________________
૧૯૦૭]. - હવે તો ચેતો.
[૨૬૫ નાગર વિગેરે કામમાં એક સંપ હોવાને લીધે તેઓ પિતાના ધંધા ઉગ કે સત્તાને લાભ પોતાના જાતિભાઈઓને ખાસ કરી આપવાને કાળજી રાખે છે ત્યારે તમારામાં તેવું જાત્યાભિમાન ક્યાં છે અને જ્યાં સુધી જાતિનું તેમજ ધર્મનું અભિમાન નથી ત્યાં સુધી તમારો ઉદય પણ દુર છે તે નકકી સમજવું. એક જેની તરીકે તમોને એ. દ્રિીથી પચેંદ્રી સુધીના સર્વે જીવો પર પ્રતિભાવ રાખવાની શાસ્ત્રથી ફરજ છે પરંતુ અત્યારે અપેંદ્રી વર્ગને જવા દઈએ તે પણ તમારા પચેંદ્રી મનુષ્યવર્ગ અને તેમાં પણ તમારા ધર્મબધુ ઊપર પણ તમારી પ્રીતિ નથી તે કેવી ખેદની વાત છે?
ટુંકમાં કેળવણીમાં પ્રવર્તતાને તેમાં સહાય આપવાની અને ફરજીઆત રીતે દરેકને કેળવણીમાં વધારવાની જરૂર છે આજકાલ ઠેકઠેકાણે પાઠશાળાઓ ખોલાય છે, પરંતુ ત્યાંના નિવાસીઓને પેટ પુરવાના સાંસા હોવાને લીધે તે તુર્તમાં બંધ થાય છે કારણ એટલું જ કે તેવા પ્રસંગમાં બાર વરસના બાળકને પણ કમાવાની ફિકર થઈ પડે છે.
આપણે કન્યાવિક્રય ન કરવા, દાડ ન કરવા, અને રડવા, કુટાવાનું બંધ કરવા જે શિખામણ દેવી પડે છે તે પણ જે કેળવણી તરફ ધ્યાન દઈશું તો પછી - દેવાની જરૂર રહેશે નહિ.
આપણે સહુ કોન્ફરન્સ છીએ પરંતુ ઘણીવાર વાદવિવાદ અને હિંસાતસી કરવાથી તે ઠીક થતું નથી. સહુએ સર્વ કામ પિતાનું ગણી બને તેટલું કરતાં શીખવું જોઈએ. ખુશી થવા જેવું છે કે પાલીતાણામાં બાલાશ્રમ ખોલવામાં આવેલ છે. આ તકે કહેવું જોઈએ કે તેનું નામ બદલી ઉદ્યોગશાળા નામ રાખવામાં આવે તો વધારે ઠીક થઈ પડશે અને તિમાં ઉદ્યોગનું શિક્ષણ મળવાથી તેના આશ્રિતો માગે ચઢી શકશે અને તેવી રીતે માર્ગે ચઢી તિને બદલ આપશેજ. વળી તેવા ખાતાની શાખા મુંબઈ જેવા ઉગી શહેરમાં રાખવામાં આવે તો વધારે લાભ થાય. વળી તે ખાતાને અનુકમે જેનો અને પછી સર્વને માટે ઉપયોગી બનાવવું જોઈએ છીએ કેમકે શાસ્ત્રાજ્ઞા પ્રથમ મનુષ્યને અને પછી જાનવરોનો બચાવ કરવા ફરમાવે છે.
––
–
હવે તો ચેતો.
ઉકત વિષય ઉપર તા. ૨૮-૭-૦૭ ને રાજકોટમાં આવેલા ભેસાનીયા બીલ્ડીંગમાં પ્રસિદ્ધ વકતા મુનિ મહારાજ શ્રી ચારિત્રવિજયજીએ જાહેર વ્યાખ્યાન આપ્યું હતું. તેઓશ્રીએ હાજર રહેલા તાજનોની લાગણીને, પોતાના છટાદાર ભાષણથી તથા અસરકારક શબ્દોથી અને મર્મભેદક વાક્યોથી એટલી બધી ઉશ્કેરી હતી કે