________________
ર૪] જૈન કેન્ફરન્સ હેરલ્ડ
[ઓગષ્ટ જલે ખેડા તાબે ગામ ભાલેજ મધ્યેના શ્રી શાંતિનાથ મહારાજના
- દેહેરાસરજીને રીપોર્ટ સદરહુ દહેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શા કેવલદાસ ગિરધરદાસ તથા મગનલાલ ઇશ્વરદાસ તથા શા દ્વારકાદાસ વનમાળીદાસના હસ્તક સંવત ૧૮૬૧ તથા સંવત ૧૯૬ર ની સાલ હીસાબ અમોએ તપાસે છે. કારણ આ દેહેરાસરજીની સ્થાપના સંવત ૧૯૬૦ ની સાલમાં થયેલ છે. દહેરાસરજીનું બાંધકામ હજુ ચાલુ છે, પુરું થયું નથી. તેથી પ્રતિષ્ટા હજુ થયેલ નથી. હી પાબ તપાસતાં દેરાસરજી ખાતે કંઈ મીલકત જોવામાં આવતી નથી માટે તે કામમાં નાણાની તથા અનુભવી શ્રાવક યા માણસની ઘણી બંધાવવાના કામમાં મદદની જરૂર છે. તેની સાથે બંધાવનારની જરૂર છે. કારણ આ દેરાસર બંધાવવામાં અનુભવ વગર ઘણા પિસા ખરચ થઈ ગયા છતાં તેના પ્રમાણમાં કામ થયું નથી. આ ખાતામાં નામા વગેરે કેટલે એક સુધારો કરવા જેવો છે તેનું સુચના પત્ર ભરી વહીવટ કર્તા ગૃહસ્થ ને આપવામાં આવ્યું છે. માટે આશા છે કે તે ઉપર તાકીદે ધ્યાન આપી એગ્ય સુધારો કરશે.
શ્રી ખંભાત તાબે ગામ તારાપર મધેની પરબડી ખાતાને રીપી.
સદરહુ પરબડીના શ્રી મહાજન તરફથી વહીવટ કર્તા શા છગનલાલ બેહેચરદાસના, હસ્તકને સંવત ૧૮૫૦ થી ૬ર સુધીનો હિસાબે અમોએ તપાસ્યો છે. તે જોતાં વહીવટ કર્તા પરમાર્થ કામ કરે છે તેથી તેમને ધન્ય છે.
પરબડીનું નામું સારી રીતે રાખવામાં આવ્યું છે.
આ ખાતામાં કેટલેક સુધારો કરવા જેવું છે તેનું સુચના પત્ર ભરી આપવામાં આવ્યું છે ? માટે આશા છે કે વહીવટ કર્તા ગૃહસ્થ તે ઉપર ધ્યાન આપી એગ્ય સુધારે તાકીદે કરશે.
ગામ અમદાવાદ શ્રી જૈન કન્યાશાળાને રીપિટ. સદરહુ કન્યાશાળાના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શેઠ મનસુખભાઈ ભગુભાઈ, શેઠ લાલભાઈ દલપતભાઈ, શેઠ ચીમનભાઈ નગીનદાસ, શેઠ વીરચંદ દીપચંદ તથા ઝવેરી વાડીલાલ વખતચંદ તરફથી શા હીરાચંદ કકભાઈના હસ્તકને સંવત ૧૯૫૯-૬૦-૬૧-૬૨ ની શાલને હીસાબ અમોએ તપાસ્યો છે. તે જોતાં સદરહુ વહીવટ કર્તાએ આ કન્યાશાળાના નામની વ્યવસ્થા મેગ્ય રીતે રાખેલી છે, તથા હીસાબ છપાવી બહાર પાડેલ છે, તે જોઈ ખુશ થવા જેવું છે. તથા કન્યાશાળાની કન્યાઓને પણ વ્યવહારિક, નૈતિક, ઉગી તથા ધાર્મિક કેળવણી યોગ્ય રીતે આપવામાં આવે છે. તેથી તેમના પરિશ્રમ માટે તેમને ધન્યવાદ ઘટે છે.
આ સંબંધમાં કેટલોક સુધારો કરવા જેવો છે તેનું સૂચના પત્ર વહીવટ કર્તા જેગ ભરી આપવામાં આવ્યું છે માટે આશા છે કે વહીવટ કર્તા તે ઉપર ધ્યાન આપી યોગ્ય સુધારો તાકીદે કરશે.
ચુનીલાલ નાનચદ,
ઓ. ઓ. જે. કે. કે.