________________
૩૧૨ ] જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[અકબર આપણી માલકીના ઠરાવી સનદ આપેલી છે, તે હજુ પણ મજુદ છે. હસાભાગ્ય નામના સંસ્કૃત કાવ્યમાં (વિષય વધારે મોટો થઈ જવાના ભયથી અત્ર તે પુસ્તકના
લેક ટાવામાં આવ્યા નથી) પણ આ સનદ આપ્યાની બીના વર્ણવવામાં આવેલ છે. આપણું તીર્થસ્થળોએ તથા મંદિરની આજુબાજુમાં તથા પર્યુષણ વગેરે પર્વના દિવસોમાં કઈ પણ માણસ જીવહિંસા કરી શકે નહિ તેવી રીતના ફરમાને પણું અકબર બાદશાહ તરફથી કાઢવામાં આવેલા અને તેની સનદ પણ ઉક્ત આચાર્યશ્રીને આપવામાં આવેલી છે. આ સનદ વિષે-Malcolm's Central India (Vol.II p. 164) નામના પુસ્તકમાં વિવેચન કરવામાં આવેલ છે. આવી રીતની સ્થિતિ છતાં પૂરાવા એકટ (Evidence Act ) ના આધારથી તથા કેટલેક અંશે આપણું અગ્રેસરની ગફલતીથી આપણે સનદ સાબીત (Prove) કરી શક્યા નથી પણ તેથી તે ખોટી ઠરેલી (disproved ) નહિ હોવાથી બનાવટી ઠરતી નથી. કાયદાની બારીકીને લીધે હાઈકેર્ટથી આપણું સનદ કબુલ રાખવામાં આવેલી નથી તેમ છતાં કારોબારી અમલદાર (Executive Officer ) તેના તરફ ઘટતું ધ્યાન આપવા બંધાયેલ છે. આ ઉપરાંત સને ૧૮૭૨ ના કરારનામાથી આપણને જે હક મળેલા છે તેના સંબંધમાં હાઈકોર્ટના નામદાર જજો બહુજ સારું અજવાળું પાડે છે. પીગરી કેસની છાપેલી ચોપડીના પા. ૨૨ તથા ૨૩ માં જે હકીકત આપણે વાંચીએ છીએ તે ઉપરથી આપણને નવું જ જોર મળે છે. આપણી થયેલી ભુલનો લાભ લેવાના ઈરાદાથી કદાચ કહેવામાં આવે કે ડાક બંગલે બાંધવામાં આવ્યું તથા સેનીટેરીયમ સ્થાપવામાં આવ્યું (હાલ તે ઉપાડી લેવામાં આવ્યું છે, ત્યારે આપણે જરા પણ વાંધો ઉઠાવ્ય નહોતે તેના જવાબમાં એટલું જ કહેવું બસ થશે કે આપણે વાંધો ઉઠાવેલે પણ મક્કમપણાથી લડત ચલાવેલી નહિ અને તેનું કારણ એટલું જ કે સને ૧૮૫૭ને બળવો થયાને બહુ વર્ષ થયેલા નહિ અને આપણે અવાજ ઉઠાવીએ તે આપણા જેવી શાંત ગણાતી પ્રજા બેવફા લેખાય અને તેથી જ હાઈકોર્ટના નામદાર જજોના શબ્દોમાં કહીએ તો-They did not think it judicious to quarrel with the Government ) સરકારની સાથે તકરારમાં ઉતરવું તેઓ (જેને) ડહાપણ ભરેલું સમજેલા નહિ.
નામદાર લેફટનન્ટ ગવર્નરે પર્વતના જુદા જુદા વિભાગ પાડી, અમુક પવિત્ર અને અમુક પવિત્ર નહિ, તેવું ઠરાવ્યું, તેમ નહિ કરતાં હાઈકોર્ટના નામદાર જજો આખા પર્વતને (તેઓને તે વખતે આ પર્વતના ગ્રાન્ડર્ડ લાઈન થતાં Secular health resorts તરીકે ઉપયોગ કરવામાં આવશે તેવો ખ્યાલ પણ નહિ હોય) જેને પવિત્ર માને છેતે કબુલ રાખે છે. અને સને ૧૮૭૨ ના કરારનામાના બને પક્ષકારે પણ તેવીજ રીતે માનતા હતા અને તેથી કરારનામાને સાંકડે અર્થ નહિ કરતાં વિસ્તૃત અર્થ કરી તેના ઉપરથી જે અનુમાન ઇકવીટીને કાયદાના આધારે દેરી શકાય છે તેના