________________
૧૯૦૭] મુંબઈમાં ઉભરાઈ જતી કર્ણમંદિરોદ્ધારની ટીનું નિ . [૩ર૭ ઘણી સાવચેતી રાખવાની જરૂર છે. જોકે આવી ટીપ ઘણીખરી જગાએ આગેવાન ગૃહસ્થની મારતેજ થાય છે, પરંતુ તેવા ગૃહસ્થોએ પિતાની મારફતે થયેલી ટીપમાં લખાવેલ દેરાસર દેરાસર તરીકે ગણી શકાય તેવા છે કે કેમ? અને ગણી શકાય તે તે કેવી સ્થિતિમાં છે? તેમાં કઈ કઈ જગાએ જીર્ણ થયેલું છે? તેમાં કેટલું ખર્ચ થાય તેમ છે? તેમાં (ટીમાં મોટી મોટી રકમ લખવામાં આવે છે તેવું મેટું ખર્ચ કરવાની જરૂર ગામની સ્થિતિના પ્રમાણમાં છે કે કેમ? અને સદરહુ ટીપમાં ભરાયેલાં નાણું તુરત વાપરવામાં આવશે કે કેમ? વિગેરે ઘણી બાબતોની તપાસ કરવાની જરુર છે. મારા સમજવા પ્રમાણે સેંકડે પચાસ ટકા જેટલા આગેવાને તેને વિચાર કરતા હશે. ત્યારે બાકીના ગૃહસ્થ પિતાનાં સગાં સંબંધીઓ અગર ચાલુ વ્યવહારમાં આવતા માણસોની શરમથી માત્ર પોતાની નામનાની ખાતર ટીપ ભરાવવામાં સામેલ થાય છે. અને તેથી તેમાંની કેટલીએક ટીપનાં નાણુને જીર્ણોદ્ધારનાં બદલે નવીન દેરાસરો બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહિ પણ દેરાસરોની શોભા કરવામાં વાપરવામાં આવે છે. અને આવી રૂઢીથી હાલના બારીક સમયમાં જ્યાં દેરાસર કરવાની જરૂર હોતી નથી ત્યાં પણ નવાં દેરાસર બંધાવવામાં આવે છે, જેથી થોડા વર્ષમાં ત્યાંના લેકેની સારી સ્થિતિના અભાવે કેસર, સુખડ જેવી સાધારણ ચીજો પણ માગવાનું શરુ કરવું પડે છે. તે પછી તે ઉપરથી જ મારા મિત્ર વિચાર કરશે કે તેવા દેરાસરની આગળ કેવી સ્થિતિ થાય ?. અને આમ કરતાં ઉક્ત દેરાસરમાં જે કાંઈ આશાતના થાય તેમાંથી ટીપ શરૂ કરાવનારા ગૃહસ્થને પુણ્ય ઉપાર્જન કરવાને બદલે પાપના ભાગી થવાનો વખત આવે કે કેમ? આવાં કામ કરવાં એ ઘણું જરૂરનાં છે પરંતુ કરતાં અગાઉ ઘણે ઉડે વિચાર કરવાની ખાસ જરૂર છે.
આવી ટીપ આપણી શ્રી જેન વેતાંબર કેન્ફરન્સ ઓફીસ મારપૂત તપાસ થઈને નિર્ણય થયા પછી જ શરૂ કરવાની જરુર છે. ટીપે જ્યાંથી શરૂ થઈ હોય ત્યાંથી જ શરૂ કરવી પણ કેન્ફરન્સ ઓફીસ ચેકસ તપાસ કરી જ્યારે તેવી ટીપ ઉપર સીકક મારીને રજા આપે ત્યારેજ શરૂ થાય તે વાસ્તવિક રીતે કઈ પણ બેટી ટીપવાળા તેમાં ફાવી જવાનો સંભવ રહે નહિ. કારણકે કેન્ફરન્સ હાલમાં જ થયેલી આખા હિંદુસ્તાનની ડીરેકટરીનું મોટું અને સરસ સાધન છે. તે મારતે તેઓ ચેકસ તપાસ કરી શકે તેમ છે. તેમજ હજારે રૂપીઆ ખર્ચ કરીને જે ડિરેકટરી કરવામાં આવી છે તેને મુખ્ય હેતુ પણ આવી બાબતમાં તેને ઉપયોગ કરવાનું છે. માટે મારી આગેવાન મુરબ્બીઓ, આપે પોતે જ આવી ડીરેકટરી કરવાથી આપણે પિતાની કેમના વધારે માહેતગાર થવાય તેવી આશાએ જ તેમજ ઢોંગી અને હરામખોર લોકથી હવે પછીથી ઠગાઈ જવાય નહીં તેની તજવીજ થઈ શકે તેટલા માટે જ કેન્ફરન્સના