________________
૩૫૬ ]
જૈન કારન્સ હેરલ્ડ
[ ડીસેમ્બર
જરા પણ
એક પક્ષ એવા વિચાર ધરાવે છે કે જે અભ્યાસક્રમ પુરૂષોને માટે રાખવામાં આવેલ છે તેજ અભ્યાસક્રમ. સ્ત્રીએ માટે રાખવામાં આધ નથી. મગજશક્તિની કેળવણી માટે સ્ત્રી પુરૂષ કરતાં કઇ રીતે ઉતરતી નથી. આવા વિચારા એક વિદુષી ગ્રેજ્યુએટ સ્રી તરફથી પણ પ્રકટ થતા જોયા છે.
બીજો પક્ષ એમ જણાવે છે કે હાલના શિક્ષણક્રમ સ્ત્રીઓ માટે હિતકર નથી. પરંતુ ડે ઘણે અંશે અહિતકરજ છે એમ ઘણાને લાગે છે. જે શિક્ષણવડે ઉત્તમ માતા, ઉત્તમ ગિની અને ઉત્તમ ગૃહિણી નીવડે, જે શિક્ષણથી સ્ત્રીએ ગૃહવ્યવસ્થા ઉત્તમ પ્રકારે રાખતાં શીખે, બાળકાનુ આરોગ્ય જાળવી શકે, તેનું વર્તન સુધારી શકે અને કુટુંબ સાખ્યની વૃદ્ધિ કરવાને લાયક થાય, એવા પ્રકારનુજ શિક્ષણ સ્રીઓને આપવુ જોઇએ, એ વિષે કિચિંત પણ મતભેદ નથી. પરંતુ આ દિશા તરફ શ્રદ્ધાપૂર્વક, આગ્રહથી પ્રયત્ન થતા જોવામાં આવતા નથી.
આપણી આધુનિક સ્થિતિને વિચાર કરતાં તથા હાલમાં જે સામાજીક રીત રીવાજો પ્રવર્તીમાન છે તે તરફ જોતાં આપણે ખીજા પક્ષના વિચાર ગ્રાહ્ય કરવાની જરૂર છે. પુરૂષોના કર્તવ્યની દિશા ભિન્ન છે. તેઓને કેળવણી પ્રાપ્ત કરી મોટી ઉમરે નાના પ્રકારના ઉદ્યોગ ધંધા કરવાના હાય છે, પરંતુ કન્યાઓનેતા માટી ઉમરે ગૃહવ્યવહારના કામેા ઘરમાંજ કરવાના હાય છે. એટલા માટે કન્યાઓને ઉત્તમ પ્રકારનુ ગૃહશિક્ષણ મળે તેવી યેાજના થવાની ખાસ જરૂર છે. ઉત્તમ પ્રકારની સ્ત્રીકેળવણીથીજ આય ભગિનીઓની ઉન્નત દશા જોવાને આપણે ભાગ્યશાળી થઈ શકીશું, કારણકે “ સ્ત્રીની ઉન્નતિ વિના દેશની ઉન્નતિ અશકય છે. સ્ત્રી વિના ગૃહ નથી, ગૃહ વિના પ્રજા નથી, અને પ્રજા વિના રાજ્ય નથી.
,,
સાક્ષર શ્રી ગોવર્ધનરામભાઇનાં શબ્દોમાં કહીએ તે “ સ્ત્રીએ પડિત થાય, રસન્ન થાય, કુટુબ પાષક થાય, સ્વસ્થ થાય, શરીરે બળવતી, રાગહીન અને સુંદર થાય, યોગ્યતાના પ્રમાણમાં કુટુંબ બંધનમાંથી તેઓ મુક્ત, સ્વતંત્ર થાય અને તે મુક્તતાથી અને સ્વતંત્રતાથી કુટુંબની મુખ` ઇચ્છાઓ અને લેશેમાંથી ઝુટી કુટુંબનુ ખરૂં કલ્યાણ કરવા શક્તિ મળી અને ઉત્સાહીની બને, કુટુંબના બાળકવને પોષણ અને શક્તિ આપે અને વૃદ્ધ વર્ગની કલ્યાણવાસના તૃપ્ત કરે. પતિભક્તિપરાયણ થઈ પતિનુ જીવન ઉન્નત કરે અને તેના આંતર વિલાસેાની ઉમિમાં પોતાના હૃદય તરગ ભેળવી ઢઇ મનુષ્ય જીવનને દિવ્યતામય કરી નાંખે અને અંતે સ્વદેશમાં ઉદય સૂર્યનાં તેજસ્વિ કીરણા સંપૂર્ણ વિસ્તારથી પ્રસારે એજ આ સુંદરીઓના જીવનની સફલતા છે.”
ઉપરાક્ત દિવ્યવાસનાથી વાસિત ઉચ્ચતમ અભિલાષા પૂર્ણ થવાને માટે દરેક દેશહિતેષી પુરૂષે તન, મન અને ધનથી સ્વાર્થ ત્યાગથી-પરમાર્થ વૃત્તિથી પ્રયાસ કરવાની અનિવાર્ય આવશ્યકતા છે. સ્ત્રીઓને કેળવવાથી બાળકોને કેળવણી