________________
૩૪૪] જૈન કોન્ફરન્સ હેરલ.
[અકબર મીચંદ ભગવાનની રૂબરૂ હીસાબ નાખી શા માનસંઘ ભવાન તથા કોઠારી ઓઘડ સ ભગવાન તથા પારેખ ચુનીલાલ છગનલાલ તથા કપાસી દેવસીભાઈ કસ્તુર તથા ડુંગરદાસ વેલસી તથા શા મસી વશરામ મળી જણ ની દેખરેખ માટે કમીટી નીમી શા માનગંધ ભવાન તથા કપાસી ચતુર ચાંપસી તથા કપાસી માણેકચંદ પાનાચંદ તથા શા જેઠાભાઈ અમરસીને સંઘ તરફથો વહીવટ સંપવામાં આવેલ છે.
સદરહુ ખાતાના વહીવટ કર્તા તથા દેખરેખ કમીટીને મીલક્તનું લીપ્ટ વાંચી સંભળાવી ફર્મમાં હવેથી જોખમદારીની સહી લેવામાં આવેલ છે.
આ ખાતાને લગતે હીસાબ તપાસી જે જે ખામીઓ દેખાયું તેનું વિગતવાર સુચના પત્ર તમામ ગૃહસ્થને વાંચી સંભળાવી વહીવટ કર્તાઓને આપેલ છે તે આશા છે કે અમારી ઉપર લખી સુચના ઉપર પુરેપુરું ધ્યાન આપી એગ્ય બંદોબસ્ત કરશે. જીલે કાઠીયાવાડ તાખાના ગામ પાલીયાદ મધ્યે આવેલા શ્રીશાતિનાથજી
મહારાજના દેરાસરજીને ચાર્ટ સદરહુ ખાતાના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા બગડીયા જેચંદ મેરારજીની તરફથી શા ઓધડદાસ ધનજી તથા કોઠારી જેઠાભ ઈ નાનજી હસ્તકને સંવત ૧૮૫૮ ના કારતક સુદલથી સંવત ૧૮૬૨ સુધીનો અમેએ હિસાબ તપાયે તે જોતાં વહીવટનું નામું બરાબર રાખી વહીવટ સારી રીતે ચલાવતા તથા ખાતાની પુરેપુરી દેખરેખ રાખી દિનપ્રતિદિન સુધારો વધારે કરવા તત્પર રહેલા તથા કાંઈ પણ અશાતના ન થાય તેની પુરી કાળજી રાખતા જોવામાં આવે છે.
દેરાસરજીનું કેટલું એક કામ અધુરું છે તે પૂરું કરવા તેના વહીવટ કર્તાઓએ પ્રયત્ન કરવાની બહુજ જરૂર છે
અહીં જૈનશાળાની ખાસ જરૂર હેઈ હાવ એક ગામના ગ્રસ્થને અમુક પગાર આપી ચલાવવામાં આવેલ છે, પણ કઈ તરફથી વાર્ષિક આવક નહિ હોવાથી આગળ ઉપર નભી શકવા આશા રહેતી નથી.
આ ખાતાની અંદર દરેક બાબતને ઘણા સારે બંદોબસ્ત જોઈ ઘણી જ ખુશાલી ઉપજે છે, ને વહીવટ કર્તાને ધન્યવાદ ઘટે છે.
આ ખાતાને હિસાબ તપાસી જેજે ખામીઓ દેખાણું તેનું સુચના પત્ર વહીવટ કર્તા ગૃહસ્થને આપેલ છે.
જીલે કાઠીઆવાડ પ્રાંત ઝાલાવાડ તાલુકા સાયલા તાબાના ગામ સરા મધ્યે આવેલા શ્રીપદ્મપ્રભુજી મહારાજજીના દેરાસરજીના વહીવટને લગત રીપેટ.
સદરહુ ખાતાના શ્રીસંઘ તરફથી વહીવટ કર્તા ગાંધી ઉજમણી અમરસી હસ્તકનો સંવત ૧૮૫૦થી સંવત ૧૯૬૩ના વૈશાક સુદી ૧૦ સુધીને અમેએ હિસાબ તપાસ્યો તે જોતાં વહીવટનું નામું એકંદર ખાતે ખતવી, ખાતાની દેખરેખ સાથે વહીવટ સારી રીતે ચલાવતા જોવામાં આવે છે, તે માટે તેમને ધન્યવાદ ધટે છે.
આ ખાતામાં કેટલોક સુધારો અવશ્ય કરવા જેવો છે, તેનું સુચના પત્ર વહીવટ_કર્તા ગૃહસ્થોને ભરી આપવામાં આવ્યું છે તે ઉપર તાકીદે ધ્યાન આપી દે... બંબસ્ત કરશે.