________________
૪) આ પત્રમાં અને નવાધિને તો તેમાં લેખકેને ઇનામ. [અક્ટોબર
આ પત્રના લેખકને નમ્ર વિનંતિ. પૂજ્ય મુનિ મહારાજાઓ, જૈન ગ્રેજ્યુએટે તથા વિદ્વાન જૈન લેખકોને સવિનય વિનંતિ કરવામાં આવે છે કે જેન વસ્તીવાળા લગભગ તમામ શહેરમાં મહાન કોન્ફરન્સનો વિજય વાવટા ફરકાવતા તથા કેન્ફરન્સના સર્વ માન્ય વાજીંત્ર ગણાતા આ માસિકપત્રમાં કેન્ફરન્સે હાથ ધરેલા વિષયે સંબંધી તથા સમસ્ત જૈન કેમની સામાજીક, નૈતિક અને ધામીક ઉન્નતિ સાથે પ્રત્યેક વ્યક્તિની આત્મિક ઉન્નતિ થાય તેવા સરળ ભાષામાં લખાયેલા લેખોને પ્રથમ પદ આપવામાં આવે છે. અને આશા રાખીએ છીએ કે પદવીધારી જૈન ગ્રેજયુએટેની માફક અન્ય વિદ્વાન જૈનલેખક તથા પૂજય મુનિમહારાજાઓ, વધારે નહિતો માત્ર વર્ષમાં એકાદ વખત આઠ દશ પૃષ્ઠ જેટલે લેખ આ પત્રમાં લખી મેકલી સ્વધર્મી બંધુઓને પોતાની વિદ્વતાને લાભ આપવાનું મન ઉપર લેશે. (૧) આ પત્ર માટેનું લખાણ કાગળની એકજ બાજુએ, સારા અક્ષરથી
અને શાહી વડે લખવા તસ્દી લેવી. કાગળની બન્ને બાજુએ, અથવા પેનસીલથી લખેલું લખાણ ટાઈપમાં ગોઠવતાં બહુ અડચણ પડે છે તેમજ ભૂલે થવાને પણ વિશેષ સંભવ છે માટે આ સૂચના તરફ
લક્ષ્ય આપવા ખાસ વિનંતિ છે. ૨ લખાણ મોડામાં મોડું દરેક મહિનાની તા. ૧૫ મી પહેલાં અને મળવું જોઈએ.
એસીસ્ટન્ટ સેક્રેટરી, મુંબઈ પિષ્ટ નં- ૪ -
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ.
લેખકોને ઈનામ રૂ. ૧૬)
પાંજરાપળે અને તેની વ્યવસ્થામાં મજકુર વિષય ઉપર સંવત ૧૯૬૪ના માગશર સુદ ૧ સુધીમાં નિબ ધે લખી મોકલનારા પૈકી પહેલે નખરે આવનાર લેખકને રૂ ૧૧) તથા બીજને રૂ ૫) મંડળ તરફથી ઈનામ આપવામાં આવશે.
પૃષ્ઠને પ્રતિબંધ નથી પણ વિષયની બહાર ન જતાં સરલ અને મુદાસર વિચાર યુક્ત લખાણ હાલની સ્થિતિ, વ્યવસ્થા, વહીવટ કમીટીએ, આવક ખર્ચ. ઉઘડી તપાસ આદી સઘળી હકીકત કેમ છે અને કેવા પ્રકારે જોઈએ તે બની શકે તેને એકાદ પાંજરાપોળની ખાસ મુલાકાત લઈ અનુભવ પૂર્વક લખવું વધારે ઉપયોગી થશે.
સેક્રેટરી. ચંપાગલી મુંબઈ
શ્રી જૈન શુભેચ્છક મિત્ર મંડળ,