Book Title: Jain Shwetambar Conference Herald 1907 Book 03
Author(s): Gulabchand Dhadda
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 378
________________ ૩૩૬] જૈન કોન્ફરન્સ હેર૯૭ [અકબર તેમનાથી સાવચેતપણે વર્તવું. કેઈની સાથે કલહને પ્રસંગ જેમ બને તેમ ઓછો લાવે. આપણે કલહનું કારણ આપવું નહિ, અને સામે આપે તો નમતું મૂકીને બની શકે ત્યાં સૂધી કલહ ન કરે. સામે ફરજ પાડે. તે મનની અંદરના પરિણામ શુદધ રાખીને સામાને મેગ્ય પરિણામ માટે પગલાં લેવાં. કારણ કે કેધથી તથા કલહથી લેહી બળે છે. કેઈને દેષ જાણવામાં આવ્યું હોય તે તે તેના હિત માટે કહે એ જુદી વાત છે, પરંતુ સામા માણસને હલકે પાડવા માટે કહે અથવા કોઈના પર જુઠું આળ ચડાવવું એ બહુજ ગંભીર ગુન્હ છે. તે કલહનું બીજ છે. કેઈની નિંદા કરવાની પણ શાસ મના કરે છે, તે ખોટું કલંક તે મુકાય જ કેમ? કેઈની કાંઈ ગુહ્ય હકીકત આપણે જાણતા હઈએ, તે તે બીજાને હલકે પાડવા માટે, કોઈને કહેવી તે ગ્રહસ્થાઈનું લક્ષણજ ગણાય નહિ. સુખ દુઃખની પ્રાપ્તિમાં હર્ષ શેક થવો તે મનની કલ્પના જ છે. અજ્ઞાન મન પૂરું સમજતું નથી, ત્યાં સુધી તેને સુખ દુઃખને પ્રસંગે હર્ષશોકને ભાસ થાય છે, પરંતુ આત્મસ્વરૂપ વિચારતાં, તેને નિદિધ્યાસ કરતાં ઝાંઝવાનાં જળ જેવું જ તે જણાય છે. નિંદા કરવી એ પણ હાલના કાયદા પ્રમાણે ગુહો છે, તે શાસ્ત્ર, જે સૂક્ષ્મ દોષ પણ બતાવે છે, તે તેને પાપ ગણે તેમાં નવાઈ નથી. નિંદા પણ કલહનું બીજ છે. જેની નિંદા કરવામાં આવે છે તેનું મન બહુજ ખિન્ન થાય છે. માયામૃષાવાદ એટલે મનમાં કંઈ હોય અને બહાર કંઈ કહેવું. તે ટેવ આત્માને બેટે રસ્તે દેરવે છે, અને જનસમાજને સાચું તારવતાં બહુ મુશ્કેલી પડે છે, મિથ્યાત્વીઓના પ્રસંગમાં તદનજ ન અવાય એ તે મુનિરાજથીજ બની શકે તેમ છે. શ્રાવક શ્રાવિકાને પ્રસંગ પાડ્યા વિના ચાલતું નથી, છતાં એક વાત બહુ સાદી રીતે દઢ રહી શકે તેમ છે કે જીનેશ્વર એજ ખરા દેવ છે, અને તેમણે કહેલ ધર્મ એજ ખરો ધર્મ છે. તેથી વિરૂદ્ધ તે મિથ્યાત્વ છે. આ અઢારે પાપસ્થાનકેથી દૂર રહેવું યોગ્ય છે. જન્મ, વૃદ્ધાવસ્થા અને મરણ એ ત્રણ કારણોને લીધે સંસાર અસાર છે. દરેક પ્રાણુને પોતે કરેલાં કર્મ ભેગવ્યા વિના છૂટકે નથી, તેમાંથી તેને કેઈ બચાવ કરી શકે તેમ નથી. અરિહંત, સિદ્ધ, જૈન ધર્મ અને સાધુ એ ચાર ખરા શરણ છે. બાકી બધા મેહ બહારને છે, જૂઠો છે, થડા વખત માટે જ છે. આ ભવમાં તથા પરભવમાં જે પાપ કર્યા હોય, તે આત્મસાક્ષીએ એકાંતમાં નિંદવાથી આત્મા હલકે થાય છે, બની શકે તેટલાની ગુરૂ પાસે આલેચના લેવી. ખેટ ધર્મ પ્રવર્તાવ્યું હોય, જીનેશ્વરે ભાલથી કંઈ ઉંધું કહેવાયું હોય, કુમતિ અથવા કદાહથી સૂત્ર ઉથાપાયાં હેય, ઘંટી, હળ, હથિયાર ઘડ્યાં ઘડાવ્યાં હેય, તે વસરાવ્યા વિના એમને એમ રહી ગયું હોય, એ બધાં દુષ્કતની ખરા હદયથી નિંદા કરવી, અપૂર્ણ.

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428