________________
૩૧૪] જૈન કેફિરન્સ હેરલ્ડ,
[ અકબર કાંઈ ઓછી અગત્યનો સવાલ નથી. દિગમ્બર ભાઈએ આ તીર્થને આપણા કરતાં પણ વિશેષ પવિત્ર માનતા હોવાથી તેઓને આપણા કરતાં વધારે ઉત્સાહથી કામ લેતા આપણે જોયા છે. તેની સાથે આપણે કલકત્તા અને મુશિદાબાદ નિવાસી અગ્રેસમાં દિલગીરી સાથે કબુલ કરવું પડે છે કે નજીવા કારણસર બે મત જોવામાં આવે છે તે પણ હવે આશા રાખીશું કે તેઓ તીર્થનું રક્ષણ કરવાની પિતાની પવિત્ર ફરજને વિચાર કરી તીર્થના દરેક કાર્યમાં એકસંપીથી કામ કરશે.
પીગરી કેસવખતે પિતાના પદરના ચાળીસ હજાર રૂપિયા ખર્ચા હાઈકોર્ટથી આપણા લાભમાં ફેસ મેળવનાર રાયબહાદૂર બદ્રીદાસજી જેઓ હજુ પણ આ કામ પિતાનું અંગત સમજી પ્રયાસમાં મચ્યા રહ્યા છે તેમને ધન્યવાદ ઘટે છે. તથા પિતાને અમુલ્ય વખતને ભોગ આપી શેઠ આણંદજી કલ્યાણજીની કમીટીના પ્રેસીડેન્ટ તથા જૈન કોન્ફરન્સના જનરલ સેક્રેટરી શેઠ લાલભાઈ દલપતભાઈ તથા રેસીડેન્ટ જનરલ સેક્રેટરી શેઠ વીરચંદ દીપચંદ સી. આઈ. ઈ. આ તીર્થરક્ષણના કાર્યને પ્રધાનપદ આપી પિતાની વૃદ્ધ વય છતાં શ્રીસમેતશિખરજી જેટલે દુર બેંગાલના લેફટનન્ટ ગવર્નર સન્મુખ જૈન કેમ તરફથી તકરારી યેજના વિરૂધ્ધ વાંધે જાહેર કરવા ગયા હતા તે માટે સમસ્ત જેન પ્રજાગણ તરપૂથી અભિનંદન આપીએ છીએ. અને શેઠ લાલભાઈને દેવગે નડેલા અકસ્માત માટે દિલગીરી પ્રદશિત કરી અંતઃકરણથી ઇચ્છીએ છીએ કે તેઓ સાહેબ વગર વિલંબે વ્યાધિથી મુક્ત થઈ પિતાને હાથ અસલ સ્થિતિમાં સત્વર સારો થતાં પિતાને વતન તાકીદે પાછા પધારી મુંબઈની તથા અમદાવાદની જૈન કોમને તેઓના તરફ માનની લાગણી પ્રદશિત કરવાની તક આપે.
આ સ્થળે કેટલેક અંશે અમારી ઓફીસ તરફથી થયેલી હિલચાલના પરિ. ણામરૂપ ડેપ્યુટેશનમાં પધારેલ અન્ય ગ્રહો શેઠ રતનચંદ ખીમચંદ તથા કાપડીયા મોતીચંદ ગિરધર તથા ઝવેરી મોહનલાલ મગનભાઈ તથા સોની ન્યાલચંદ લક્ષ્મીચંદને પણ અમે અંતઃકરણથી આભાર માનીએ છીએ. અને આગેવાન ગણાતા સર્વે જૈન બંધુઓને આ કાર્ય તરફ લક્ષ આપવા વિનવીએ છીએ. તથાસ્તુઃ
સરકારના કારોબારમાં હિંદીઓને વધારે હિંસ આપવાની નેમથી
તૈયાર કરવામાં આવેલી યોજનાઓ. જૈન પ્રજાએ
તે સંબંધમાં જાગૃતિ બતાવવાની જરૂર We hold ourselves bound to the Natives of our Indian teritorries by the same obligatious of duty which bind us to all our other subjects, and those obligations, by the blessing of Almighty God, we shall faithfully and concientiously fulfil.