________________
૧૯૦૭]
ધર્મનિષ્ટ આબધુઓને વિક્ષપ્તિ. [૨૮૫ ધર્મને આગળ કરી દેવ-દેવીઓને સાંત્વન કરવાને બહાને દેશી રાજ્યમાં તથા અન્ય શહેરોમાં ઉચ્ચ કેમ ગણાવાને ફાકે રાખતી બ્રાહ્મણ કેમ જેવા ધર્મગુરૂઓના હાથે જે પાડા તથા બકરાને નિર્દય રીતે વધ કરવામાં આવે છે, તેને ભાગ્યેજ કેઈ ધર્મનિષ્ઠ આર્ય બંધુ સશાસ્ત્ર કહેવાની હિમત ધરી શકશે. આ પ્રકારે થતા પશુધને જે સશાસ્ત્ર ગણવામાં આવે નહિ, તો પછી એક વિદ્વાનના કહેવા મુજબ
अन्यद्वारे कृतं पापं देवद्वारे विनश्यति
देवद्वारे कृतंपापं वज्रलेपो भविष्यति । દશેરા ટાંકણે થતા પશુધમાં ભાગ લેનારા મહા પાપકર્મમાં પ્રવૃત્તિ કરે છે એમ કહી શકાય.
ઉકત પ્રકારના ઉચ્ચતમ આશયથી ગયા વર્ષની માફક આ વર્ષે પણ આ સાથે જોડેલી હીંદી ગુજરાતી, અંગ્રેજી તથા મરાઠી ભાષાઓમાં છપાવી રેસીડેન્ટ જનરલ સેક્રેટરી શેઠ વીરચંદ દીપચંદ સી. આઈ. ઈ.ની સહીથી અરજી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ ઓફીસ તરફથી જુદા જુદા રાજા મહારાજા તથા મહારાણાઓ તરફ એકલી આપવામાં આવી છે અને અમારા તરફથી જુદા જુદા શાસ્ત્રીઓના અભિપ્રાય મંગાવી “પશુવધ નિષેધ” નામની ચોપડી પ્રગટ કરવામાં આવેલ છે તેની એક નકલ પણ અરજીની સાથે ભેટ દાખલ મેકલી આપી છે.
સાધારણ રીતે પાંજરાપોળ વગેરે સંસ્થાઓ જૈન ધમભાઈઓને જ સંભાળવી જોઈએ અને તે પ્રમાણે અન્ય જીવદયાના કાર્યમાં પણ તેઓએ જ પ્રયાસ કરે જેઈએ એમ પ્રતિપાદન કરવા મથન કરવું તે અન્ય હિંદુભાઈઓને એક રીતે અપમાન કરવા જેવું છે એ હેતુ લક્ષ્યમાં રાખી સર્વ આય બંધુઓને વિનંતિ કરવામાં આવે છે કે અમારા તરફથી હાથ ધરવામાં આવેલ આ મહાન જીવદયા પશુ રક્ષણના કોર્યને તેઓ અંત:કરણથી-ટેકે આપવા હાર પડશે અને પિતાને લાગવગ ચલાવી ઉપરોક્ત જીવહિંસાના કાર્યને તાકીદે બંધ કરવા ઉદ્યમ કરશે.' દશેરા ઉપર પાડા બકરાને વધ ન કરવા માટે હિંદુસ્તાનના રાજ્ય કર્તાઓને અરજી. શ્રી જેન વેતાંબર કોન્ફરંસ ઓફીસ
ગિરગામ, મુંબઈ
તા. ૧-૧૦-૧૯૦૭ ગેબ્રાહ્મણ પ્રતિપાલ, નિરાશ્રિતાધાર, આર્યભૂષણ, પ્રજાપાલક, ન્યાય દયા-ક્ષમાં આદિગુણલંકૃત, ધર્મધુરંધર, મહારાજાધિરાજ
મહારાજ સાહેબ શ્રી શ્રી ૧૦૮ ની ખીદમતમાં અરજ માલુમ થાયછે.
જેમ અમે સાંભળ્યું છે તેમ દશેરાને પવિત્ર અને ધાર્મિક દિવસમાં હજુરના રાજયમાં પાડા બકરાઓને વધ કરવામાં આવે છે.