે. આ પ્રકારની પ્રવૃત્તિ થતી જોવામાં આવશે ત્યારે જ કેમની અને તેની સાથે દેશની ઉન્નતિને સૂર્ય પ્રચંડ પ્રતાપથી પ્રકાશિત થશે.
આપણી કામના પુરૂષ વર્ગ, સ્ત્રી વર્ગ તેમજ બાળકોની શારીરિક સ્થિતિની વિચાર કરતાં સર્વ કઈ કબુલ કરશે કે શારીરિક કેળવણી તરફ ઘટતું લક્ષ નહિ અપાયેલું હોવાથી આપણે શારીરિક સંપત્તિમાં ઘણાજ ઉતરતા છીએ.
એક બાજુ બાળલગ્ન જેવા હાનિકારક રીવાજે આપણે બાળકોને અને પરં પરાએ આપણું ભવિષ્યની પ્રજાને નિર્બળ બનાવે છે ત્યારે બીજી બાજુએ અભ્યાસને બેજે એટલે બધો વધારી દેવામાં આવ્યા છે કે તેની તળે કચડાઈ જતાં યુવાન વિદ્યાર્થીઓને વખતો વખત પોતાની તનદુરતી સંબંધે ફર્યાદ કરતાં સાંભળીએ છીએ. આ બાબત તાકીદે ઉપાયે લેવામાં ન આવે તો આપણું ભવિષ્યની પ્રજા કેટલી બધી અલ્પ આયુષ્યવાળી તથા તાકાતહીન થઈ જશે. તેને ખ્યાલ આવો મુશ્કેલ નથી.
ઉંચી કેળવણી લેનાર જૈન તેમજ અન્ય વિદ્યાથીઓ તર નજર કરીશું તો શારીરિક કેળવણી (Physical e lucation) ના અભાવે તેઓ સત્વહીન, બળહીન જણાશે.
ઉત્તમ પ્રકારની માનસિક કેળવણી તથા ધર્મશાસ્ત્રના તેમજ ન્યાયના ગહનત, સિદ્ધાંતે જે શરીરરૂપી આધાર વસ્તુમાં આધેય વસ્તુ તરીકે રહેવાના છે તે શરીરજ નબળું હોય તે પછી ઉકત આધેય વસ્તુની વ્યવસ્થિતિ કેવી રીતે જળવાઈ શકે તે એક વિચારવા જેવો પ્રશ્ન છે.
સર્વતઃ પૂરીયાદ થતી સાંભળીએ છીએ કે ધાર્મિક કેળવણુ તથા શારીરિક કેળવણી તરફ ઘણું જ ઓછું લક્ષ અપાયું છે. સરકારી સ્કુલમાં ધામિક કેળવણી આપી શકાય તેવા સંજોગો જ નથી અને શારીરિક કેળવણી અપાય છે પરંતુ તે સાધારણ રીતે સાંજના વખતેજ અપાય છે અને આપણે દિવસ આથમ્યા પહેલાં જમી લેવાનું હોય છે તેથી તેને લાભ લઈ શકતા નથી. આ સંજોગો વચ્ચે આપણું કર્તવ્યને ખાસ વિચાર કરવાની જરૂર છે. દરેક ખાનગી શાળાઓમાં ધામિક શિક્ષણને કેટલીએક શાળામાં થયું છે તેમ અભ્યાસ કમમાં દાખલ કરવાની આવશ્યકતા છે તથા શારીરિક કેળવણી માટે દરેક પ્રકારના સાધનોની યેજના કરી અનુકૂળ પડતે વખત ચેકસ કરવાની જરૂર છે. હાઇસ્કુલમાં તથા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માટે ઉક્ત બને પ્રકારની કેળવણી આપણે બેડીંગ જેવી સંસ્થા દ્વારા પુરી પાડી શકીશું. બેડીંગવેતામ્બર જૈન બોડીગની જરૂરીયાત માટે લાંબા લાંબા ભાષણે અપાયા છતાં, મોટામોટા લેખે લખાયા છતાં, તથા વખતે