________________
રર
આ પત્રના ગ્રાહકોને નમ્ર વિનંતિ.
સુણગ્રાહક બંધુઓ? તમને સારી રીતે વિદિત હશે કે દરેક માસિકને મુખ્ય આધાર લવાજમ ઉપરજ છે, આ પત્રને બે વર્ષ પુરાં થઈ હાલમાં ત્રીજુ વર્ષ ચાલે છે. અને તેથી ગત બે વર્ષનું તથા ચાલુ વર્ષનું લવાજમ કેટલાએક ગૃહસ્થા તરફથી નથી આવ્યું. તેઓને ત્રણ વર્ષનું લવાજમ સત્વર મેકલી આપવા અગર અમારા તરફથી વી. પી. થી હેરલ્ડને એક મેકલાવવામાં આવે તેને સ્વિકાર કરવા વિનંતી છે. દિલગિરી સાથે જણાવવું પડે છે કે એવા પણ સાહેબ બહાર નીકળી આવે છે કે જેમાં ત્રણ વિસના લવાજમ માટે વી. પી. કરવામાં આવેલા અ કે પાછા મોકલતાં જરા પણ આંચકે ખાતા નથી ; તેઓને જણાવવાનું કે હજુ પણ લહાણું પડતું લવાજમ મોકલી આપી આ ખાતાના દેવામાંથી મુકત થવાનું દુરસ્ત વિચારશે નહિતા પછી અમારી મરજી વિરૂદ્ધ અણછુટકે તેઓનાં નામ બહાર પાડવાના અને ફરજ પડશે. અને તેમના ઉપર અકે મોકલવા બંધ કર્યો છે તે પણ આગળનું લવાજમ મોકલી આપવા
અરજ કરીએ છીએ હું આ કામ શુભ ખાતાનું છે. અને કેન્ફરન્સ કંપની આ માસીક પાસ માટી રકમ તેણી ખેચાય છે તેથી જે કઈ ગ્રાહકે લવાજમ મોકલવામાં કસુર કરશે તો તે શુભ ખાતાના દેવાદાર રહેશે. વળી કેટલાક ગૃહસ્થા થોડા અંક રાખી બીજ અંક નહિ મોકવા લખે છે તો તેવા ગૃહસ્થોને નમ્ર વિનંતી છે કે કેન્ફરન્સ ફેડના દવાદાર રહેવાને બદલે જેટલા અંક રાખ્યા હોય તે દરેકના બે આના લેખે મોકલી દેવા કૃપા કરવી.
——- C O -~--
જાહેર ખબર.
સર્વ જૈન ભાઈઓને ખબર આપવામાં આવે છે કે અમદાવાદ કોન્ફરન્સમાં થયેલ ઠરાવ નંબર ૧૪ અનુસાર આપણા પરમ પુજ્ય શ્રી તીર્થકર ભગવાનની છબીઓ વચ વામાં આવે છે તે બંધ કરવાને માટે ગ્ય પગલાં ભરવાની ખાસ જરૂર છે તેથી જણાવવાનું કે આવી છબીઓ જે કઈ વેચતે હોય તેની બનેતે નકલ અને ખાસ કરીને વેચનાર તથા છાપનારનાં નામ તથા ઠેકાણું સાથેની ઉપગી હકીકત અમારા ઉપર એકલી આપવામાં આવશે તો ઘટતે ખબસ્ત થઈ શકશે.
ગીરગામ મુબઈ ) તા. ૧૫-૬-૦૭. )
આસીસ્ટન્ટ સેક્રેટરી, શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ.