Book Title: Jain Shwetambar Conference Herald 1907 Book 03
Author(s): Gulabchand Dhadda
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 376
________________ ૩૩૪] જૈન કોન્ફરન્સ હેરલ્ડ, [અકબર અભક્ષ્ય ફળે – વડફળ, પીપળફળ, ઉંબરફળ, કઠુંબરફળ, તુચ્છફળ, બહુબીજ ફળ, અજાણ્યાં ફળ, તથા કંદમૂળ. આટલાં વાનાં અભક્ષ્યમાં ગણવામાં આવ્યાં છે. ઉબરફળ, કઠુંબરફળ, વિગેરેમાં બેસુમાર ત્રસજી ઉપજે છે કે જે તે પળ ભાંગતાં પ્રત્યક્ષ દૃષ્ટિએ પડે છે એ પ્રમાણે જાણ્યા પછી તે ખાવાં જોઈએ નહિ. અને બહબીજફળો એ છે કે પ્રત્યેક વનસ્પતિકાય છે, એટલે કે તેમાં જેટલાં બી હોય તેટલા જીવે છે. પરંતુ તેમાં બેસુમાર બીજ હોવાથી તે વજર્ય છે. તુચ્છ ફળ તે છે કે જે બાધાથી તૃપ્તિ ન થાય અને ડું ખવાય, ઘણું કરી નાખવું પડે તેથી તેને ઉપગ કરે નહિ. અજાણ્યાં ફળ ખાવાથી વખતે મરણ થવાને અથવા વ્યાધિ થવાનો સંભવ રહે છે, માટે તેના ગુણદેષ જાણ્યા પછી જ ખાવાં કંદમૂળ અભક્ષ્ય ગણવાનું કારણ એટલું જ છે કે તેમાં અનંતા જીવે છે. સોયની અણી ઉપર રહે, તેટલા કંદમાં પણ અનંતા જીવે છે તેથી તે ખાવા ગ્ય નથી. મધ, માખણ, દ્વિદળ, ચલિતરસ, (વાસી રોટલી અથવા બીજી વસ્તુ, શીરે, લાફસી ઈ)આ વસ્તુઓમાં અસંખ્ય બે પૈકી જીવ ઉત્પન્ન થાય છે, તેથી વાપરવા યોગ્ય નથી. મધ તે માખીઓની લાળનું જ બને છે. માખણમાં સૂક્ષ્મદર્શક યંત્ર વડે માખણની જેવા ધોળા રંગના જંતુઓ જણાય છે. બે દિવસના દહીંને તડકામાં રાખીએ અને તેના વાસણની આસપાસ અળા પડીએ તે દહીંમાંથી ઝીણું જતુઓ બહાર નીકળેલા દેખાય છે, માટે તે વન્ય છે. ચલિત રસ માટે પણ એજ કારણ છે. જે પદાર્થમાં બે ઈદ્રિય જંતુઓ ઉત્પન્ન થવાનો સંભવ રહે છે, તે ચલિત રસ કહેવાય છે. વાસી રોટલી, શીરે લાફશી વિગેરે ખાધાથી પચતાં બહુ વાર લાગે છે, એ તે અનુભવથી તરત જણાશે, તેને ઉનું કરતાં રસમાં વિકાર થવાને સંભવ રહે છે. કાળવ્યતિત પકવાન વિગેરેને પણ ચળિત રસમાં સમાવેશ થાય છે. કાચાં (ઉષ્ણ કર્યા વિનાના) દહીં, દુધ કે છાશની સાથે દ્વિદળ-કઠોળ ગણાતા પદાર્થો-તેની દાળ, આટે કે તેના બનેલા પદાર્થો ખાવા તે અભક્ષ છે કારણકે તેના સંગથી તત્કાળ બે ઈદ્રિય જી ઉત્પન્ન થાય છે. બરફ અને વરસાદના કરા પણ અસંખ્ય અપકાયને ગાઢ પિંડ હોવાથી અભક્ષ્ય છે. રીંગણું પણ અનેક ઉત્પત્તિ વિગેરેનું દેનું કારણ હેવાથી અભક્ષ્ય છે. બાળ અથાણામાં પણ સંમૃછિમ બેઈદ્રિ ઉત્પન્ન થાય છે તેથી તે અભક્ષ્ય છે. વછનાગ, અફીણ, સોમલવિગેરે પ્રેરે છે. તેનો ઉપયોગ કરવાથી કંઈ લાભ નથી. ગેરફાયદેજ છે. અફીણીઆ દારૂડીઆની જેમ, પગ ઘસતાં મરવાને સંભવ છે. અફીણની ડાબલીમાંથી કેઈથી ભુલથી અફીણ ખવાઈ ગયું તે તેના પ્રાણ જાય છે. સેમલ વિગેરે વધારે આકરી જાતના વિષ છે. પ્રમાણમાં જરા પણ વધારે લેવાય તો જીવ જવાને સંભવ રહે છે, એ સર્વે ઔષધ તરીકે કોઈ વખત લેવાય એ વાત જુદી છે, પરંતુ કેકેન

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428