________________
૧૯૦૭] કેળવણી
[૩૫૫ કબુલ કરેલું છે. તે બદલ મહારાજશ્રીને તથા ઉક્ત ગ્રહસ્થને કેટિશઃ ધન્યવાદ ઘટે છે. કેળવણુ પંડની સ્થિતિ સુધરતાં આપણે જે કરવાનું છે તેને માટે દરેક કેળવાયેલ જેનભાઈએ પિતાના વિચારે દર્શાવવાની જરૂર છે.
આપણું આધુનિક સ્થિતિ જોતાં આપણે ઉંચી કેળવણું (higher education) ના ઉત્તેજનને માટે અને ખાસ કરીને ટેકનીકલ અને સાયન્ટીફીક કેળવણી, જૈન ભાઈઓ વધારે મોટા પ્રમાણમાં લેતા થાય તેમ કરવાની પણ ખાસ આવશ્યક્તા છે.
પુના સાયન્સ કોલેજ તથા એનજીનીયરીંગ કેલેજમાં અભ્યાસ કરવાની ઈચ્છા રાખતા જૈન વિદ્યાર્થીઓને ઉત્તેજનને માટે આપણે એક પણ સ્કોલરશીપ સ્થાપી નથી તેમજ મેડીકલ કેલેજમાં જોડાવા ઈચ્છા રાખનારા જેનભાઈ માટે ડાકટર ત્રિવનદાસ મોતીચંદના સ્મારક ફંડમાંથી એક એલરશીપની બેઠવણ કરવામાં આવી છે તેથી માત્ર સંતોષ માની બેસી રહેવું જોઈતું નથી.
સ્વદેશી આન્દોલનના સમયમાં દેશની એગી ઉન્નતિ માટે અનેક પ્રયાસ થતે જોઈએ છીએ તેવા સમયમાં જૈન કેમે એક આગળ પડતી વ્યાપારી કેમ તરીકે ઉત્સાહી જૈન યુવાનેને (જુદા જુદા ઉદ્યોગ સંબંધી જ્ઞાન મેળવવા માટે કેટલાક પ્રતિબંધ સાથે) ઈંગ્લેંડ, જર્મની, અમેરિકા, યાને જાપાન મેકલવા પુરતા સાધનો પુરા પાડવા માટે બનતા પ્રયત્ન કરવાનો વખત હવે ઘણેજ નજદીક આવી લાગે છે.
આ માસિકમાં–ઉચ્ચી કેળવણી લેનારાઓને જીંદગીની શરૂઆતમાં ખમવી પડતી મુશ્કેલી સંબંધી જે લેખ અંગ્રેજીમાં લખવામાં આવેલ છે તે તરફ આપણું શ્રીમાન ગૃહસ્થોએ ખાસ લક્ષ આપવાની આવશ્યકતા છે અને તેઓ જ્યારે પોતાના સ્વધર્મ , બંધુઓને આગળ પાડવાની પિતાની ફરજ સમજતા થશે ત્યારેજ આપણી કેમની સ્થિતિ સુધરતી જેવાને આપણે ભાગ્યશાળી થઈ શકીશું.
કેળવણીના પેટા વિષય-સ્ત્રીકેળવણી-બાબે વિચાર કરતાં અમદાવાદ, ભાવનગર, મુંબઈ જેવા મુખ્ય શહેરેમાંજ કન્યાશાળા સ્થાપન થયાથી આપણું કાર્ય સરતું નથી પરંતુ બીજા શહેરોમાં પણ તે દિશા તર પ્રયાસ થ જોઈએ એટલું જ નહીં પણ શિક્ષણ કેમના સંબંધમાં પણ ખાસ ધ્યાન આપવું જોઈએ.
- સ્ત્રીઓને શા માટે ભણાવવી જોઈએ—તેઓને કયાં કમાવા જવાની જરૂર છે, વિગેરે વિચારે જમાને હવે ચાલ્યા ગયે છે. સ્ત્રીઓને કેળવવાની જરૂર હવે સર્વત્ર સ્વીકારાય છે. કન્યાનું વેવિશાળ-વિવાહ કરવાની વાત થતી હોય છે ત્યારે ભણેલી છે કે અભણ? તે પ્રશ્ન સાથી પહેલાં પુછાય છે. તે ઉપરથી સ્ત્રી કેળવણીની જરૂરીઆત પ્રતિપાદન કરવાને માટે કાળક્ષેપ કે શ્રમ કરવાની હવે જરૂર રહી નથી. પરંતુ તેના શિક્ષણક્રમના સંબંધમાં હાલમાં મુખ્ય બે મત આપણું ધ્યાન ખેંચે છે.