________________
૧૯૦૭] સ્વદેશી હિલચાલ
[૩૩૧ સર્વ ધર્મમાં આ ઉપદેશ છે. માનવીના અંતરમાં પણ એજ ભાવનાની તરંગાવલિ હેરે છે. માત્ર સ્વાર્થી આપણી આંખ એ સુખકર હેરનાં દર્શન કરી શકતી નથી. મનુષ્યમાંથી પ્રભુ થવાની મહત ઈચ્છા રાખીએ છીએ; અને કેક દહાડો કઈ ભવમાં પણ એ પરમતિના દર્શન પામવાની અમર આશામાં આપણે પ્રવૃતીએ છીએ; ઉદ્દેશ મહાન અને કલ્યાણકારક છે ! પણ એ પદ પ્રાપ્ત કરનાર જેવી આપણી સ્થિતિ દઢ છે? ભગવાન મહાવીરને સકળ જીવમાત્રનું કલ્યાણ કરવાની ઈચ્છા થતાં, રાજપાટ, માતાપિતા, સગાં સમ્બન્ધીને ત્યાગ કરવામાં કેટલે વિલંબ કર્યો હતે ! અને આપણે એજ પૂજ્યશ્રીના પદને માટે વાંછનારા શું કરિયે છીએ. પચાસ વર્ષ થયાં સ્વદેશી હિલચાલના પોકાર થતાં સાંભળિયે છીએ, અને બે વર્ષ થયાં તે એ દેવીના જયમંગળ આપણે આંગણે ગવાતાં સાંભળતાં છતાં શું કર્યું? પ્રશ્નનો ઉત્તર હકારમાં મળતું નથી, નરવીર દેશભક્ત લાલા લજપતરાય દેશની ઉન્નતિને માટે એક સ્થળે લખે છે કે, દેશની ઉન્નતિ માટે કેળવણી અને વેપાર, એ સ્વતંત્ર હોવા સાથે જાતીય એકયની આવશ્યકતા છે.
આ બે બાબતની સ્વતંત્રતા વિના મનુષ્યજાતિની ઉન્નતિ નથી. પહેલી બાબત આપણા હાથમાં આજે નથી. પણ વેપાર સ્વતંત્રતા તે આપણે પ્રાપ્ત કરિયે એમ છે. વેપારના આવશ્યક અંગોપાંગ સાધન સાજાં તાજાં આપણી પાસે છે. એક લેખક એ સંબંધમાં લખે છે કે:-“વ્યાપારી આલમમાં હિંદુસ્તાનને સ્થાન પામવા માટે ખરા હૃદયની લાગણીથી કામ કરનારા માણસો, કે, સ્ટીમ નેવીગેશન અને વીમા કંપનીઓ અને ખનિજ સંપત્તિને ભંડાર ખુલ્લા કરનાર શાસ્ત્રવેત્તાઓ.” પણ એનાજ ઉત્તરમાં અન્ય લેખક કહે છે કે એ બધું મળે પણ તેનું બજાર ક્યાં શોધવું ? અન્ય દેશમાં? નહીં, આપણેજ આપણે વેપાર ઉદ્યોગ વધારવાને આપણા દેશમાં દેશીનેજ હાથેજ બનેલે માલ વાપરે. એના જેવું બીજું બજાર એકે નથી” આ યથાર્થ છે. દરેક દેશીએ આરંભમાં પોતાને વ્યાપાર ઉદ્યોગ ખીલવવાને આજ પ્રયત્ન આદર્યો હતે, અને હજુ પણ આદર્યેજ જાય છે. ચીન, જે પાન, અને અમેરિકા, ઈંગ્લાંડમાં પણ અદ્યાપિ એજ વાર્તા ચાલુ છે. ક્રિડના હિમાયતી પણ જનસત્તા આગળ “જ્ઞાન અને જ્ઞાનીએ” ને “શત્રુ” ગણવા મંડયા છે. ત્યારે આપણે આપણું માર્ગ-રાજમાર્ગ-પર ચડવું જોઈએ. અને તે માટે બની શકે એટલે શ્રમ કરવો જોઈએ. હવે વેપાર વૃદ્ધિના આવશ્યક અંગે પાંગનું પૃથકકરણ કરિયે!
અપૂર્ણ,
બાયત