________________
[૨૬૯
૧૯૭].
- હવે તે પો. થઈ શકશે. બીજી જ્ઞાતિવાળા ધારાસભામાં દાખલ થયા છે ત્યારે તમારા જેનીઓને તેની ગંધ પણ નથી. તમારા પર કેવા કેવા આક્ષેપ થયા છે તે તમે જાણે છે ?, છતાં હજુ તમે ચેતતા નથી. એક અમેરીકન વિદ્વાને જૈન ધર્મ પર આક્ષેપ કરેલો છે તે તમે જાણે છે છતાં કોઈ પ્રયત્ન કરતા નથી. તમે જેનો ક્ષમાના સાગર એટલે એમજ માની બેસી રહે છે કે જે કરશે તે ભરશે પણ એ તમારું સત્વહીનપણું બતાવી આપે છે.
જૈનમાં હલ એવો કેઈપણ ગૃહસ્થ વિદ્વાન નથી કે જે કોઈપણ અન્ય વિદ્વાન સાથે અર્ધો કલાક પણ વાદવિવાદ કરે અને જય મેળવે. વિદ્યાભ્યાસ કરી શકે તેવા તો ઘણા છે પણ ખાવાને અન્ન ન હોય તે તેઓ ધંધે કરે કે વિદ્યા સંપાદન કરે ?, વીરબાઈ પાઠશાળામાં મેં નજરે જોયું છે કે નિયાયિક શાસ્ત્રી પવન ઉડાડે છે અને વ્યાકરણ શાસ્ત્રી વા ખાય છે. ભણનારા કોઈ મળે નહિ માટે ભણનારા તૈયાર કરે કે જેથી એકમાંથી અર્નેક વિદ્વાન થઈ જાય. શ્રીમદ યશેવિજયજી જેવા પંડિત કાળ કરી ગયા કહેવાય છે પણ તેમ શા માટે થવું જોઈએ? બીજા યશોવિજયજી આપણી નજરે કેમ ન પડે ?
પજુસણમાં જ્યાં દશ દશ મણનું ચુરમું જોતું ત્યાં ચાર ચાર મણના ચુરમાથી ઉકલે છે. આથી સમજશે કે હજારો જેને લીંગાયતી વૈષ્ણવ અને સ્વામિનારાયણ થઈ ગયા છે માટે હવે નહિ ચેતો તો તમારું માન જળવાશે નહીં. હાલ પણ તમારું ડું ઘણું માન છે તે તમારા પિતાને લીધે નથી પણ તમારા પુર્વજોના પરાક્રમથી છે.
સાધુઓના માનમાં તમે હજારો રૂા. ખરે છે તેને બદલે તેમને અભ્યાસ કરાવવામાં ખરચે. કારણકે સાધુઓને સારૂં લગાડવાને માટે તેમના સામૈયા વગેરેમાં ખર્ચ કરવા કરતાં જ્ઞાન નિમિત્તમાં ખર્ચ કરે વધારે લાભકારક છે.
આપણામાં કેઈપણ ખાતાને વિનાશ થતો હોય તો તેનું કારણ માત્ર અને વ્યવસ્થા જ હોય છે. આપણે એમ સમજયા છીએ કે કઈ પણ ખાતાને અધ્યક્ષ પૈસાદારજ જોઈએ. કારણ કે બીજા પિસા ખાઈ જાય પણ એ આપણી ભુલ સુધારવી જોઈએ. અને લાયક, કાર્યદક્ષ, બાહોશ અને પ્રમાણિક હોય તેમના હાથથી કાર્યની વ્યવસ્થા થવી જોઈએ. પણ નામના ભુખ્યા આગેવાને ગ્ય ન છતાં પિતાની મેટાઈને લીધે યોગ્યના હાથમાં આ ખાતાઓ મુક્તા નથી. માટે તેવા નરેને તમે ઉંચ સ્થિતિએ લાવો અને જેની ભુલ હોય તેને ખુણામાં બેલાવીને કહે. આપણામાં કામ કરનારા ગ્ય નરેની ખોટ છે અને વળી જે જુજ નો છે તેની કદી કોઈ ભૂલ થાય તે તે વાત્સલ્ય ભાવથી દુર કરી શકાય છે માટે તેવા નરેને ઊતારી પાડી કાર્ય કરતાં અટકાવવાની જે નિંદનીય ટેવ આગેવાનીમાં જડ ઘાલીને બેસી ગઈ છે તે હવે ઉખેડી નાખવાની જરૂર છે અને જે એ ટેવમાં સુધારો નહિ થાય તો ભવિષ્યમાં પૈસા આપનારા મળશે પણ કામ કરનારા મળી શકશે નહિ.