________________
૨૮૪]
જેન કોન્ફરન્સ હેરલ્ડ.
[ સપ્ટેમ્બર
કાળ કામનું કામ કરે છે. સમય વર્તા ચેતવાની જરૂર છે. એક વખત નવા દેરાસરની જરૂર હતી પરંતુ અત્યારે ગરીબ વર્ગને સુધારવાની જરૂર છે.
જેઓ લીલેતરીના સેવનમાં દેષ ગણે છે તેજ જૈને પિતાની પ્યારી પુત્રીઓને વેચી મારે છે તે તેમની ગરીબાઈનું જ કારણ છે અને કદાચ તેવી સ્થિતિ ચાલુ રહેવા દઈશું તે પછી તેઓ પોતાનાં સ્ત્રી પુત્રોને પણ નહીં વેચે તેની ખાત્રી શું? આ વચને મને તેમની દુખી સ્થિતિથી થતા ખેદને લીધે બોલવા પડે છે તે માટે દિલગીર છું. તમે વેપારધંધાની રીતિમાં પણ અજ્ઞાન, ઈર્ષાળુ તથા ગાડરીયા છો અને એકની પાછળ બધા ઉતરી પડી, જોકે તેમાં પાયમાલ થતા જાઓ છો તે પણ બીજા ધંધાના અભાવે તેમાં જ ભમ્યા કરે છે તે રીત સુધારવાની જરૂર છે. | સીજાતા ભાઈઓને તમે પૈસાવાળાઓ બધું આપીધે તેમ મારું કહેવું નથી પણ તેમને માગે–રસ્તે ચઢતાં તે શીખવવું જ જોઈએ. આ ઉપદેશ ગ્રહસ્થ આપે તે વધારે ઠીક છે કેમકે અમારે તે આચાર નથી પરંતુ આવી જેની સ્થિતિ માટે મને લાગી આવતાં અને લાખોની સખાવત છતાં, તેની તેજ સ્થિતિ જોઈએ છીએ એટલે આટલું બોલવું પડે છે.
મુંબઈમાં સાઠ ઈંચ વરસાદ પડે છે. પરંતુ જો તે ગુજરાત કચ્છ કાઠીઆવાડમાં વહેંચાઈ ગયા હતા તો કેટલે બધે લાભકર્તા થઈ પડત. કેમકે અત્રે પડેલ સાઠે ઇંચ વરસાદ ઉપયેગી થયે નથી. તેવી રીતે તમારી સખાવતેને પ્રવાહ બહુજ મટે છે પરંતુ તે ઘણી વખત ધારણ વગર અથવા અસ્થાને થતાં તેને જોઈએ તેટલે લાભ દેખાઈ શક્તા નથી.
મારે આચાર નથી. છતાં પ્રસંગને લઈને કહેવું પડે છે કે એક ઊદ્યોગશાળા કાઢવાની ખાસ જરૂર જેવા સાથે તમારા ભાઈઓને અર્થ સાધ્ય કરતા બનાવી ધાર્મિક કેળવણીની સગવડ કરવી જોઈએ છે કે જેથી અર્થની ગેરહાજરીએ હજારો જેને ધર્મભ્રષ્ટ થયા છે તે અટકે. યાદ રાખવું કે એવી રીતે એક માણસ પોતાની ગરીબીમાં ચોકસ ખાતાની મદદથી આગળ વધી સારું કમાતો થશે તે તે તે ખાતાને ઉપકાર કદી પણ ભુલશે નહિ. તમે સાંભળેલ હશે કે એક તેવી ગરીબને શિક્ષણ આપનાર સંસ્થાની મદદથી આગળ વધેલ અમેરીકને પિતે પદાગરૂ થતાં લાખ રૂપિયાની મદદ કરી હતી. અત્રે હિંદુભાઈઓ માટે તેવી એક ઓરફનેજ છે. તમારે માટે તેવી સગવડ ન હોવાથી ઘણું જેનબચ્ચાં ત્યાં જતાં હશે પરંતુ તેમાં તેને તમારું ધાર્મિક શિક્ષણ ન મળી શકે તે બનવાજોગ છે.
તમારા ઉદયને માટે બીજી જરૂર સંપની છે. એક ગામમાં વહેરા અને વણિક વચ્ચે કઇઓ થતાં મેં જોએલ. તેમાં વણિકને વાંક નહિ છતાં વહેરાની આખી કેમ તેના જ્ઞાતિભાઈની મદદે દેડી વણીકને ખરે કર્યો પરંતુ તે વખતે પાસેજ ઊભેલા વણિકે એ જોવામાં આનંદ મા હતા. આ તમારી દયા કે નિર્દયતા? પારસી અને