Book Title: Jain Shwetambar Conference Herald 1907 Book 03
Author(s): Gulabchand Dhadda
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 372
________________ ૩૩ ] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [ અકબર સમાન છે. આયાત નિકાસના આંકડા તપાસે, કેટલે માલ પરદેશ જાય છે? અને ત્યાંથી માત્ર તે દેશની મહેર છાપ લાગી આવતાં, એકના એકાવન ગણા પૈસા શું આપણે આપતા નથી? : અર્થશાસ્ત્રીઓ પ્રત્યુત્તર આપે છે, “વિવિધતા, સુંદરતા અને સેંઘાપણું એના ઉપર વેપારને આધાર રહે છે. કાનની બુટ્ટી પકડી કબૂલ કરીએ છીએ. વિવિઘતા, સુંદરતા અને સાંઘાઈ આપણે ત્યાં નહીં થઈ શકે? ધારો કે અત્યારે તે ન મળી શકે પણ પાંચ દહાડે એનું પરિણામ શું? કરોડ રૂપિયા આપણે પર દેશમાં નથી ફેંકી દેતા? ધર્મમાં નિષેધ કર્યો છતાં આપણે શેનો પ્રતિરોધ કર્યો છે? ઉપર ઉપરથી ટાપટીપ જોઈને મહવાનું નથી, તેમ પુરાણ કાળના પૂર્વજના પરાક્રમના ગુણગાન કયે દી વળે એમ નથી, અત્યારે આપણી ભારતવાસીની કેવી દીનાવસ્થા છે! “ક્યાં છે એ દયા? - ' કયાં છે તે મયા? સત કટિ બંધુભગિની, અન્ન વિના ટળવળે, હાડ ચામનાં એ પિંજરે જ્યાં ત્યાં રખડતાં મળે. શી દશા અરે, આંગણે કળકળે.” આવી દશા આપણુ બધુની છે. કયાં છે આપણા અંતરમાં આદ્રતા, હૈયામાં હત, ઉરમાં ઉદારતા, સાધુતા અને બંધુતા! પશ્ચિમને એક સમર્થ ઇતિહાસક અને તત્વવેત્તા કહે છે કે “સાધુતા, બંધુતા અને ઉદારતા વિના ઉન્નતિ નથી.” આપણા શાસ્ત્રકારો એથી આગળ વધે છે, અહંના પાપ ધ એ આપણે ભારે તીને મુદ્રાલેખ છે. સર્વ શાસ્ત્રકારો ડિડિમ પિકારે છે, વિચાર, ઉચ્ચાર અને આચારના ઐક્ય વિના ધર્મ પળા નથી. આપણે જેને જ્ઞાન વિજળ્યાં : (જ્ઞાન અને ક્રિયાથી મેક્ષ છે) એમ માનીએ છીએ. વેદને માનનારા, જ્ઞાન અને કર્મ સિવાય મોક્ષ માને છે શું? એક જણ યથાર્થ કહે છે કે -- સાંભળજે વ્હાલાં એ ! વચને દીનના. નિકટ સગાંઓ સમજે ભાઈ બહેન ! મત છે ધમ બધાના મૂળમાં સઘળાએ સન્તને એ ઉપદેશ જો! A ( શ. રા. કાન્ત).

Loading...

Page Navigation
1 ... 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428