________________
દા
૧૯૦૭] આપણી અગતિ, તેમાં ફેરફાર કરવા માટે શું કરવું ? [૨૧૩
આપરથી જણાશે કે શરીરબળ ઉતરતા પ્રકારનું અને મનોબળ ચઢતા પ્રકારનું બળ છે અને બન્નેમાંથી એક બળ હેવા કરતાં એ બન્નબળ ધરાવવામાં વધુ ડહોપણ છે. વળી શરીરબળ મેળવવું એ આપણું પહેલું કર્તવ્ય છે, જ્યારે મનોબળ, મેળવવું એ બીજું કર્તવ્ય છે, અને એ બંને બળ મેળવવા એ આપણું ત્રીજું કેર્તવ્ય છે. યુરોપ તથા અમેરિકાની પ્રજાએ આ બળ મોટા પ્રમાણમાં ધરાવે છે, અને તેથીજ તેઓ હમણું ઘણું ઉંચી સ્થિતિમાં છે.
પણ આપણી સ્થિતિ તેથી ઉલટી છે. વરાળ વગર આ એનજીનને આપણે હજારો માઈલની મુસાફરી કરાવવા માંગીએ છીએ. સેંકડે દિવસના ઉપવાસીને આ પણે હજારો માઈલની મજલ કરાવવા માંગીએ છીએ. રેતીના પાયાવાળી જમીન પર સેંકડે માળવાળી ઈમારત ચણવા માંગીએ છીએ. એક માણસને મહાત કરવાને અશકત માણસને હજારો માણસના સૈન્ય સામે લડવા મોકલવા ઈચ્છીએ છીએ : લાકડાની તરવારે બાંધી દારૂગોળાથી અને તોપથી તૈયાર થયેલા સૈન્ય સામે બાથ ભીડવા ઈચ્છીએ છીએ. આપણી પાઠશાળાઓમાં કે કન્યાશાળાઓમાં નજર કરે. ત્યાં શરીરબળ કે મનોબળને વધારવા કે કેળવવા શું પ્રયત્ન થાય છે? ત્રણચાર વરસના બાળકને નિશાળે મુકી, આઠ દશ વષ માં પાંચ ચોપડી પુરી કરાવી, અને ૧૪-૧૫ વર્ષે મેટ્રીક્યુલેશન અને ૧૭-૧૮ વરસે બી. એ. થવાની કે એવીજ ઉંચી ડિગ્રી ધરાવતા થવાની, કે ઈંગ્લંડ જઈ બેરીસ્ટર થવાની આપણા બાળકો પાસેથી ઈચ્છા રાખીએ છીએ! સવારમાં બાળકને વહેલા ઉઠાડી કહેવાતા પાઠે ભરડાવવામાં, અને, શારીરિકબળ તરફ તે જરા લક્ષ આપતો હોય કે, રમતા હોય તે વખતે તેને ધમકાવવામાંજ આપણે શ્રેય માનીએ છીએ. સવારના ઘર આગલ પાઠ ભણવામાં, દિવસે સ્કૂલમાં પિથા ભરડવામાં, અને રાત્રે પણ તેજ વિષયની ચિંતા રખાવવામાં, બાળકનું ભલું થતું માની આપણે તેને તેજ રસ્તે ચલાવીએ છીએ અને કદીપણ વિચાર કરતાં નથી કે રેતીના પાયા પર મોટી ઈમારત કયાંથી ઉભી રહેશે? પરિણામ એ આવે છે ? કે વીશ વરસની ઉમર પહેલાં, ભણવાના ભારથી તેમજ લગ્નથી છેટે બંધાયેલ સ્ત્રીથી, કંટાળી ગયેલા ઘણુ યુવાને આ દુનિયાને ત્યાગ કરી જાય છે, યા પાતળા સબકડી જેવા, કમરમાંથી વાંકા વળી ગયેલા, ડાચાં બેસી ગયેલા અને બે ગાઉ ચાલવાને પણ અશકત શરીર ધરાવી આ દુનિયા પરની પોતાની જીંદગી પૂરી કરે છે. તેઓ પિતાને, પિતાના જન્મ આપનારને તેમજ કેળવનારને પણ કેટલીક વખત શ્રાપ આપતા નજરે પડે છે, અને હરપળે આ દુઃખી જીંદગીમાંથી છુટીએ તે ઠીક એવા ઉદ્દગારે કહાડે, છે. આપણી કેમ તેમજ આપણા દેશના ઉદધારની જેઓ ઉપર આશા રાખવામાં આવે છે, તેવા આપણું આ જુવાનીઆઓની છાતી દુઃખતી અને પાંસળીઓ પાંસળી ગણાય એવી માલમ પડે છે! તેઓ ગાડીમાં બેઠા વગર થોડે દૂર જઈ શકતા નથી, ખુરસી પર બેસતાં કમરમાંથી વાંકા વળી જાય છે, અને વાત કરવી હોય કે દાદર ચહવા હોય તે થાકી જાય છે. શાળાઓમાં વિદ્યાશાળાઓમાં કે પાઠશાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોની, અને તે પછી હાઇસ્કુલમાં જતાં યુવાનની આ હાલત ઠેર ઠેર નજરે પડે છે, અને તેને કોઈ સબબ હોવો જોઈએ.