________________
૩૬] જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[અકટોબર કરનારાઓ તોડી પાડવાની બુદ્ધિ વિશેષ ધરાવે છે, અને સારી પેજના કરવાની બુદ્ધિ અલ્પ ધરાવે છે. નિઃસ્વાર્થ કામ કરનારાઓએ આવા ખોટા આક્ષેપોથી બીલકુલ બીહવાની જરૂર નથી. પુન્ય ફળ મળ્યા વિના કદી રહેનાર નથી. માટે પોતાના કરતાં વધારે સારી સંભાળ લેનાર વ્યવસ્થાપક ન મળી શકે ત્યાં સૂધી શાંત રીતે કામ કર્યો જ જવાનું છે. કદાચ અતિશય મૂઝાઈને કામ છોડી દેવાની ફરજ પડે, તે પણ આવા જીવદયાનાં ખાતાંઓ તરફ અમીદ્રષ્ટિથી દરકાર રાખ્યાજ કરવાની છે, અને તે ખાતાને અતિશય ગૃચ આવે, ત્યારે તેની મદદે પણ દેડવાનું છે. સામાન્ય રીતે પાંજરાપોળોમાં માંદા, લૂલાં, લંગડાં જનાવરે, કોઈપણ પેદાશ નહિ આપનારા બોકડા, કબૂતર, પાડા, કૂતરાં વિગેરે જનાવરો તથા પક્ષીએને માણસો મૂકવા આવે છે કૂતરા માટે એક રોટલી કે રોટલે પહેલા કરવાને ઉત્તમ દયાળુ રીવાજ સ્વાર્થ ત્યાગ અને પશુદયાજ સૂચવે છે. અંગ્રેજ સરકાર, જે મનુષ્યનું જ ભલું જેનાર છે, પશુઓનું શું થાય તેની જેને બહુ દરકાર નથી, તે તો આંખ વીચીને કૂતરાને મારી નાંખવાનાં જાહેરનામાં બહાર પાડે છે. કાગડા પણ અવાજ કરનાર હોવાથી બિચારા નકામા માર્યા જાય છે. ઉંદર, મરકીની સૂચના કરનારા છે, છતાં તે પણ કરોડની સંખ્યામાં આખા હિંદમાં સર્વ સ્થળે મરાયા જાય છે. આવી નિર્દય સ્થિતિમાં બની શકે તેટલી જીવ દયા પાળવી એ ઉત્તમ મનુષ્ય ધર્મ છે. આ લેખકે ૪-૫ પાંજરાપોળ જોઈ છે, અને તેમાં સામાન્ય રીતે બહુ ફર્યાદ જેવું જણાયું નથી. ફર્યાદ કરનારા નાની વાતને મોટું રુપ આપનારા હોય છે. છતાં તે ફર્યાદમાં જેટલું સત્ય હોય, તેટલાને ઉપાય કરવાની વ્યવસ્થાપકની ફરજ વ્યવસ્થાપકે ભૂલવી જોઈતી નથી. ઘાસ ચારાની સંભાળ રાખવી, જનાવરો ઉપરા ઉપર ન પડે તેની સંભાળ રાખવી વિગેરે આવશ્યક ફરજે વ્યવસ્થાપકને માથેજ છે. એક બાબત બહુ દિલગીરી ઉપજાવનારી આ લેખકે ચેડા વખતપર સાંભળી છે. અને તે સર્વ પાંજરાપોળના વ્યવસ્થાપકોને ખાસ લક્ષમાં રાખવા જેવી છે. એક મોટા માણસ જૂદી જૂદી પાંજરાપોળોમાંથી પાળવાને બહાને બળદ, વિગેરે જનાવરે મટી સંખ્યામાં દર વર્ષે લઈ જાય છે, અને તેજ ઢોરને પૈસા લઈને વેચે છે. આ ઢેરેની પાછળથી બહુ દુર્દશા થાય છે. માટે ખાતરી કર્યા વિના કોઈને પણ પાંજરાપિળમાંથી જનાવર આપવું જોઈએ નહિ. પાંજરાપોળ નિભાવવાની શક્તિ ન હોય તે પાંજરાપોળ ન સ્થાપવી એ ઉત્તમ છે. સ્થાપી હોય તે નિભાવવાની શક્તિ જેટલાંજ ઢેર રાખવાં. પણ પાછળથી લેટરી કાઢવી પડે, ગામેગામ ફરવું પડે એ બહુ ઈષ્ટ નથી. જો કે તે પણ અકર્તવ્ય છે એમ નથી. પહેલાં ગામમાં ફરીને પૈસા એકઠા કરવા અને પાંજરાપોળ માટે ભવિધ્યની ગોઠવણ કરવી એ તે દરેક રીતે ઈષ્ટ છે જ, પાજરાપોળના હિસાબો બહાર પાડવાને રીવાજ બહુ સારે છે, કારણકે તેથી પિસા આપનારને યશની.