________________
૨૮૬]
જેને કેફરન્સ હેરલ્ડ,
[ સપ્ટેમ્બર - દેવીને ભેગ આપીને સંતુષ્ટ કરવાના ઈરાદાથી આ વધ કરવામાં આવે છે, જેથી કરીને મહામારી (પ્લેગ) શીતળા, કેલેરા આદિ દુષ્ટ બિમારીઓની આફતે વસ્તીમાં આવે નહીં, પરંતુ દર વરસ આ વધ થતાં છતાં પ્લેગ, કોલેરા, શીતળા, તાવ, દુભિક્ષ (દુકાળ) આદિ આફત હિંદુસ્તાનમાં આવ્યેજ જાય છે. રાજાથી રંક સુધી સર્વેને પોતાના પૂર્વ જન્મના કર્માનુસાર સુખ દુઃખ ભોગવવું પડે છે, અને આ આફત કેવળ મનુષ્યના પાપની શિક્ષા રૂપ છે. આ પાપથી બચવાને વાતે માણસ નિરપરાધી નિર્દોષ) અવાચક (મુંગા) જાનવરની હત્યા કરે આ કે ન્યાય ? શું આવા ન્યાયથી સર્વ શકિતમાન પરમેશ્વર રાજી થશે ? કદી નહીં.
નામદાર અંગ્રેજ સરકારના રાજ્યમાં પણ વખતો વખત મરકી (પ્લેગ) વિગેરે બીમારીઓ આવે છે અને કુદરતથી નાબુદ થાય છે, તેવા રોગોની શાંતિ માટે કાંઈ પાડા આદિને પશુવધ થતો નથી, પરંતુ તદુરસ્તીના નિયમને અનુસરવાના ઈલાજ લેવામાં આવે છે.
-- પશુવધ શાસ્રરીતિ નથી, આ નિર્ણય મોટા મોટા વિદ્વાન શાસ્ત્રીઓની સભાએમાં ઘણએક વાર થઈ ચુક્યો છે, અને આવા અસલ શાસ્ત્રના અનુસાર કેટલાક ધર્મિષ્ટ્ર રાજ્ય કર્તાઓએ આ પશુવધ પિતાની વસ્તીમાં સર્વથા બંધ કરાવી, તે જાનવરની નેક દુવા પ્રાપ્ત કરી છે.
હજુર રહેમ દિલ, બુદ્ધિમાન અને ન્યાયી હોવાથી અમારી અરજ છે જે દશેરાના દિવસે આપના રાજ્યમાં પાડા, બકરાં વિગેરેને વધ બંધ કરવાને હુકમ જારી કરવાની મહેરબાની પૂરમાવશે અને સનાતન આર્યધર્મની રક્ષા કરજે અરજ. :
હજુરને દાસાનુદાસ, . (સહી) વિરચંદ દીપચંદ સી. આઈ. ઈ.
રેસીડંટ જનરલ સેક્રેટરી.
જૈન સમાચાર.
વનરાજ ચાવડ–સ્વર્ગસ્થ મહીપતરામ રૂપરામ નીલકંઠ સી. આઈ. ઈ. તરફથી બહાર પડેલ “વનરાજ ચાવડા” નામના ગ્રન્થમાં જૈન ધર્મની વિરૂદ્ધનું-જૈન ભાઈઓની ધાર્મિક લાગણીને દુખવનારૂં જે લખાણ કરવામાં આવ્યું છે, તે હવે પછીની આવૃત્તિમાંથી રદ કરવાને તેમના સુપુત્ર સાલ મી. રમણભાઈ મહીપતરામ નીલકંઠ બી. એ. એલ એલ. બી. ઉપર જોન કેન્ફરન્સ તરફથી પત્ર લખવામાં આવ્યું હતું તેના જવાબમાં તેઓ સાહેબ લખી જણાવે છે કે હવે પછી જે આવૃત્તિ બહાર પાડવામાં આવશે તે પહેલાં તમારી સાથે મસલત કરીશ. વાંધા પડતે ભાગ કાઢી નાખવામાં મને જરા પણ અડચણ નથી. એક વર્ષ પહેલાં જે આવૃત્તિ બહાર પડી