________________
ર૮]
જેને કેન્ફરન્સ હેરલ્ડ.
[ જુલાઈ “શેરમેનીયા” ના સપાટામાં પ્રેમચંદભાઈ સપડાયા બલ્ક “શેરમેનીયા” નું જનક એજ હતા, અને એમની અજ્ઞાનતાથીજ એવું પરિણામ આવ્યું હતું, એમ ઘણાનું માનવું હતું, એટલું જ નહીં પણ પેલે પારસી લેખક “મનસુખ” એમના સંબંધમાં લ
અનુભવી.
આપણી અધોગતિ તેમાં ફેરફાર કરવા માટે શું કરવું ?
(મળેલું) અંગ્રેજ સરકારની બાંહેધરી હેઠળ આ આર્યભૂમિ દૈવયોગે મુકાઈ તે સમયથી હિંદમાં કાંઈક શાંતિ પ્રસરતી જાય છે. અસલના વખતના રાજાઓના તેમજ લુટારા-ના દેરો, અમીર ઉમરાવોના જુલમે, રાજ્યની અવ્યવસ્થા, રસ્તા અને શહેરોની સહીસલામત નહિ એવી સ્થિતિ, પૈસો તથા પુત્ર માતા અને ભગિનીને સાચવવામાં પડતી મુશ્કેલીઓ, વગેરે દૂર થયાં છે, અને સિકઈ, રાયથી રંક સુધી પોતાની મરજીમાં આવે તેમ કરવા હક ધરાવે છે, અને શાંતિથી તે હક ભગવે છે. : શ્રીમંતે કે કહેવાતા શેઠીયાઓના જુલમે દૂર થયા છે, અને એક મજુર પણ હાલના સમયે પિતાના હક માટે વાંધો ઉઠાવી એક મોટા રાજા યા ઓધેદારને પણ હંફાવી શકે છે. જે સ્ત્રીઓને જનાનામાં કે ગંદા બંદીખાના જેવા ઘરમાં રાખવાની ફરજ પડતી અને મોટા ઘુમટા કહાડ્યા વિના બહાર નિકળવાની પણ છુટ મળી શકતી હતી નહિ તેઓ હાલ લાખના ઘરેણા પહેરી, મેઢાંઓ ખુલ્લા રાખી, દરીઆ કિનારે સ્ત્રી ઉપર, ભર બજારમાં, મેળામાં, નાટકમાં, મેળાવડામાં વગેરે જાહેર તેમજ ખાનગી સ્થળોએ પિતાની મરજીમાં આવે તેવી સારી યા અધમ રીતે પૂરીહરી શકે છે, જે સ્ત્રીઓ, પિતાના ધર્મ–પતિ, અને સાસરિયા, ન્યાતજાત અને દેશ તરફની ફરજોથી અજાણ ગણાતી અને કેટલીક વખતે દેશકાંતને અનુસરીને હણાતી હતી, તે સ્ત્રીઓ, મનુષ્ય પ્રાણીના વડા તરીકે અગણિત વરસથી નકી થયલા મરદની બરોબરી કરવા, હરીફાઈમાં ઉતરવા, વેપાર, રોજગાર, તેમજ નોકરી કરવામાં પણ પિતાની યેગ્યતા સમજે છે, અને જે છૂટે ધર્મગુરૂઓ, રાજ્યદ્વારીઓ કે સગાવહાલાઓ આપવા ના પાડે છે, તે. છુટે, તે સર્વેની સામે થઈ મેળવવા બહાર પડે છે, યા કેટલીક વખત પિતાની
ગ્યતાનું યથાર્થ જ્ઞાન થતાં, પતિ, દેશ અને ન્યાતજાત તરફની ફરજો સતિઓ જેવી રીતે બજાવતી નજરે પડે છે. ગુલામીને વખત હાલ દૂર થયે છે અને જ્યાં ત્યાં હાલ સુધારે અને વધારો, હક અને ફરજ, ન્યાય અને વફાદારી, એ શબ્દ ઉપરજ દુન્યાનું ચક ચાલે છે.
એ ચકના વર્તુલ ફેરામાં દુનીઆના અસંખ્ય માણસ, અગણિત ગામે, સેંકડો દેશે, અને સર્વ કે, આવતા જાય છે. - હિંદ દેશ પણ તેજ ફેરામાં સપડાય છે, અને હિંદના આભૂષણરૂપ આપણા જેને પણ તેમાંથી બાકાત રહ્યા હોય એમ નથી. જેને પણ તેમાં ફસાયા છે.