________________
૨૭૦ ] જેન કેન્ફરન્સ હેરલ્ડ.
[ સપ્ટેમ્બર - ઈર્ષાને લઈને અમુક તરફથી થતું પવિત્ર કાર્ય પણ સુધારવાને બદલે બીજાઓ તે કાર્યથી દુર રહી ઉલટા બગાડવાને તત્પર થાય છે.
જેમ એક વખતે એક ગૃહસ્થ સુંદર ગાય ચાર બ્રાહ્મણને દક્ષિણામાં આપી હતી; આ ચાર બ્રાહ્મણો પૈકી એ કે એ નહિ હતો કે જે બીજા ત્રણને યેચ બદલે આપી ગાયને સ્વતંત્ર સ્વાધીન લઈ શકે તેથી તેઓએ એ નિશ્ચય કર્યો કે આ ગાયને હમેશાં અકેક જણાએ પિતાના ઘરે રાખી દેઈ પીવી, અને સાચવવી. આ ઉપરથી એક બ્રાહ્મણ ગાયને પિતાના ઘરે લઈ ગયે અને દેઈને વિચાર કર્યો કે હવે જે કાંઈ હું રાક આપીશ તેને લાભ બીજે લઈ જશે માટે મારે શા સારૂ તેને કાંઈ ખાવા આપવું જોઈએ? તેથી ગાયને ભુખી બાંધી રાખી અને બીજે દિવસ બીજાને લઈ જવા દીધી. તેણે પણ ફકત દેવા સીવાય ગાયની બીલકુલ સારસંભાળ કરી નહિ કેમકે તેને પણ બીજે લાભ લઈ જશે તેવો વિચાર થયે. અનુક્રમે ચારે બ્રાહ્મણે ફકત ગાય દેવાનેજ પિતાને હક વિચાર્યો પરંતુ તેના રક્ષણની ફરજ જોઈ શકયા નહિ તેને પરિણામે ગાયનું મૃત્યુ થયું. - આ દ્રષ્ટાંતથી તમે જોઈ શકશે કે આપણી હાલની સ્થિતિ એવી દેખાય છે. એક જૈન ધર્મરૂપી ગાય આપણ સા બ્રાહ્મણને મળી છે પણ તેને પણ કોઈ નહિ. આ ખાતું તો અમુક સાચવે છે માટે મારે શા માટે તેને વિચાર કરે જોઈએ? એમ બધાએ એક બીજાની ઈર્ષાથી અનેક ખાતારૂપ ગાયને કેઈપણ ચારે આપતું નથી પણ જે તે બ્રાહ્મણ વિચારે કે જે ગાય જીવતી હશે તે પાંચમે દીવસે મારે
ત્યાં આવશે, તેમ તમારે વિચારવું જોઈએ. કેઈપણ એક ખાતાને વિનાશ થાય તે તેમાં તમારા સ્વાર્થનોજ વિનાશ થાય છે એમ સમજવું કારણકે એમાં તમારું બધાનું હિત સમાએલું હોય છે.
અત્યારે જેનીઓ ઓછા થાય છે અને દેરાસર અને ધર્મશાળા વધતી જાય છે પણ જેનીઓની ગરીબાઈને વિનાશ થવો જોઈએ અને તેમ થવા માટે જ્યાં સુધી જ્ઞાને દ્વાર શ્રાવકેદ્ધાર અને જીર્ણોદ્ધાર નહિ થાય ત્યાંસુધી દીવસે દિવસે તમારી અવનતિ થશે. માટે જ્યારે એને માટે પ્રયત્ન થશે ત્યારેજ તમે ચેત્યા, વિચારયુક્ત થયા એમ કહેવાશે અને તેથી જ હું કહું છું કે હવે તે ચેતે.
-
-
-