________________
૨૦૨] જેન કેન્ફરન્સ હેરલ્ડ,
[સપ્ટેમ્બર રૂ. ૫૭૦૦૦ ની ઉપજ થાય છે અને ઉમેદવારને પરદેશ મેકલવાના ખરચીને બાદ કરતાં આ વર્ષે રૂ. ૧૩૦૦૦ ની સીલક બાકી રહેશે એવું ધારવામાં આવે છે. એ સિવાય બંગાળીઓએ એ માટે ચાર આનાનું ફંડ ઉભું કર્યું છે, અને શ્રીમંતોએ ચાર આના કરતાં મેટી રકમ ને મધ્યમ વર્ગે ચાર આના જેટલી રકમ ભરી આપી મંડળના કામને સરળ રીતે રસ્તે પાડ્યું છે.
આવા ફડે આપણે શું ઉભાં કરી નહિ શકીએ? સારા વ્યવસ્થાપકે, ઉદાર દિલના કારભારીઓ, સમતા તેમજ સમભાવ સમજનારા આગેવાને, ને અંગત અદેખાઈ ને અંટસને સ્વને પણ ખ્યાલમાં નહિ આવવા દેનાર વીરલાઓ શું આપણી કેમમાં નથી? શું આપણે કેમમાં ન્યાયી, વિવેકી અને સદાચારી રને ગુમ થયા છે? તેમ તો છેજ નહિ! ત્યારે આપણે પણ તેમ કેમ નહિ કરી શકીએ ? વાર્થમાં સંતાયલા શ્રીમંત ! જાગે ! અને તમારી પરે માટે તૈયાર થાઓ !
જુઓ બંગાળની ઉપલી મંડળીએ શું કર્યું છે? તેઓએ લગભગ ૧૫૦ વિદ્યાથીઓને પરદેશ હુન્નર ઉદ્યોગ શીખવવા મેકલ્યા છે. તેમાંથી છ જણ હિંદ ખાતે પાછા ફર્યા છે. એક જણે કાચ બનાવવાનું કારખાનું ઉઘાડ્યું છે, બીજાએ પેન્સીલનું કારખાનું ખોલ્યું છે, બે જણાએ દીવાસળીનું, એક જણાએ બટનનું અને એક જણે મીણબતી બનાવવાનું કારખાનું ઉઘાડયું છે. બીજા કેટલાક ખેતીવાડીના હુન્નરમાં, ચામડા કેળવવાના હુન્નરમાં, વિજળીક વિદ્યાના હુન્નરમાં, છીંટ વણવાના, છાપવાના હુન્નરમાં, કે ઈમારત બાંધવાના કાર્યમાં અને બીજા ઘણાક હુન્નરોમાં પ્રવિણતા મેળવી છે. ભાઈઓ! તમે પણ શું એવા ખાતાઓની સ્થાપનામાં તમારે જય જોતા નથી? જે જેતા છે તે જાગો! નિદ્રાનો ત્યાગ કરે ! આળસને દેશવટે દે, અને દુનીઆને દેખાડો કે જેને નિ:સત્વવાળા નહિ પણ પિતાને ક્ષત્રીય પૂર્વજોને દીપાવનાર ક્ષત્રીય વીર્ય હજી પણ ધરાવે છે!
ચંદ્ર,
પહોંચ. સાધુ સાધ્વી યોગ્ય પ્રતિક્રમણ ક્રિયાનાં સૂત્રો –મુનિરાજ સુમતિસાગર તથા મણિસાગરના ઉપદેશથી સીરસાલા જૈન પાઠશાળા તથા બીજા ગૃહસ્થની મદદથી પાનાના આકારમાં છપાયાં છે. અર્થસહિત ૧૦૦૦ નકલ છપાવવાની છે. જેમને જોઈએ તેમણે શ તીલેકચંદ રૂપચંદ મુ. સીરસાલા, ખાનદેશ, એ શિરનામે લખવું.