Book Title: Jain Shwetambar Conference Herald 1907 Book 03
Author(s): Gulabchand Dhadda
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 377
________________ ૧૯૦૭] મનુષ્યદેહ શાને માટે છે? [૩૩૫ જે પણ એક જાતનું ઝેર જ છે, તે લેતાં ગજવાપર કેવી કાતર પડે છે, અને આખરે કેવી અવદશા થાય છે તે કેટલાએક ભાઈઓએ અનુભવ્યું છે તેથી જણાશે કે તે પણ વાપરવાને માટે લાયક નથી. કાચી માટી પેટમાં અજીર્ણ અથવા બીજે વિકાર કરે છે તેમજ કાચી માટી ને કાચું મીઠું અસંખ્ય જીમય છે તેથી તે પણ અભક્ષ્ય છે. ઉપર ગણાવેલા અભક્યો શ્રાવકે વજવના છે. જીભના સ્વાદને ખાતર લેવા યોગ્ય નથી. વ્રત યથા શક્તિ લેવાં અને તે કઈ પણ રીતે ભાંગવા નહિ. તેને વારંવાર સંભાર્યા કરવાથી ભાંગવાને સંભવ છેડે રહે છે. આ શક્તિ પ્રમાણે નિયમમાં રહેવા માટે દરરોજ સવારસાંજ પ્રત્યાખ્યાન (પચ્ચખાણ) પણ લેવું અને તે પણ સંપૂર્ણ રીતે પાળવું. જે ક્રિયા કરવી તે ખરા દિલથી જ કરવી કહેવાનું કંઈ અને કરવાનું કંઈ એવું દાંભિક વર્તન રાખવું નહિ. | સર્વે જેને આપણે ક્ષમા કરવી અને સર્વ જી આપણને ક્ષમા કરે, એવી તેમની પ્રાર્થના કરવી. ૮૪ લાખ જન્મસ્થાનના સર્વ જીને શુદ્ધ મનથી ક્ષમાવવા. કોઈની સાથે રોષ રાખવો નહિ. કેઈએ આપણું બગાડયું હોય તો તે વ્યક્તિ ઉપર પણ રેષ નહિ રાખતાં તે વ્યક્તિ સાથે ફરીને કામ પાડતાં, તે અમુક નુકશાન કરે તેવી છે, તેટલું જ ધ્યાનમાં રાખવું. દ્વેષ રાખ નહિ. સર્વ જીવપર મૈત્રી ભાવના રાખવી તેજ ઉતમ છે. પુણ્ય કરવું સર્વ જીવથી કદાચ ન બની શકે, પરંતુ પાપ ન કરવું એ સહેલું છે. પ્રથમના પાંચ પાપસ્થાનકે જે આગળ સવિસ્તર લખાઈ ગયા છે, તે ઉપરાંત કેય, માન, માયા, લોભ, સગ, દ્વેષ, કલહ, કલંક, ચાડી, હર્ષ, શેક, નિંદા, કપટયુક્ત અને સત્ય તથા મિથ્યાત્વ એ-૧૮ પાપસ્થાનક જેમ બને તેમ દૂર કરવાનાં છે. કેધ ગુરુએ શિષ્યના લાભ અર્થે, ઉપરથી દેખાડવા રૂપે, પણ અંદરથી શાંતિ જાળવીને કરવાનું છે. શિષ્યનું હિત ન જોનાર ગુરૂ દુષિત થાય છે. પિતાનું સ્વમાન જળવાય તેવી રીતે દુનિયામાં વર્તવું, પણ અંતરમાં બીલકુલ એમ ન ધારવું કે હું અમુક કરતાં મેટે છું. મોટાઈ ચિરસ્થાયી નથી, પણ ફર્યા કરે છે. કહેવું કંઈ અને દેખાવું કંઈ એ માયા. એવા વર્તનવાળા માણસો પર થોડો વખત બીજા વિશ્વાસ રહે, પરંતુ આખરે વિશ્વાસ જતો રહે છે. પિતાની શક્તિ પહોંચી શકે તેટલું શાંતચિતથી, બહુ આરંભ વિના, મેળવવું એ સારું છે, પરંતુ બહુ હાય કરીને, જરૂરનું નહિ છતાં, સારે ઉપયોગ કરવાની શક્તિ નહિ છતાં, મેળવવા પ્રયત્ન કરે એ લોભ કઈ રીતે ઈષ્ટ નથી. પુત્ર, સ્ત્રી, માતાપિતા, મિત્ર, અન્ય સંબંધીઓ, સર્વ પિતાને સ્વાર્થ સરે ત્યાં સૂધી સ્નેહ ધરાવે છે તેમ જાણું કેઈના ઉપર રાગ કરવાની જરૂર નથી, માત્ર પ્રસંગે પ્રસંગે પ્રસન્નતા માત્ર દેખાડવાની જરૂર છે. આપણું બુરું ઈચ્છનારા અથવા કરનારા તરફ અપ્રીતિ (ટ્રેષ) રાખવાની જરૂર નથી, માત્ર એટલું જ કે

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428