________________
૧૯૦૭] જેની જાહેર ખાતા અને તેમની હાલની સ્થિતિ. [૩૦૫ રીતે સહન કરવાનેજ સમય છે. માટે દરેક કટોકટીને પ્રસંગે સભાઓના વ્યવસ્થાપકની ખાસ ફરજ છે કે સભાનું મત સ્પષ્ટ રીતે જાહેર વર્તમાન પત્રોમાં મૂકવું. અતિશય અયોગ્ય ઘોંઘાટની જરુર નથી, પરંતુ આવશ્યક રીતે જરૂર પિતાનો અવાજ બહાર પડજ જોઈએ બની શકે તે સભાઓએ, પૈસાની જોગવાઈ પ્રમાણે, નિશાળે ઉઘાડીને, અથવા નિશાળોમાં મદદ કરીને જ્ઞાન તરની પિતાની ફરજ બજાવવી જોઈએ. માંગરોળ જૈન સભા, તથા જૈન ધર્મ પ્રસારક સભાના દાખલા, અનુકરણ માટે, આગળ ધરી શકાશે. અમદાવાદની તત્ત્વ વિવેચક સભા, હાલ કાંઈ કરતી હોય. એવું જાણવામાં નથી. તો નામ પ્રમાણે કાંઈ પણ તત્વ જ્ઞાન બહાર પાડવા વિનતિ છે. સભાઓના મેંબરેએ ભાઈચારાથી વર્તવું જોઈએ, એવા ઉપદેશની હાલ કાંઈ જરુર જણાતી નથી. કોઈ કોઈ સભાએ મફત વાંચન પૂરું પાડનાર સ્થળ તરીકે કામ કરે છે, તે પણ ઈષ્ટ છે. દેશના ઉદ્ધાર માટે જ્ઞાનના ફેલાવાનીજ ખરી જરૂર છે. બુકે, વર્તમાનપત્રે, ને માસિકે અમુક અંશે જ્ઞાન ફેલાવાના સાધન છે. તે મફત વાંચવા માટે પૂરા પાડવા એ ખરેખર લાભ આપવા જેવું જ છે. બની શકે તેમણે તે અનુકરણ કરવા જેવું છે. નામની સભાઓ કાઢવાથી કાંઈ લાભ નથી. સંગીન કામ કરી દેખાડવું એજ ઈચ્છા હોવી જોઈએ.
પાંજરાપોળ–જ્યાં જ્યાં જૈન ભાઈઓની વસ્તી સારી હોય છે, એટલે કે પસાદાર અથવા મોટી સંખ્યામાં હોય છે ત્યાં ઘણું કરીને પાંજરાપોળ હોય છે. પાંજરાપોળાં કેટલીએક શ્રાવકનીજ વ્યવસ્થા તળે હોય છે. અને કેટલીએક શ્રાવકે તથા અન્ય ભાઈઓની સંયુક્ત વ્યવસ્થા નીચે હોય છે. જે ગામોમાં પાંજરાપોળ નથી હોતી, તે ગામમાં જનાવરોની માંદગી, મરણ પ્રમાણ, તથા બેદરકારી હોય છે તેના કરતાં પાંજરાપોળવાળા ગામમાં જનાવરોની વૈદક સંભાળ, ચારે પાણી તથા સામાન્ય સંભાળ વધારે સારી હોય છે. હમણું થોડા વખતપરજ એક ભાષણમાં જણાવ્યું છે કે મનુષ્યજાતની સંભાળ લેવાયા પછીજ જનાવરોની સંભાળ લેવાવી જોઈએ. તે વિચાર સાથે આ લેખક મળતું થતું નથી. જનાવર મૂગાં છે, પોતાની મેળે બંધ કરી ચીજો મેળવી લાવી ખાવાનું મેળવવા અશક્ત છો પિતાને દરદ થાય તે મૂંગે મોઢે તેમને સહન કરવું પડે છે, વિગેરે કારણે, ધ્યાનમાં લેતાં, મનુષ્યજાતિનું શુભ કરવાના પ્રયાસને પ્રથમ પદ આપીએ, છતાં પણ તેમનું સારૂં થઈ રહે પછીજ જનાવરનું કરવું, એ નિયમ ચાલી શકશે નહિ. જૈનધર્મ દયાધર્મ છે, તેથી માણસની સાથે સાથજ, અગરજેકે ગાણુ રુપે, જનાવરેની સંભાળ લેવાની છે. હિંદુસ્તાનમાં અને તે સાથે આપણી જૈન કમમાં પણ એક મુશ્કેલી એ ઉભી થઈ છે, કે ખોટી કીર્તિ મેળવવાના હેતુથી કામ કરનારના નાના દેષને પણ મટે બતાવવામાં આવે છે, તેના હેતુ શુભ હેય, છતાં તેના પર આક્ષેપ કરાય છે; જો કે એ તે ખાત્રી જેવું છે કે આક્ષેપ