________________
૧૯૦૭] ધાર્મિક હિસાબ તપાસણી ખાતું.
[ રૂપ જીલ્લે કાઠીઆવાડ પ્રાંત ઝાલાવાડના સંસ્થાન ઘાંગઘરા તાબાનું ગામ કાંઠ મધ્યે આવેલી શ્રી પાંજરાપોળના વહીવટને લગતો રીપોર્ટ
છે. સદરહુ ખાતાના શ્રી મહાજન તરફથી હાલ નવા નીમાએલ વહીવટ કર્તા કોઠારી દેવસી જયચંદ તથા દેશી ઓઘડ વીરજી તથા શા ફુલા સાંતા તથા શા પાનાચંદ ભુરા તથા શી રાજપાલ અમરસી તથા શા માણેકચંદ જેઈતા તથા શા મેવા કાળા તથા શેઠ શિવલાલ ખીમચંદ હસ્તકને હિસાબ અમોએ સંવત ૧૯૫૯ થી સંવત ૧૯૬૩ ના પ્રથમ ચિત્ર વદ ૦)) સુધીને તપાસ તે જેતા પ્રથમના વહીવટ કર્તાએ વહીવટનું નામું દહેરાસરજીના વહીવટ સાથે રાખેલ હોવાથી તથા ગામના કુસંપના લીધે વહીવટ ગે પડતો થયેલ પણ મુનિ મહારાજશ્રી પુન્યવિજયજી તથા મુનિ મહારાજશ્રી ત્રિલોકવિજ્યજી તથા વિનોદવિજયજી તથા વિવેક વિજ્યજીના ઉપદેશથી વહીવટને સુધારો કરી લેણાની લખીત બંકીઓ કઢાવી લઈ ઉપર જણાવેલા આઠ ગૃહસ્થને વહીવટ કર્તા નીમવામાં આવ્યા છે.
અમારી તરફથી આ ખાતાની પુરેપુરી તપાસ કરી જુના તથા નવા નામાની ચેખવટ કરી આપી હવેથી નવું નામું લખવાની વેઠવણ કરી આપેલ છે.
આ ખાતું તપાસી જેજે ખામીઓ દેખાયું તેનું સુચના પત્ર વહીવટ કર્તા ગૃહોને આપેલ છે. જીલ્લે કાઠીઆવાડ પ્રાંત ગોહીલવાડ સંસ્થાન ભાવનગર તાબે ગામ બોટાદ મધ્યે આવેલી
શ્રી જૈન પાઠશાળાના વહીવટને લગતે રીપોર્ટ સદરહુ ખાતાના શ્રીસંઘ તરફથી વહીવટ કર્તા બગડીયા લલુભાઈ ભાઈચંદ તથા દેશાઈ લખમીચંદ ભગવાનભાઈ હસ્તકનો સંવત ૧૮૬૨ ના આશો વદ ૦)) સુધીને હીસાબ અમાએ તપાએ તે જોતાં ખાતાની પુરેપુરી દેખરેખ સાથે વહીવટનું નામું ચોખીરીતે રાખી વહીવટ સારી રીતે ચલાવેલ છે.
આ ખાતું વિશેષ સુધારા ઉપર લાવવા વહીવટ કર્તા તન, મન, ધનથી પ્રયાસ કરે છે, તે માટે તેમને ધન્યવાદ ઘટે છે.
આ ખાતું તપાસી જેજે ખામીઓ દેખાણી તેને લગતું સુચના પત્ર વહીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવેલ છે. જીલે કાઠીઆવાડ પ્રાંત ગેહીલવાડ તાબાના ગામ લાઠીદડ મધ્યે આવેલ શ્રીચંદ્રપ્રભુજી
- મહારાજજીના દહેરાસરજીના વહીવટને લગતા રીપોર્ટ * સદરહુ ખાતાના શ્રીસંધ તરફથી વહીવટ કર્તા સંઘવી પરશોતમ ભુદરભાઈ હતકને સંવત ૧૯૫૮ થી સંવત ૧૯૬ર ના આસો વદ ૦)) સુધીને હસાબ અમોએ તપાસ્યા, તે જોતાં સદરહદેરાસરજી વહીવટ કર્તાના વડવાએ બંધાવેલ તેથી તેને લગતું નામું વહીવટકર્તાના ચોપડામાં લખેલ છે. તે તપાસતાં ચિખી રીતે લખી ખાતાની દેખરેખ સાથે વહીવટ સારી રીતે ચલાવતા જોવામાં આવે છે.
વહીવટ કર્તાના વડવાઓએ દેહેરાસરજીમાં તે ખર્ચ નિભાવવા સાધારણ ખાતે એક ખતર અઘાટ કાઠીભાગનું રજીસ્ટર દસ્તાવેજથી લઈ આપેલ પણ તે ખેતર કાંઈક કારણુથી દરબાર સ્વાધીન થયેલ પણ વહીવટ કર્તાએ મેહેનત લઈ સંવત ૧૮૬૨ માં પાછું મેળવી કબજે કરી આપેલ છે.