________________
૨૮]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ સપ્ટેમ્બર ઉપલી ઉમદા નસીયત-શીખામણ અક્કલના જવાહરેને ઉપયોગ દેશમાં ચારે તરફ થવા લાગે છે. જ્યાં ત્યાં દેશના પુત્રને આગળ વધારવા પારસીઓ પારસી કેમ માટે, હિંદુઓ હિંદુ પુત્ર માટે અને મુસલમાને મુસલમાન કામ માટે, જુદી જુદી સંસ્થાઓ મારફતે ઉપાય યોજી રહ્યા છે, એટલું જ નહિ પણ કેમ કેમનો તફાવત નહિ ગણનારા દેશહિતકારી નરે, સર્વ દેશીપુત્રે મારફતે એવા ઉપાયે જયા જાય છે, અને તે જેલા ઉપાયે અમલમાં મુક્યા જાય છે.
એ ઉપાયે અમલ કરનાર સૌથી અગત્યને હિંદને ભાગ બંગાળાને સ્વદેશાભિમાની ઈલાકે છે. એ ઈલાકાના બેલવે તેમ કરે બહાદૂર સ્વદેશાભિમાની નરેએ ચાર વરસ પર બંગાળામાં હુન્નર ઉદ્યોગને ફેલાવો કરવા માટે એક મંડળ સ્થાપ્યું હતું. એ મંડળ જેકે આપણી કોન્ફરન્સ કરતાં ઓછી ઉમરનું ચાર વરસનું દુધમલ બાળક છે તે છતાં તેણે જે કાર્ય કરી બતાવ્યું છે તે આપણને દ્રષ્ટાંત રૂપ છે, અને આપણું મેટા મેટા શ્રીમતે, માન ભૂખ્યા વક્તાઓ, અને અદેખા વણિકે, હજુ સુધી લાખની રકમને વહીવટ તેઓને જેલ આપે તેવી રીતે નહિ કરી શક્યા હોવાથી, તેઓને શરમાવા રૂપ છે. પહેલે વર્ષે એ મંડળે ૧૮ બંગાળી જવાનેને હુન્નર ઉગની કેળવણી લેવા માટે, જાપાન અને અમેરીકા ખાતે મોકલ્યા હતા. એ બાદ એ મંડળ કુંભકર્ણની નિદ્રામાં સુઈ નહિ રહેતાં પિતાનું કામ વધાર્યું ગયું હતું, અને બીજે વરસે તેણે ૪૪ જવાનેને હુન્નર ઉદ્યોગની કેળવણી માટે પરદેશ રવાના કર્યો હતા, પણ ત્રીજે વરસે એ મંડળે આગલા બે વરસના રેકર્ડને તેડનાર મેટી સંખ્યામાં ૯૩ વિદ્યાથીઓને પરદેશ ખાતે વિદ્યા હુન્નરની કેળવણું લેવા માટે રવાના કર્યા છે. આ ૯૩ વિદ્યાથીઓમાંને અડધો ભાગ અમેરીકા ગયે છે, ૩૬ વિદ્યાથીઓ જાપાન ગયા છે, જયારે ૧૩ ઇંગ્લેંડ ગયા છે અને બે કાન્સ ગયા છે. એ મંડળીએ પિતાના દાખલાથી એવું જાહેર કર્યું છે કે નાની નાની નોકરીઓ કે દેશમાં ચાલતે એક વેપાર, અનાજ, રૂ કે મોતીના વેપારથી દેશનું દલદર ફીટશે નહિ પણ જયારે બીજા દેશે આગળ વધ્યા જશે ત્યારે આપણે પાછળ રહી જવાથી, આપણે પૈસાની જે તંગાસ હમણું ભેગવીએ છે, તેમાં ભવિષ્યમાં મેટે વધારે થશે. તેઓએ એ પણ દાખલા દલીલથી સાબીત કર્યું છે કે વકીલ બેરીસ્ટરે કે દાકતરે થવાથી પણ દેશનું દાલીદ્ર ફીટવાનું નથી, પણ દેશની દલત દેશમાં રહેવાથી અને દેશના પુત્ર તે જાળવી શકે એવી વ્યવસ્થા કરવાથી અને તે માટે હુન્નર ઉદ્યોગને ફેલાવો કરવાથીજ હિંદુસ્થાનનું ભલું કરી શકાશે.
એજ કારણથી એ મંડળ બે ચચાર રૂપ્યાની માસિક સ્કલરશીપે નહિ પણ રૂ ૧૦૦ ની માસિક સ્કોલરશીપ જેવી મોટી સ્કેલરશીપ આપે છે. આવી મોટી સ્કેલરશીપ ૨૦ ચુનંદા ગ્રેજ્યુએટને આપવામાં આવી છે, અને ૯૩ વિદ્યાર્થીઓને મુસાફરીને ખરચ પણ પિતે આપવા તૈયારી બતાવી છે. એ સિવાય બે માણસે મંડળના આશ્રા હેઠળ