________________
૧૯૦૭]
આપણું અધિગતિ, તેમાં ફેરફાર કરવા માટે શું કરવું?
[રા
fellow feeling, unity and harmony. If we have these things amongst others, we have still a very wide field for our Jain Pleaders and Doctors. My humble opinion is there-fore, that those who might have a special taste for Technical line may be sent up to that line, while others having natural aptitude for Law or medicine may be allowel to take th:at line and that our Conference or our Shethias should extend their help to any poor Jain Student who may be pursuing any course whether Technical or not.
N. J. Mehta.
આપણું અધોગતિ, તેમાં ફેરફાર કરવા માટે શું કરવું?
- આપણાં બાળકો, આપણું ભવિષ્યના શહેરીઓ ને કોમના ઉદ્ધાર કરનારાઓની શારીરિક સ્થિતિ આવી કેમ છે? તેના શરીરના અવયવે ખીલેલા કેમ દેખાતા નથી? તેઓની આંખો તેજસ્વી કેમ દેખાતી નથી? તેઓના મુખડા ફીકા કેમ દેખાય છે? વારંવાર તેઓ (“સીક”) માંદા પડવાની ફરીયાદ શા કારણે કરે છે? શું તેઓ ભૂખ્યા રહે છે? યા દેશના હવા પાણી ખરાબ છે? તેમ તે બનવું અશકય છે, કેમકે સુકે પાકે રેટલ ખાનારા, સેંકડોની મજુરી કરનાર, કે વાસણ માંજનાર કે દળનારીના છોકરા ને તેજસ્વી અને તાકાતદાર નજરે પડે છે! તે દરરોજ દુધ કે બદામના શીરા ખાતો નથી પણ સુખી જણાય છે અને તેના શરીરના અવયવે ખીલેલા માલમ પડે છે! તેઓ જે હવામાં રહે છે તે હવામાંજ આપણાં બાળકે રહે છે, અને તેઓ જે ખોરાક ખાય છે તેના કરતાં આપણાં બાળકે વધુ પિષ્ટિક ખોરાક ખાય છે, તે છતાં, તેઓ સબળ હોય છે, આપણાં બાળકે દુર્બળ હોય છે! પેલા ગરીબો જ્યારે નાની ઉમરમાં યુવાન દેખાય છે, ત્યારે આપણાં બાળકો યુવાન છતાં ઘરડાં દેખાય છે, અને જ્યારે પેલા ગરીબ લાંબી જીંદગી સુધી જીવે છે, ત્યારે આપણું ભવિષ્યના આશા આપનારાઓ ૩૦-૩૫ ની વયેજ આ દુનિયા છોડી જાય છે! જેન વસ્તીથી હળમળી રેહલા શહેરેશહેર અને ગામેગામ ફરે, પિળેપળ અને ફળીએફળીએ તપાસ કરે તો જણાશે કે જેને બાળકો અને યુવાનોની સ્થિતિ ઉપરના વર્ણન જેવી જ છે. એથી પણ વધુ દુર્દશા આપણામાં આપણી નજર બહાર થાય છે. કોઈપણ શહેર કે ગામના મૃત્યુપત્રક તપાસતાં મેટે ભાગે બીજી કેમની સર