________________
૩૨૮] જૈન કોન્ફરન્સ હેર,
[અબર ધારા નગરી જેને હાલમાં ધારગામ કહેવામાં આવે છે, ત્યાંથી નજીકમાં એક દર્શનીય પવિત્ર પર્વત ઉપર આવેલું છે. આ માંડવગઢના પ્રાચીન કિલ્લાને જેવા વાસ્તુ અંગ્રેજો તથા નામાંકિત ગૃહસ્થ અને અમલદારો પણ હાજર થાય છે. આ ગઢ તળાવ વાવડીઓ અને મેટી મટી પડેલી ઈમારત તથા સેંકડો દેવબેથી ખરેખર પ્રાચીનતાને આબેહબ દર્શાવ આપે છે. અહિં મોટા મોટા કેટિધ્વજ જેન ગૃહસ્થ આગળ થઈ ગયા છે, તેની સાબિતી ઉપદેશ તરંગિણી નામને જૈન ગ્રંથ પુરી પાડે છે, એટલું જ નહિ બલકે તે ગ્રંથમાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે, વનવાસના પ્રસંગે શ્રીરામચંદ્રજીની પટ્ટરાણે સીતાજીને પૂજા કરવા વાસ્તે શ્રી લક્ષ્મણજીએ જેનમૂત્તિ તૈયાર કરી આપી હતી. આ તીર્થ ઉપર સંવત ૧૫૮ ના પ્રાગણ માસમાં બહાણપુરથી ઈદર તરફ વિહાર કરતા શ્રીમાન મુનિ મહારાજ શ્રી હંસવિજયજી સાહેબ પધાર્યા હતા. અહિં કહેતાંબર જૈનેનું એક પુરાણું ભવ્ય મંદિર છે, પણ યાત્રાળુઓને ઉતરવાને- ધર્મશાળા બીલકુલ નથી તેથી યાત્રાળુઓને એક મોટી મસીદમાં ઉતરવું પડે છે. પરંતુ મુનિમંડળે તથા તેમની સાથે બુહાણપુરથી આવેલા સદ્દગૃહસ્થાએ આ ધાર નગરના રાજા તરથી બંધાવેલા રામચંદ્રજીના મંદિરમાં ઉતારી લીધું હતું. આવી રીતે ત્યાં આવતા યાત્રાળુઓને ઉતરવાની ઘણી અગવડતાને દૂર કરવા અને ધર્મશાળાની બોટને નાબુદ કરવા ઉક્ત મુનિ મહારાજશ્રીના સદુપદેશને અનુસરી ખાનદેશમાં આવેલા અમલનેરવાળા મહેમ શાક રૂપચંદ મેહનચંદની માતુશ્રી રૂપચંદભાઈના પુણ્યાર્થે ત્યાં ધર્મશાળા બંધાવે છે. તેમાં એવલાવાળા શાક જ્ઞાનચંદભાઈ પણ સારૂં દ્રવ્ય ખર્ચ કરી ભાગ લેનાર છે. '
આ ધર્મશાળાના પાયાનું ખોદકામ કરતાં ચાલુ વર્ષના આસાડ શુદી ૧૦ ના દિવસે પાષાણુની ૯ પ્રતિમાઓ નીકળી છે, તેની ઉંચાઈ નીચે મુજબ છે –
૨ પ્રતિમા શ્યામ વર્ણની ૯ ઇંચની. ૨ , સફેદ વર્ણની ૨૧ પ , ળ વર્ણની ૧૬-૧૪ ઈચની.
ઉપર બતાવેલી પ્રતિમાઓ સંવત્ ૧૬૦૦ ના સકામાં બનેલી હોય એમ તેની સાથે કોતરેલા શિલાલેખ ઉપરથી જાણવામાં આવે છે. આ પ્રાચીન જૈન તીર્થ છે. તેમાં વળી આવી અદભુત પરમેશ્વરની મૂર્તિઓનું પ્રકટ થવું. એ તે સેનામાં સુગંધ જેવું બન્યું છે. માટે મોટા મોટા સંઘે નીકળી અહિંની યાત્રા કરવા આ અવસરે ચૂકશે નહિ, અને અહિંના પ્રાચીન દેરાસરને જીર્ણોદ્ધાર કરાવી અમૂલ્ય લાભ હાંસલ કરશે એવી અમે આશા રાખીએ છીએ.
કડી પ્રાંતના માનાધિકારી ઉપદેશક શેભાગચંદ મેહનલાલ શાહ લખે છે કે – કડી તાબે રાજપુર ગામમાં એક સભા મેળવી “આપણે જૈન ધર્મ ” એ વિષય પર મેં એક ભાષણ આપ્યું હતું. કેટલાક જણાએ મેં નહિ ખાવાની બાધા લીધી હતી.