________________
૧૯૦૭] મરહૂમ શેઠ પ્રેમચંદ રાયચંદ
૨૦૭ નર્મદે તો એને “પતંગ” ની ઉપમા આપી, ગમે તેમ ચગાવવા લાગ્યા, પણ અમારા મતે તે નર્મદની આ દોર ઉલટી જ ખેંચાતી માનિયે છીએ. જે નર્મદને એને સહવાસ, સમાગમ અને સ્વભાવ વિદિત હોત તો તે આવું એકતરફી ન લખત. કારણ કે આ સમયમાં પ્રેમચંદભાઈએ પિતાને હાથ એવો છૂટો મૂક્યો હતો કે, હિંદુસ્તાનની ચારે દિશામાં એના આશ્રિત જીવતા હતા; એટલું જ નહીં પણ વિલાયતમાં સુદ્ધાં લાખ રૂપિયા ધર્માદા કામમાં આપ્યા હતા. બંગાલ આજે કેળવણીમાં પહેલે સ્થાને ગણાય છે. તે એજ દાનેશ્વરીના પ્રતાપે.
આ સમયે પણ એમનું હૈયું એવું ને એવું જ રહ્યું. ચડે તે પડે અને “વેપારમાં ગાદી તકીએ કે દેરી લાટો” એ પૂર્વજોની કહેણીનું એમને વાસ્તવિક જ્ઞાન હતું. અને તેથીજ એ પડતા કાળમાં પણ દર વર્ષે લાખો રૂપિયા દાનમાં આપતા રહ્યા.
દુનિયા દેરંગી છે.” “આવતાને સા પૂજે છે જતાને કઈ નહીં.” તેમ પ્રેમચંદભાઈને પણ આ સમયે ઘણાએ વખયા હશે; પરંતુ જે એના ગુણને અનુભવી હતા, તેઓ તે સમયની સ્થિતિનું ચિત્ર આલેખવાનું પસંદ નથી કરતા એજ એમના ચારિત ત્રની વિશુદ્ધિને સમર્થ પુરાવે છે. તે સાથે એમના ઉત્તરાર્ધ જીવનમાં એમને સહાય કરનારા કંઈ થોડા મળ્યા નથી, કે જે એમની ધીરતા અને સમતાનું ફળ હતું, પિસિાની રેલોલમાં તેમ પૈસાની તાણમાં એમને સ્વભાવ એકજ રહેતો એટલું જ નહીં પણ કરોડપતિ વખતે પણ, પિતાના પિશાક કે વાહનમાં ફેરફાર કર્યો નહોતે. જે જોઈ ત્રીસ વર્ષની લાંબી મુદતે પણ એક અંગ્રેજ આશ્ચર્ય પામ્યા હતા. ' ધર્મ સંબંધે એમની માન્યતા કેવી હતી, તેનો નિર્ણય એમના ઘાડા પરિચયમાં આવેલા એક અંગ્રેજે કર્યો છે. એટલે એમની જૈન ધર્મ પર પૂર્ણ આસ્થા હતી, માતા વો જ એ સૂત્રને અર્થ સારી રીતે સમજ્યા હતા; જ્ઞાન, દર્શન અને ચારિત્ર અથવા “સમ્યક રત્નત્રય” નું પાલન એમણે શ્રાવક છતે પણ અછી રીતે કર્યું હતું. તે પર પ્રતિજ એ લેક કથનાનુસાર કેઈને “ધર્મમાં એ મધ્યમ હતા” એમ જણાય તે હેવી માન્યતાને અટકાવવા આ લેખની ઈચ્છા નથી; અલબત એટલું લખીશું કે દયા અને દાનને વાસ્તવિક અર્થ એ સમજ્યા હતા. પછી તે અંગ્રેજના સહવાસથી કહે કે એમના અભિજ્ઞાનથી કહો. પૂર્વે આલેખ્યા મુજબ જાતિ, ધર્મ, દેશને ભિન્નભાવ રાખ્યા વિના ચડતી અને પડતી દશામાં પણ એમના ખીસ્સામાંથી દાનને માટે પૈસા ખૂટતે નહીં, એજ અમારા કથનને પૂરાવો છે.
જ્યારે પૂર્ણ જાહેરજલાલીમાં હતા, શેર બજારના એ પરમેશ્વર હતા, પ્રેમચંદભાઈ જે. વખતે કરે રૂપિયાની હુંડી (Cheque) બેંક પર લખતા ત્યારે એમની આ રીતિ પર શક લઈ જવામાં આવ્યું, અને તેને માટે વિલાયતથી એક કમિશન વટીક નીમવામાં આવ્યું. તે કમિશનની હદયપિપાસા શું હતી તે આપણે જાણતા નથી તથાપિ એ કમિશન નીમાવનાર નરેની માન્યતા ખોટી ઠરી. જગત્માં “પ્રેમચંદભાઈ” સાચા અને નિસ્વાથી ઠર્યા. ઠામ ઠામ એમની કીતિ ગવાવા લાગી. એટલું જ નહીં પણ કહેવાય છે કે ઈગ્લાંડમાં કેટલાકતો પોતાના સંતાનના અભિધાનમાં પ્રેમચંદભાઈનું નામ નહીં જડવાથી હીણપ માનવા લાગ્યા.