________________
[ રરપ :
૧૯૦૭],
શ્રદ્ધા, મય ઉત્તર આપતા કે મારા મનનું સમાધાન આપોઆપ થઈ જતું. આમ થયાં કરતાં જડવાદી પાશ્ચાત્ય સંસ્કારે રામશરણ થતા ગયા અને તેથી ધીમે ધીમે પણ આખરે મારા-આપણા જૈનધર્મના અકથ્ય રીતે સત્ય, અનુપમ અને અમૂલ્ય સિાંદર્યભર્યા સિ દ્વાંતે પર પૂર્ણ શ્રદ્ધા બંધાઈ.” આ પરથી સિદ્ધ થાય છે કે મનુષ્ય ગમે તે હે જડવાદી યા નાસ્તિક હે, અનીશ્વરવાદી કે ઈશ્વરવાદી હો, અનેકેશ્વરવાદી કે એકે- શ્વરવાદી છે પરંતુ ધર્મશાસ્ત્રના સત્ય સિદ્ધાંત તરફ ઢળવાની વૃત્તિ દરેકમાં હોય છે તેથી તે ઉપર સત્ય શ્રદ્ધા અમુક સંજોગે અને અમુક દશામાં જાગૃત થાય છે. તેને થી જ મોક્ષના સાધનત્રયમાં સમ્યગ્દર્શનને પ્રથમારંભે મૂક્યું છે. સમ્યગ્દર્શનમાં શ્રદ્ધાને સમાવેશ થાય છે.
વિશ્વાસ વગર વહાણ ન ચાલે, તે ગુજરાતી ભાષાની કહેવત સત્ય છે. સકલ જગનો. સકલ જીવનનો વ્યવહાર વિશ્વાસ વગર થઈ શકતો નથી. વિશ્વાસ કેઈમાં રાખવે તે તેનામાં શ્રદ્ધા રાખ્યા બબર છે તેથી આ સમગ્ર જનસમાજ, સમગ્ર બાહ્ય જીવનવ્યાપાર શ્રદ્ધા વગર ચાલી શકે નહિ; તેમજ આંતરિક જીવન માટે શ્રદ્ધા આવશ્યક છે.
આ સત્ય શ્રદ્ધાને વધારે સતેજ કરી ઉન્નતિની પરાકાષ્ટાએ લઈ જવાની જરૂર છે. પુસ્તકે અંધકારમાં અને અજ્ઞાત સ્થલે પરાયાં છે, બંધાયાં છે, તેમને પુનરોદ્ધાર કરવાને છે. તે પુસ્તકે શુદ્ર જીવજંતુઓના ભેગા થયાં છે. મનુષ્ય તેમના કયારે, ભકતા થાય એજ પ્રશ્ન છે. આવાં પુસ્તકે અજવાળામાં લાવી તેમનું દેહન, તત્વચિંતન, વિચાર વિમર્શન અને અર્થગાંભીર્ય તરૂણ કેળવાએલા જ પાસે મૂકાય તે - તે પુસ્તકનું આદરાતીચ્ય કેવું અપૂર્વ અને હોંશભર્યું થાય! અને તેમની શ્રદ્ધા કેવી બલથાન અને વેગવાળી થાય તે સમજવું સહેલ છે. આ જરા વિષયાંતર છે પરંત આ પ્રસંગે ઉપયોગી છે તેથી કહી જવાયું છે.
મનુષ્યમાં બુદ્ધિ અને હૃદય એ બે અગત્યની શકિતઓ છે. બુદ્ધિ વિકસાવવાની સાથે હદયને પણ કેળવવાની જરૂર છે. એકલી બુદ્ધિ ગમે તેટલો પ્રકૃતિ પર વિજય : કરે પણ હદયભાવના પાસે શુદ્ર છે. પશ્ચિમાત્ય વિદ્વાનેએ બુદ્ધિને વિકાસ અદભૂત રીતે કરી અનેક પ્રાકૃતિક શોધ કરી. પૃથ્વીનાં અસ્તરે ફેડયાં; અગ્નિ, વરાળ, અને પાણીને મહાત કરી દાસ બનાવ્યાં; વિજળીપ્રવાહ ચલાવ્યો; અને પૃથ્વીને સાંકળથી બાંધી લીધી; આથી તેઓ પુલાઈ ગયા. આથી પરિણામ એ થયું કે અકાલ્પનિક જરૂરીઆતે વધી ગઈ અને તેઓના જીવનને મુખ્ય સાર અને ઉદ્દેશ જઈશું તે. ધનસંપત્તિ સીવાય બીજું કંઈપણ દશ્યમાન થશે નહિ. એક વિદ્વાને આંસનું પ્રથમ કરણ કરી શોધી કહયું કે આંસુમાં થોડાક પાફેટ ઓફ લાઈમને, થોડાક કલે- ' રાઈડ ઓપૂ સેડાને, થોડાક લેબ્સને તથા થોડાક પાણીને સમાવેશ થાય છે. આ હદયવિનાની સૂની બુદ્ધિનું પરિણામ છે. અહીં હૃદય તેને કહે છે કે “હે ડાળઘાલ પંડિત ! તપાસ તો કર કે રડનાર પોતે હૃદય છે”
માટે હદયને કેળવવું જોઈએ, તેમાં શ્રદ્ધાની પ્રથમ જરૂર છે. વિદ્યા વિવાર એ સૂત્ર ગ્રહણ કરી દરેકમાં માથું મારી શંકા ઉત્પન્ન કરી વાતને તોડી પાડવી ન