________________
ર૩૪]'
જેન કેન્ફરન્સ હેરલ્ડ
[ઓગષ્ટ અત્યાર સુધી માસ ૧ માં પાંચ તિથિઓ પાળવામાં આવતું હતું. બહારગામ કાણે જવું થાય ત્યારે ત્યાંના રીવાજે વર્તવાની છુટ છે. ( ૨ બાઈઓને એ આગ્રહ કરવામાં આવ્યું કે જ્યારે કઈ બાઈ વિધવા થાય છે ત્યારે માસ બાર લગી (એટલે સાડલે નાંખે ત્યાંસુધી) દેરાસરજીમાં શ્રી પરમાત્માના દર્શન કરવા જતા નથી તે ઘણોજ ખરાબ રીવાજ છે અને બહાર દેશાવર ભગવાનના દર્શન કરવાને રીવાજ હમેશને ચાલુ છે તે ઉપરથી નીચે મુજબનો ઠરાવ થયો. - જે જે બાઈઓ ખુણામાં હોય તે બાઈઓએ દેવદર્શન કરવાને હમેશ જવુ " અને તેવી બાઈઓની કોઈએ નિંદા કરવી નહી. અને દેવદર્શન કરવા જવાને માટે હમેશ ઉપદેશ આપતા રહેવું. તે ઠરાવ સર્વાનુમતે પસાર થયેલ છે. આ બાબતની દરેકને બાધા આપવામાં આવેલ છે.
મી. અમરચંદ પરમારના પ્રયાસ–શ્રી વડનગરનું પંચ મહાજન પ્રમુખ સાહેબ શેઠ ફતેહચંદ સાંકળચંદના અધ્યક્ષપણું નીચે સં. ૧૯૯૩ ના પ્રથમ ચિત્ર વદ ૫ ના દિને રાતના ૯ વાગે શા. નગીનદાસ જેઠાભાઈના ડેલામાં મળ્યું હતું. | મી. અમરચંદ પી. પરમારે કેન્ફરન્સના ઠરાવો અમલમાં લાવવા બાબત કેટલુંક વિવેચન કર્યું તે ઉપરથી નીચે મુજબ ઠરાવો એક મતે કરવામાં આવ્યા.
૧ ઘરડા બુઢાના મરણ પાછળ એકવીસ દિવસ સુધી લેવું અને જુવાનના મરણ પાછળ બે મહિના પુરા થયા પછી રેવું બંધ કરી દેવું. આ બાબત ખુણાની બાયડી માટે જ લાગુ પડે છે. તે છતાં કેઇ રૂવે તે રૂ ૧ ખેડા ઢેરના ફંડમાં આપે. ( ૨ બને ત્યાંસુધી જેન વિધિથી લગ્ન કરાવવાં. શ્રીમાળી બ્રાહ્મણે તેમજ ભેજક એ વિધિ શીખે તે માટે એ વિધિ શીખીને પરીક્ષા આપી પાસ થાય તેને રૂ. ૫) ઈનામ અને સરટીફીકેટ આપવું કેઈ શ્રાવકને છોકરે શીખીને પરીક્ષા આપી પાસ થાય તેને માત્ર સરટીફીકેટ આપવું. ( ૩ લગ્નમાં કેઈએ દારૂખાનું ફેડવું નહી. વઘેડે રાતના ચઢાવે નહી. જે કઈ રાતના વડે ચઢાવે અથવા વર ચઢાવવા વિગેરેની વખતે દારૂખાનું ફેડશે તે મહાજન રૂ. ૧ દંડ લઈ ખેડા ઢેરના ફંડમાં આપશે. બહાર ગામની જાન આવે તેને દારૂખાનું નહી ફેડવા બાબતની સૂચના કરવી. - ૪ કચકડાની ચીજ વાપરવી નહી, પીંછાની ટોપી પહેરવી નહી, કપડાના પંડાના
ચોપડા વાપરવા. - ૫ દેવસ્થાનમાં દેશી (કાશ્મીરી) કેસર વાપરવું.
ગામ વિસનગર દશાપોરવાડ જેન વાણીઆની ન્યાતના ભાઈઓએ એકઠા થઈ : ઉપાશ્રયમાં પન્યાસજી શ્રી ગુલાબવિજયજી મહારાજની સમક્ષ મી. અમરચંદ પી.
પરમારે કેટલીએક સૂચનાઓ કરવા ઉપરથી નીચે પ્રમાણે કરો એક મતે કર્યા છે. ' ' (૧) મૃત્યુ પાછળ સૂતક કાઢવા માટે પૂરા ત્રણ દિવસ અને રાત્રિ પૂરી થયા પછી એટલે શાસ્ત્રાધારે પૂરેપૂરા વીશ પર વીતી ગયા પછીજ સૂતક કાઢવું.