________________
૧૯૭] કેળવણી.
[ ૩૫૩ નહીં પણ તેઓએ જણાવેલ લેપ થવાના કારણોને અભ્યાસ કરી, આપણે શ્રીમાન ગૃહસ્થોએ, સાધુ મુનિરાજેએ તથા વિદ્વાન ગ્રેજ્યુએટએ તેવા કારણો દુર કરવાને સત્વર પ્રયાસ કરવાની જરૂર છે. તેવી રીતના પ્રયાસ તરફ દરેક વ્યક્તિનું લક્ષ ખેંચાય તેજ આ લેખ લખવાને મુખ્ય ઉદ્દેશ છે.
-લેપ થવાના કારણમાં, જ્ઞાન સંબંધી નિર્બળતાને મુખ્ય સ્થાન આપવામાં આવેલ છે. સનાતન જૈનના સંપાદક જણાવે છે કે “ચારિત્ર સંબંધે, આ રીતે જે કે આપણે ગર્વ લઈ શકીએ તેવું છે પણ જ્ઞાન સંબંધે તે લઈ શકીએ તેવું નથી. જ્ઞાન સંબંધે તે સરળતાપૂર્વક સ્વીકારવું જોઈએ કે નિર્બળ થઈ ગયા છીએ.”
આપણું આધુનિક સ્થિતિ સંબંધી સારા વિચાર (optimistic views) ધરાવનાર પણ વિચાર શ્રેણીને પુરતે વ્યાયામ આપશે તે ઉપરના મત સાથે મળતા થવાની જ ફરજ પડશે. તદન લોપ થાય એમ આપણે માનવાનું પણ નથી. અને તેમનું કહેવું પણ નથી પણ સ્થિતિ વિચારવા જેવી થઈ પડી છે. પશ્ચિમ ભીની કેળવણી ફરજીયાત કે વેચ્છાએ સર્વ કોઈ લેવા લાગ્યા છે અને તેથી પશ્ચિમ ભણીના સંસ્કાર વિશેષ પ્રમાણમાં ફેલાતા જઈ કાંઈક નવીનજ અસર કરે છે. પરિણામ એ આવ્યું છે કે વિચાર સ્વાતંત્ર્યને લીધે તથા થોડે અંશે નાસ્તિક્ય જડ ભાવથી વાસિત થતા સ્તો હોવાથી નવીન કેળવાયેલ વર્ગ ધર્મના તત્વે તરફ માનની નજરથી જેતે હોય છે, કબુલ રાખતા હોય છે છતાં પણ ક્રિયાઓ તરV, ભજ્યાભઢ્યના વિચાર તરફ કાંઈક ઓછું લક્ષ આપતે હેય તેવી રીતની ફરીયાદ થતી આપણે સાંભળીએ છીએ. તેવા સમયમાં જ્ઞાન સંબંધે નિર્બળતાને પ્રશ્ન ગંભીર રૂપ ધારણ કરે છે એમ આપણે વગર તકરારે કબુલ કરવું પડશે. એક મહાન વિદ્વાન ગણાતા મુનિ મહારાજ તરફથી પણ આવાજ વિચારો પ્રકટ થતા સાંભળ્યા છે
આ કારણથી બસો વર્ષ પહેલાં જેટલા જ્ઞાનની–ધાર્મિક જ્ઞાનની આવશ્યકતા હતી તેના કરતાં હાલ વિશેષ છે. અને આ પ્રકારનું ધાર્મિકસાન માત્ર ઠેકાણે ઠેકાણે હાલમાં સ્થપાય છે તેવી જૈનશાળાઓ સ્થપાયાથી મેળવી શકાય એમ માનવું તે ભુલ ભરેલું જ ગણવું જોઈએ.
બનારસ પાઠશાળા જેવી સંસ્થાથી, તેને સારા પાયા ઉપર મુક્યાથી–અભ્યાસ કમમાં ઘટતા સુધારે વધારે કર્યાથી આપણે કાંઈક આશા રાખી શકીએ પણ હાલ તે તેની સ્થિતિ પણ વિચારવા જેવી થઈ પડવાથી ઉક્ત લાભથી તરતમાં આપણે બેનસીબ રહ્યા છીએ. જૈન તત્વજ્ઞાનના તેમજ ધાર્મિક સામાન્ય જ્ઞાનના અભ્યાસીઓ આપણામાં બહજ છેડા છે તે એટલા ઉપરથી જ સમજી શકાશે કે આપણી યુનીવર્સીટી તરફથી તથા અન્ય ગૃહસ્થો તરફથી જૈનતત્ત્વજ્ઞાનના અભ્યાસીઓ પાસેથી ઈનામી નિબંધે માંગવામાં આવે છે પણ તે કામ ઉપાડી લેવાને ગણ્યાગાંઠયા જેને બહાર પડે છે. -