Book Title: Jain Shwetambar Conference Herald 1907 Book 03
Author(s): Gulabchand Dhadda
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 400
________________ ૩૫૪]. જૈન કોન્ફરન્સ હેર૯૭. [ડિસેમ્બર ધાર્મિકજ્ઞાન–કેળવણી સંબંધે વિશેષ લખવાથી વિષય ઘણે લાબે થઈ જવાના ભયથી કેળવણીના અન્ય વિભાગ તર હવે આપણે દ્રષ્ટિ કરીશું પરંતુ આ બધો વિચાર કરીએ––વિચાર કરી ઘડેલ જનાને અમલમાં મેલીએ તે પહેલાં કોન્ફરન્સને હસ્તકના કેળવણીના ફંડ તરફ નજર કરવાની પ્રથમ જરૂર છે. કોન્ફરન્સના કાર્યવાહક તરફ એ આક્ષેપ મેલવામાં આવે છે, કે કોન્ફરન્સ ફૂડના પૈસાને ઉપગ જલદી કરવામાં આવતું નથી. તેને એટલો જ જવાબ બસ થઈ પડશે કે કેળવણી ખાતાનું ડ લગભગ ખલાસ થવા આવ્યું છે. છતાં દર મહિને રૂ. ૫૦૦) ની તે ખાતામાંથી જુદી જુદી જૈન શાળાઓને, પાઠશાળાઓને, કન્યાશાળાઓને માસિક મદદ આપવામાં આવે છે, તથા ઉંચા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે. હવે જે કેળવણી ખાતાને મદદ આપવાનું ઉદાર જૈન ગૃહસ્થ તરફથી ધ્યાન ઉપર લેવામાં નહિ આવે તો તે બંધ કરવાની જરૂર પડશે. ભાવનગર ભરાનારી કોન્ફરન્સ વખતે ખાસ કેળવણી ખાતામાંજ મદદ માંગવામાં આવે તે સારી રીતે નાણું ભરાય પણ તેને હજુ ચાર પાંચ મહિનાની ઢીલ છે. માટે તે પહેલાં આ ખાતા તરફથી અપાતી મદદ ચાલુ રહે તેમ કરવા માટે તાકીદે ફંડ થવાની જરૂર છે. શ્રી જૈન વેતામ્બર મદદ ફંડના ટ્રસ્ટી સાહેબે આ વાત ધ્યાન ઉપર લે તે તે કંડમાંથી પણ કાંઈક સારી જેવી રકમ આપી શકે. વળી ભાગ્ય યોગે—આપણી કેનફરન્સ કરેલા ઠરાવ ઉપરથી ધી જૈન ગ્રેજ્યુ એટસ એસોશીએશને જૈન સાહિત્યને યુનીવર્સીટીના કોર્સમાં દાખલ કરવા માટે જે અરજી કરેલી તેને જવાબ સંતોષકારક આપવામાં આવેલ છે. તે જાણી આપણે ઘણુ ખુશી થઈશું, અને ઐચ્છિક વિષય તરીકે સંસ્કૃત પુસ્તકમાં શ્રી મહિલણકત સ્યાદવાદ મંજરી તથા શ્રીજીનદત્ત સૂરિ કત-વિવેક વિલાસ બી. એના કેસમાં તથા એમ. એ. ના કોર્સમાં શ્રી કુન્દકુન્દ્રાચાર્યનું પ્રવચનસાર શ્રી અમૃતચંદ્રસૂરિની ટીકા સાથે તથા શ્રી ઉમાસ્વાતિ કૃત તત્વાર્થાધિગમસૂત્ર સર્વાર્થસિદ્ધિ નામની ટીકા સાથે તથા શ્રી વિદ્યામંદીની અષ્ટસહસ્ત્રી વિગેરે જૈન પુસ્તકોને સ્થાન આપવામાં આવેલ છે. તેને લાભ લઈ તે પુસ્તકે ઐચ્છિક વિષય તરીકે પસંદ કરનાર જૈન હોય કે અન્ય હોય તેને ખાસ સ્કેલરશીપ આપવાની જરૂર છે. આ સંબંધમાં પ્રસિદ્ધ વક્તા મુનિ મહારાજ શ્રી ચારિત્ર વિજયજીએ ઉક્ત ગ્રંથ ઉપર આધુનિક અભ્યાસ કમને ઉપયોગી ગુજરાતી નેટસ તૈયાર કરી વિદ્વાન ગ્રેજ્યુએટ પાસે તેનું અંગ્રેજીમાં ભાષાંતર અવતરણ તૈયાર કરાવી તેને પ્રકટ કરવાનું કામ હાથ ધરેલું છે અને તેઓશ્રીના ઉપદેશથી શ્રીમાન કચ્છી ગૃહસ્થ શેઠ વસનજી ત્રિકમજીએ તે માટે જે ખર્ચ થાય તે આપવાને

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428